દિલ્હીમાં ઇઝરાયેલના દૂતાવાસ બહાર બ્લાસ્ટ, દેશભરમાં એલર્ટ

ઇઝરાયેલના દૂતાવાસ બહાર જોરદાર ધમાકો

દિલ્હી પોલીસને બ્લાસ્ટનો કોલ મળતા જ પોલીસની સ્પેશ્યલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

  • Share this:
    નવી દિલ્હી : રાજધાનીના ઔરંગઝેબ રોડ પર ઇઝરાયેલના દૂતાવાસ સામે જોરદાર ધમાકાના સમાચાર આવી રહ્યા છે. દિલ્હી પોલીસને બ્લાસ્ટનો કોલ મળતા જ પોલીસની સ્પેશ્યલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, જ્યાં ઘણા ગાડીઓના કાચ તૂટેલા જોવા મળ્યા હતા. દિલ્હીના અતિ સુરક્ષિત વિસ્તારમાં થયેલા બ્લાસ્ટથી દેશભરના 63 એરપોર્ટ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. CISFએ કહ્યું કે 63 એરપોર્ટની સાથે મહત્વપૂર્ણ સંસ્થાઓ, સરકારી ઈમારતોની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

    પોલીસનું કહેવું છે કે ધમાકા વિશે કરેલ કોલમાં ઇઝરાયેલ મેંશન નથી. ધમાકો દૂતાવાસની પાસે એક બંગલામાં થયો છે. અત્યાર સુધી કોઇ ઇજાગ્રસ્ત થયા હોય તેવી માહિતી નથી. જોકે ધમાકાની સૂચના મળતા ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ પહોંચી ગઈ છે.

    આ પણ વાંચો - અમદાવાદ : મેમોને નજર અંદાજ કરનાર ચેતજો, જો મેમો આવ્યો છે તો આજે નહીં તો કાલે ભરવો જ પડશે

    દિલ્હી પોલીસનું માનવું છે કે આ લો ઇન્ટેસિટીનો બ્લાસ્ટ છે. કોઈના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી. ત્રણ ગાડીઓને નુકસાન થયું છે. પોલીસ તેને શરારતી તત્વોની કરતૂત બતાવી રહી છે.

    ફાયરબ્રિગેડ વિભાગનું કહેવું છે કે ચારથી પાંચ ગાડીઓના કાચ તૂટ્યા છે. ધમાકો દૂતાવાસની પાસે 6 નંબરના બંગલામાં થયો છે. જાણકારી પ્રમાણે ધમાકાને લઈને દિલ્હી પોલીસની સ્પેશ્યલ ટીમ તપાસમાં લાગી ગઈ છે. આ વિશે વધારે જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ગત ડિસેમ્બર મહિનામાં જાસુસી એજન્સીઓએ ભારતમાં રહેનાર ઇઝરાયેલ નાગરિકો, ચબદ હાઉસ (Chabad House) અને તેના ફેસ્ટિવલ પર હુમલાનું એલર્ટ જાહેર કર્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: