પોલીસે અવિનાશ કુમાર યાદવની ધરપકડ કરી છે. પોલીસે તેના પર ઇન્ડિયન પીનલ કોડ 354 નીચે ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે, તે સ્નાન કરતી હતી ત્યારે તેનો વીડિયો ઉતારતો હતો.
થાણે: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (IIT-) મુંબઇનો 34 વર્ષનો એક વિદ્યાર્થી એક મહિલા સ્નાન કરતી હતી ત્યારે તેનું વીડિયો રેકોર્ડિગ કરતા ઝડપાઇ ગયો હતો. આ ઘટના સામે આવ્યા પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.
આઇઆઇટી (મુંબઇ) ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રની ખ્યાતનામ સંસ્થા છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, પોલીસે અવિનાશ કુમાર યાદવની ધરપકડ કરી છે. પોલીસે તેના પર ઇન્ડિયન પીનલ કોડ 354 નીચે ધરપકડ કરી છે. તેના પર આરોપ છે કે, તે સ્નાન કરતી હતી ત્યારે તેનો વીડિયો ઉતારતો હતો.
કપુરબાવડી પોલીસ સ્ટેશનમાં આ મહિલાએ વિદ્યાર્થી સામે ફરિયાદ કરી છે. તેણીએ પોલીસ ફરિયાદમાં આરોપ કર્યો છે કે, તે જ્યારે બાથરૂમમાં સ્નાન કરતી હતી ત્યારે બાથરૂમની બારીમાંથી અવિનાશ કુમાર યાદવે મોબાઇલથી વીડિયો ઉતારતો હતો. આ વાતથી ડઘાઇ ગયેલી મહિલાએ તેના પતિને જાણ કરી હતી. તેના પતિએ તાત્કાલિક અવિનાશનો મોબાઇલ જપ્ત કરી લીધો હતો. જો કે, અવિનાશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો.
જો કે, શેરીમાં રહેતા લોકોએ અવિનાશને પકડી લીધો હતી. તેના મોબાઇલમાંથી આ વિસ્તારમાં રહેતા પુરુષો અને મહિલાઓનાં ફોટા અને વીડિયો મળ્યા હતા.. પોલીસે અવિનાશની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર