વૈજ્ઞાનિકોએ શાકાહારીઓની ઉત્ક્રાંતિને લઈ નવા સંશોધનમાં ચોંકાવનારા પરિણામ લોકો સમક્ષ મુક્યા છે. 252 મિલિયન વર્ષો પહેલા 90 ટકાથી વધુ પ્રજાતિઓનો નાશ કરી ચૂકેલા ‘ગ્રેટ ડાઈન્ગ’ બાદ પણ વનસ્પતિ ખાતા શાકાહારીઓ બચી ગયા હતાં. તેમના જડબા અને દાંતના કારણે તેઓ ટકી શક્યા હતા.
બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકોએ શોધી કાઢ્યું કે, બાકીના શાકાહારીઓ વિવિધ પ્રકારના છોડને આરોગતા હતા. લુપ્ત થયા પછી વધેલા શાકાહારી પ્રાણીઓ કડક છોડ ખાવા તરફ વળ્યા હતાં. આવા છોડ ખાવાની ક્ષમતા જેનામાં હતી તેવા પ્રાણીઓ ટકી શક્યા હતા. ઇન્ડિયા એજ્યુકેશનડાયરીના મત મુજબ સૌથી પહેલા આવેલા ડાયનાસોર સૌથી મજબૂત શાકાહારીઓ હતા.
અત્યાર સુધીના સૌથી ભયાનક સામુહિક વિનાશ ગણાતા પર્મીયન વિનાશના કારણે આજથી 251-252 મિલિયન વર્ષો પહેલા ટ્રાયસિક સમય દરમિયાન ઇકોસિસ્ટમ્સને પુનઃજીવન મળ્યું હતું. આ સમયગાળામાં અલગ અલગ જાતના છોડ અને પ્રાણીઓને જીવન મળ્યું હતું. આ અભ્યાસ બ્રિસ્ટલની સ્કૂલ ઓફ અર્થ સાયન્સના ડો. સુરેશ સિંહની આગેવાનીમાં થયો હતો. જે નેચર કોમ્યુનિકેશનમાં પ્રકાશિત થયો હતો. જેમાં લુપ્તતા પછીના સમયગાળા વિશે તાજા પુરાવા પૂરા પાડ્યા છે.
ડો. સુરેશે નોંધ્યું કે, કોઈપણ ઇકોસિસ્ટમના મુખ્ય પ્રાણીઓ શાકાહારી હોય છે. આ પ્રાણીઓ સામૂહિક વિનાશ થયા પછી કપરા સમયમાં વિશિષ્ટતાના નોંધપાત્ર પુરાવા રજૂ કરે છે તેવું અમને જાણવા મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગ જેવા પર્યાવરણના બદલાવ અને એસિડ વરસાદના કારણે ઘણી પ્રજાતિઓ નાશ પામી. આ પર્યાવરણીય બદલાવ સમયાંતરે પાછા ફરતા હોય છે, પરંતુ બચી ગયેલા જીવ નવા આહારની શોધખોળ કરવા તૈયાર હોય છે.
ડો. સુરેશના સહયોગી ડો. ટોમ સ્ટબ્સે જણાવ્યું હતું કે, "શાકાહારીઓમાં ચોક્કસ વિશેષતા શોધવાથી ચોંકી જવાયું હતું. ડો. ટોમે સમજાવ્યું કે, વિનાશમાંથી જે જૂથો બચી ગયા તેને "ઇન્જેશન જનરલિસ્ટ્સ, પ્રિહેન્શન સ્પેશિયાલિસ્ટ, હેવી ઓરલ પ્રોસેસર" તરીકે વર્ગીકૃત કરી શકાય છે. આ નામ તેમના જડબાં અને દાંતની તાકાત દર્શાવે છે.
સૌથી વિનાશકારી સમય નજીક 80 મિલિયન વર્ષો પહેલાના સમયગાળાનો અભ્યાસ કર્યો હતો. જેમાં સૌપ્રથમ શાકાહારી ડાયનોસોરને આવરી લેવાય હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર