કોટા : કોચિંગ સિટી કોટામાં ફરીથી હૃદય હચમચાવે તેવી ઘટના સામે આવી છે. કોટામાં રહેતા આંદામાન અને નિકોબારના રહેવાસી વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમના કારણે આત્મહત્યા (Suicide due to online game) કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિદ્યાર્થી ઓનલાઈન ગેમ્સને (online game)કારણે ઘણીવાર ઓફલાઈન ક્લાસમાં હાજરી આપી શકતો ન હતો. જેના કારણે તે 17મી જુલાઈએ યોજાનારી પરીક્ષાને (Exam)લઈને દબાણમાં આવી જતાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા (Suicide)કરી લીધી હતી. જણાવી દઈએ કે આ વિદ્યાર્થીને તેના માતા-પિતાએ મેડિકલ પરીક્ષાની તૈયારી માટે કોટા મોકલ્યો હતો.
આ કેસના તપાસ અધિકારી ઓમપ્રકાશે જણાવ્યું કે આ ઘટના શનિવારે રાત્રે કોટાના મહાવીર નગર વિસ્તારમાં બની હતી. અહીં આંદામાન અને નિકોબારનો 16 વર્ષનો વિદ્યાર્થી NEETની તૈયારી કરી રહ્યો હતો. તે ગત વર્ષે સપ્ટેમ્બરથી કોટામાં રહેતો હતો. તે મહાવીર નગર ફર્સ્ટ વિસ્તારની એક હોસ્ટેલમાં રહેતો હતો. તેણે શનિવારે રાત્રે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ પહેલાં તેણે ઉંદરોને મારવાની દવા ખાઈ લીધી હતી. આ વિદ્યાર્થી અભ્યાસમાં સારો હતો. પરંતુ તે મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ (Free fire Game) રમતો હતો.
વિદ્યાર્થીના પિતા આંદામાન નિકોબાર પોલીસ વિભાગમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે તે ત્રણ ભાઈઓમાં સૌથી મોટો હતો. તે કોટામાં NEETની તૈયારી કરી રહ્યો હતો. જોકે, તે છેલ્લા 5 મહિનાથી ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો. તેની ઓનલાઈન ગેમ રમવાની ફરિયાદ બાદ તેને સમજાવવામાં આવ્યો હતો. પણ તેણે કહ્યું હતું કે હું સારા માર્કસ લાવીને ડોક્ટર બનીશ.
માતાને લાગ્યો આઘાત
વિદ્યાર્થીના પિતાને શંકા છે કે કેટલાક યુવકો તેમના પુત્રને ફ્રી ફાયર ગેમ રમવા માટે દબાણ કરી રહ્યા હતા. કદાચ આ જ ટેન્શનને કારણે તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. રવિવારે હોસ્પિટલના શબઘર બહાર બેઠેલી વિદ્યાર્થીની માતાને પુત્રનો મૃતદેહ જોઈને આઘાત લાગ્યો હતો. તેણે તેના પુત્રને ડોક્ટર બનાવવાના સપના સાથે કોટા મોકલ્યો હતો. પરંતુ પરિણામ કંઈક બીજું જ આવ્યું. ત્યારે હવે પોલીસ આત્મહત્યાના કારણો જાણવાનો પ્રયાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર