કોટા : રાજસ્થાનની (Rajasthan) કોચિંગ નગરી કોટામાં (Kota)એક 17 વર્ષીય વિદ્યાર્થી રાજકુમાર શર્માની ચપ્પુના ઘા મારીને હત્યા (Murder)કરી દીધી છે. પોલીસે (Police) દાવો કર્યો છે કે હત્યા વિદ્યાર્થીના બે મિત્ર એ જ કરી છે. આરોપીઓએ ડર બેસાડવા માટે હત્યાનો લાઇવ વીડિયો (Live Video) પણ રેકોર્ડ કર્યો હતો. જે સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે નિર્મમ હત્યાની આ ઘટના ફક્ત 1000 રૂપિયાને લઇને થયેલા વિવાદના કારણે થઇ છે. ક્રુર હત્યાનો વાયરલ વીડિયો લોકોને વિચલિત કરી શકે છે. આરોપી ક્રુર રીતે ચપ્પાથી વિદ્યાર્થી પર પ્રહાર કરી રહ્યા હતા.
હત્યાની ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યા પછી પોલીસ એલર્ટ થઇ હતી. પોલીસે આરોપી રાહુલ ઉર્ફે કાઉ અને સોનુ મીણાની ધરપકડ કરી છે. આરોપી રાહુલ રાજપૂત કોલોની જ્યારે સોનુ મીણા બુઢાદિતના પાલી ગામનો નિવાસી છે અને કોટાના આરકેપુરમ વિસ્તારમાં રહે છે. બંને આરોપીઓ સામે પહેલા પણ મારપીટ, જીવલેણ હુમલા સહિત ઘણા ગંભીર ગુનો નોંધાયેલા છે. બંને અપરાધી કિશોરાવસ્થામાંથી જ ગુનામાં લિપ્ત છે. આરોપીઓએ ઘટના પછી મૃતકનો મોબાઇલ ફોન પણ તોડીને ફેંકી દીધો હતો. હત્યા કર્યા પછી બંને આરોપી રાહુલ અને સોનુ મીણા ઘરે આવ્યા હતા. સંઘર્ષમાં તેમને પણ ઇજા થઇ હતી. તેમણે થોડી દવા કરીને પોતાના કપડા બદલીને સામાન્ય રુપથી રહેવા લાગ્યા હતા.
પોલીસના મતે આરોપી રાહુલ અને સોનુ સતત પોતાના સ્થળ બદલતા રહેતા હતા. પોલીસે બંને આરોપીઓની મધ્ય પ્રદેશ બોર્ડરની નજીકથી ધરપકડ કરી હતી. કોટા શહેરના એએસપી પ્રવીણ જૈને જણાવ્યું કે ફક્ત 1000 રૂપિયા માટે હત્યા કરી હતી. સાથે ડર ફેલાવવા માટે તાબડતોડ ચપ્પાથી પ્રહાર કર્યો હતો. હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો.
આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે ઘટના પહેલા વિદ્યાર્થી સાથે જ તેમણે દારૂની પાર્ટી પણ કરી હતી. પરિવારજનોએ કહ્યું કે રાજકુમાર શર્માની લાશ મંગળવારે મળી હતી. તેના બે મિત્રો જ તેને ત્યાં લઇને ગયા હતા. મિત્રોએ પહેલા દારૂ પીધી, પત્તા રમ્યા અને પછી ષડયંત્ર અંતર્ગત રાજકુમારની હત્યા કરી દીધી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર