Home /News /national-international /

પાક. પરની સ્ટ્રાઇથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે: BJP નેતા

પાક. પરની સ્ટ્રાઇથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે: BJP નેતા

ભાજપનાં નેતા યેદુરપ્પા

કર્ણાટકામાં ભાજપની 16 લોકસભા બેઠકો છે. કોંગ્રેસ પાસે 10 બેઠકો છે. જનતાદળ (સેક્યુલર) પાસે બે લોકસભા બેઠકો છે.

  બેંગલુરુ: એક તરફ સમગ્ર દેશ પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય પાયોલટની સુરક્ષા વિશે પ્રાર્થના કરે છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનાં નેતા પાકિસ્તાન ભારતે કરેલી સ્ટ્રાઇકથી લોકસભા ચૂંટણીમાં ભાજપને કેટલો ફાયદો થશે તેની ગણતરીઓ કરવા લાગ્યા છે.

  કર્ણાટકા ભાજપ પ્રમુખ બી.એસ. યદુરપ્પાએ કહ્યું કે, ભારતે પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઇકને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફેણમાં દેશમાં વાતાવરણ બન્યુ છે અને આ વાતાવરણને કારણે કર્ણાટકની 28 લોકસભા બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપને જીત મળે તેવી શક્યતાઓ છે.

  યદુરપ્પાએ વધુમાં જણાવ્યું કે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂંસીને આતંકવાદી કેમ્પોનો ખાત્મો બોલાવ્યો. આ હુમલાને કારણે સમગ્ર દેશમાં મોદી તરફી વેવ બન્યો છે. આની અસર આગામી લોકસભા ચૂંટણીમાં જોવી મળશે.”

  પત્રકારો સાથે વાતચીત કરતા ભાજપ નેતાએ કહ્યું કે, પાકિસ્તાન પર કરેલી સ્ટ્રાઇકથી યુવાનોમાં જોશ આવ્યો છે. આ બધી જ બાબતો ભાજપને કર્ણાટકામાં 22 બેઠકો જીતવામાં મદદરૂપ થશે”.

  યદુરપ્પાએ વધુમાં ઉમેર્યુ કે, આપણા 40 જવાનો શહીદ થયા પછી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પાઠ ભણાવવાની તાકાત બતાવી છે. તેમણે કહ્યું હતું કે, શહીદોનાં લોહીનાં એક એક ટીપાનો બદલો લઇશુ. મોદીએ જે કહ્યું કે, તેમણે પાળીને બતાવ્યુ છે. બધાએ તેમના આ કાર્યને વધાવ્યુ છે. વિરોધ પક્ષોએ પણ તેમના આ કાર્યને આવકાર્યુ છે”.

  હાલની સ્થિતિએ કર્ણાટકામાં ભાજપની 16 લોકસભા બેઠકો છેય કોંગ્રેસ પાસે 10 બેઠકો છે. જનતાદળ (સેક્યુલર) પાસે બે લોકસભા બેઠકો છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: India-Pakistan Tension, Lok sabha polls, કર્ણાટક, પીએમ મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन