Home /News /national-international /રશિયાની અર્થવ્યવસ્થા પર જોરદાર ફટકો, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ લગાવ્યા આ કડક નિયંત્રણો, પુતિન અને સહયોગીઓની સંપત્તિ પણ સીલ

રશિયાની અર્થવ્યવસ્થા પર જોરદાર ફટકો, અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ લગાવ્યા આ કડક નિયંત્રણો, પુતિન અને સહયોગીઓની સંપત્તિ પણ સીલ

પુતિન અને સહયોગીઓની સંપત્તિ પણ સીલ

Several Economic Sanctions on Russia: યુક્રેન પર રશિયાના હુમલાને લઈને અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનથી ખૂબ નારાજ છે અને આ દેશોએ રશિયા પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. તેમાં બેન્કિંગ, ફાઇનાન્સિયલ સિસ્ટમ્સ, ડિફેન્સ અને ટેક્નોલોજી સેક્ટરનો સમાવેશ થાય છે. આ સિવાય રાષ્ટ્રપતિ પુતિન અને તેમના સહયોગીઓની મિલકતો પણ સીલ કરવામાં આવી છે.

વધુ જુઓ ...
  લંડનઃ યુક્રેન (Ukraine-Russia War) પર થયેલા હુમલા બાદ પશ્ચિમ સહિત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓએ રશિયા સામે કડક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) કહ્યું કે તેમના દેશ પર લાદવામાં આવેલા પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે. અમેરિકા સહિત ઘણા દેશોએ પુતિન અને તેના સહયોગીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.

  અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયાની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે નુકસાન પહોંચાડવા માટે શ્રેણીબદ્ધ રીતે અને અલગ અલગ રીતે નીચેના પ્રતિબંધોની જાહેરાત કરી છે.

  આ પણ વાંચો-રશિયાએ યુક્રેન પર કર્યો વેક્યુમ બોમ્બનો ઉપયોગ, જાણો કેટલો ઘાતક છે આ બોમ્બ

  પુતિન અને સાથીઓની સંપત્તિ સીલ - યુએસ, યુરોપિયન યુનિયન, બ્રિટન અને કેનેડાએ રાષ્ટ્રપતિ પુતિન અને તેમના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવની સંપત્તિઓ સીલ કરી દીધી છે. વોશિંગ્ટને બંને નેતાઓ પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ યુરોપિયન યુનિયને એવું કર્યું નથી કારણ કે જો સ્થિતિ સુધરશે તો વાતચીતની સ્થિતિ આવી શકે છે. જોકે, યુરોપિયન યુનિયને અન્ય રશિયન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. જેમાં રશિયાના નાયબ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. પુતિન ત્રણ વિશ્વ નેતાઓ સાથે જોડાયા છે જેમને યુરોપિયન યુનિયન દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં સીરિયાના બશર અલ-અસદ અને બેલારુસના એલેક્ઝાન્ડર લુકાશેન્કોનો સમાવેશ થાય છે.

  રશિયન ઉદ્યોગપતિઓ પર પણ ગાળીયો કસાયો- અમેરિકા, યુરોપિયન યુનિયન અને યુકેએ બિઝનેસ ટાયકૂન અલીશર ઉસ્માનોવ જેવા અગ્રણી રશિયન ઉદ્યોગપતિઓને બ્લેકલિસ્ટ કર્યા છે. રશિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપની રોસનેફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી ઇગોર સેચિન, તેલ ઉત્પાદક ટ્રાન્સનેફ્ટના વડા નિકોલાઈ ટોકરેવ પણ આમાં સામેલ છે. તો આ જ સમયે કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પણ કેટલાક નિયંત્રણો જાહેર કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ ઘણા અગ્રણી રશિયન નાગરિકો અને સંસદસભ્યો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે.

  આ પણ વાંચો- યુક્રેનનો દાવો - રશિયન મેજર જનરલને ઠાર માર્યો, બેલારુસમાં ત્રીજા રાઉન્ડની વાતચીત પણ નિષ્ફળ

  સેન્ટ્રલ બેંક અને રશિયાની નાણાકીય સિસ્ટમને નુકસાન- યુએસ, યુરોપિયન યુનિયન, સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, કેનેડા અને અન્ય દેશોએ રશિયાની સેન્ટ્રલ બેંક, નાણા મંત્રાલય અને સંપત્તિ ભંડોળ સાથેના વ્યવહારો પર પ્રતિબંધ મૂક્યો છે. સાથે જ આ ત્રણ સંસ્થાઓની વિદેશી મિલકતોને પણ સીલ કરવામાં આવી છે.

  7 રશિયન બેંકોને SWIFT મેસેજિંગ સિસ્ટમમાંથી બહાર કાઢવામાં આવી હતી. જેના કારણે આ બેંકો વૈશ્વિક વ્યવહારો કરી શકશે નહીં. જ્યારે રશિયામાં વિઝા, માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, પેપાલ અને અન્ય પેમેન્ટ નેટવર્ક બ્લોક કરવામાં આવ્યા છે.
  " isDesktop="true" id="1186685" >

  એરલાઇન્સ પર પ્રતિબંધ- યુરોપિયન યુનિયન, યુએસ, કેનેડા અને યુકેએ રશિયા માટે તેમની એરસ્પેસ બંધ કરી દીધી છે. તમામ રશિયન એરક્રાફ્ટને તેના પ્રદેશમાં ટેક ઓફ અથવા લેન્ડિંગ કરવા પર પ્રતિબંધ છે. યુરોપિયન યુનિયનએ રશિયાને તમામ વિમાનો, તેમના ભાગો અને સાધનોની નિકાસ, વેચાણ, સપ્લાય અથવા ટ્રાન્સફર પર પ્રતિબંધ મૂક્યો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Russia ukraine news, Russia ukraine war, Ukraine news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन