Live વીડિયો બનાવીને વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, સાથે ભણતા વિદ્યાર્થીઓ ઉપર પરેશાન કરવાનો આરોપ

News18 Gujarati
Updated: July 11, 2020, 10:48 PM IST
Live વીડિયો બનાવીને વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા, સાથે ભણતા વિદ્યાર્થીઓ ઉપર પરેશાન કરવાનો આરોપ
પ્રતિકાત્મક તસવીર

વિદ્યાર્થિનીએ પોતાના ફોનથી રેકોર્ડિંગ કરીને પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થિનીના પરિજનોએ સાથે ભણતી ત્રણ વિદ્યાર્થિઓ તેને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

  • Share this:
નેલ્લૂરઃ આંધ્ર પ્રદેશના (Andhra Pradesh) નેલ્લૂરમાં (Nellore) એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વિદ્યાર્થિનીએ ત્રાસ બાદ આત્મહત્યા (suicide) કરી લીદી હતી. આ સાથે વિદ્યાર્થિનીએ સૂસાઈડ કરવાનો વીડિયો (live video) પણ ઉતાર્યો હતો.

આંધ્ર પ્રદેશના નેલ્લૂરમાં ભણનારી એક વિદ્યાર્થિનીએ લાઈવ વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે પોતાના ફોનથી રેકોર્ડિંગ કરીને પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થિનીના પરિજનોએ સાથે ભણતી ત્રણ વિદ્યાર્થિઓ તેને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે યુવતીએ રાત્રે ફાંસી લગાવી હતી. અને પરિવારને ત્યારે જાણ થઈ હતી જ્યારે તેના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો. જોકે દરવાજો ન ખુલતા દરવાજો તોડ્યો હતો.

આ પણ વાંચોઃ-સમુદ્રમાંથી મળી અનોખી માછલીઃ માસણો જેવા છે હોઠ અને દાંત, જુઓ અદભૂત તસવીરો

આ પણ વાંચોઃ-સોનામાં રોકાણ નફાનો ધંધો! ફટાફટ જાણીલો અમદાવાદમાં સોના-ચાંદીના નવા ભાવ

આ પણ વાંચોઃ-જામનગરમાં ફરજ બજાવતા GPCBના કલાસ વન અધિકારી લાંચના રૂ.5 લાખ સાથે રંગેહાથે ઝડપાયાત્યાર બાદ વિદ્યાર્થિની પંખા સાથે લટકેલી હાલતમાં મળી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીને તરત જ નીચે ઉતારી હતી. અને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આ મામલામાં પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી હતી. મૃતક વિદ્યાર્થિનીના ફોનની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો. કે યુવતીએ એ યુવકોથી પરેશાન હતી. જે તેની સાથે અભ્યાસ કરતા હતા. જોકે, પોલીસ આ અંગે આગળની કાર્યવાહી કરી રહી છે.
Published by: ankit patel
First published: July 11, 2020, 10:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading