Home /News /national-international /

પરાળી સંકટ: ખેતરની સાથે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ સંકટ

પરાળી સંકટ: ખેતરની સાથે માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ સંકટ

હરિત ક્રાંતિ બાદ નવા બંધ બન્યા જેથી કેનાલો બની અને દરેકને પાણી પૂરું પડ્યું. સાથે જ પાકમાં સુધાર આવ્યો છે.

હરિત ક્રાંતિ બાદ નવા બંધ બન્યા જેથી કેનાલો બની અને દરેકને પાણી પૂરું પડ્યું. સાથે જ પાકમાં સુધાર આવ્યો છે.

રાકેશ કુમાર માલવીય

દેશના ખેતરો થોડા દિવસો અગાઉ લીલાછમ હતા. ગરમી વધી તેમ તેમ તેનો રંગ પીળો પડવા લાગ્યો. આજ ધરતી પર બીજને પાણી અને ખાતર મળતાં આપણને ઉપહાર આપ્યો. પરંતુ જેવી લણણી થઇ કે તેને સળગાવી દેવામાં આવ્યું. એટલું જ નહીં તેની સાથે ઘણા નાના જીવો પણ મરી ગયા. પશુ પક્ષીઓને પણ નુકશાન થયું. હું મધ્યપ્રદેશના એવા જિલ્લામાંથી આવું છું, જેને મધ્યપ્રદેશનું પંજાબ કહેવાય છે.

ઉત્પાદનના મામલે નર્મદાના કાંઠાની આ જમીન પંજાબના કોઈ પણ જિલ્લાની જમીનને ટક્કર આપે તેવી છે. લાલચ મનુષ્યને બરબાદ કરી નાખે છે, જેનાથી તે ક્યારેય કુદરતનું ભલુ વિચારી શકતો નથી. હરિત ક્રાંતિ બાદ નવા બંધ બન્યા જેથી કેનાલો બની અને દરેકને પાણી પૂરું પડ્યું. સાથે જ પાકમાં સુધાર આવ્યો છે. અગાઉ વરસાદ આધારિત ખેતી થતી હતી. એ સમયે પાકતા અનાજમાં જેમાં એવા પ્રકારના પોષકતત્વો ઉપલબ્ધ હતા કે જે આજના સમયની જીવનશૈલીને સુધારવા માટે લાભદાયી છે.

હરિત ક્રાંતિ બાદ જિલ્લામાં અનેક સુધારા જોવા મળ્યા. ઘઉં, ચણા અને સોયાબીનની ખેતી થવા લાગી. સોયાબીનની ખેતી વધતા ચણાની ખેતી બંધ થઈ. સોયાબીનનો પાક પણ બગડવા લાગ્યો અને ઉત્પાદન ઘટવા લાગ્યું. એટલું જ નહીં અમારા જિલ્લામાં ઘઉંની ઉપજ પણ ઘટી ગઈ. જે બાદ રિસર્ચમાં જાણવા મળ્યું કે, સોયાબીનને કારણે જમીન ઉજ્જડ બની રહી છે. તેથી સોયાબીનના બદલે ડાંગર પાકવવા લાગ્યા.

મહિસાગર: કોરોનાના કહેર વચ્ચે લગ્નમાં યોજાયો કમલેશ બારોટનો ડાયરો, બે હજારથી વધુ લોકો ભેગા થયા

ગરમીમાં મગનું ઉત્પાદન વધુ થવા લાગ્યું. હવે આ જિલ્લામાં મુખ્યરૂપે ઘઉં, ડાંગર, સોયાબીન અને મગની ખેતી કરવામાં આવી. જેમાં ઉત્પાદન તો વધવા લાગ્યું પરંતુ પોષણમાં ઘટાડો થયો.

આ જમીન પર પર્યાવરણીય સંકટ ઊભું થયું છે. ઘઉંના પાકની કાપણી બાદ મગનું વાવેતર કરવા માટે ખેડૂતો પાસે વધુ સમય રહેતો નથી. ઘઉં અને મગના પાક વચ્ચે સમય ના મળતો હોવાથી ખેડૂતો પાસે ઘઉંની નરવાઈ સળગાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. ગત વર્ષે નરવાઈની આગમાં 12 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા અને પાકને પણ ઘણું નુકસાન થયું હતું. આ વર્ષે પણ ઊભા પાક બળવાના અનેક સમાચાર સામે આવી રહ્યા છે.

દેશના અનેક હિસ્સાઓમાં ઘઉંના પાકની વાવણી બાદ ખેતરોને આ પ્રકારે જ સાફ કરવામાં આવે છે. જેના કારણે માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ વાતાવરણને પણ નુકસાન થાય છે. આ પ્રકારની સમસ્યા દિલ્હીમાં જોવા મળી હતી. જેનાથી લોકોને આંખની બળતરા થવા લાગી હતી. સફર પોર્ટલ અને સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ઓક્ટોબર-નવેમ્બર 2019માં દિલ્હીમાં પીએમ સ્તર 2.5માં 2થી લઈને 44 ટકા સુધી હતું. પરાળ સળગાવવાથી આવું થતું હોવાનું જાણવા મળ્યું હતું.

છત્તીસગઢના જગદલપુર પહોંચ્યા અમિત શાહ, શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

આ પ્રકારના નુકસાનથી રાહત મેળવવા માટે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એનસીઆરમાં સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા હતા. જેમાં ઉપયોગમાં આવતા મશીન પર 50 ટકાથી 80 ટકા સુધીની રાહત આપવામાં આવી છે. જે માટે 30 હજાર કસ્ટમ હાયરિંગ કેન્દ્રની સ્થાપના તથા એક લાખથી વધુ મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે અત્યાર સુધીમાં અંદાજે 1726 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે ખેડૂત પરાળ બાળતા નથી, તેમને સહાય પણ આપવામાં આવે છે. જેનાથી આગની ઘટનાઓમાં 30 ટકા સુધીનો ઘટાડો થયો છે.

ઓછા ખર્ચમાં ખેતરને સાફ કરવાના કારણે દેશ સાથે પર્યાવરણીય સંકટ પણ ઊભું થઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં નરવાઈ બાળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. નરવાઇ સળગાવવા પર 15 હજાર સુધીનો દંડ ચૂકવવાનો રહે છે. તેમજ જે ખેડૂતો આ પ્રકારે નરવાઈ બાળતા નથી તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે.
First published:

Tags: Madhya pradesh, Stubble burning, ખેડૂત

આગામી સમાચાર