આતંકવાદીઓ પર સેનાની સ્ટ્રાઇક, PoKના લોકોએ કહ્યુ- લાગ્યું બધું બરબાદ થઈ જશે

પ્રતીકાત્મક તસવીર

PoKમાં વસતા લોકોને ડર છે કે, પાકિસ્તાનના ગુનાઓની સજા તેમને ન ભોગવવી પડે

 • Share this:
  મુજફ્ફરાબાદ : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સક્રિટ ટેરર લૉન્ચ પેડ્સની વિરુદ્ધ કરવામાં આવેલી ભારતીય સેના (Indian Army)ની કાર્યવાહી બાદ ત્યાં રહેનારા લોકોની વચ્ચે ઘણો ડરનો માહોલ છે. લોકોને એ વાતનો ડર છે કે ક્યાંક પાકિસ્તાન (Pakistan)ના ગુનાઓની સજા તેમને ન ભોગવવી પડે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, PoKના રહેવાસીઓનો દાવો છે કે જે પ્રકારે ભારતીય સેના આતંકવાદીઓના લૉન્ચ પેડ્સને ખતમ કરવા માટે ગોળા વરસાવી રહી હતી, તેનાથી એવું લાગી રહ્યું હતું કે, ત્યાંની દરેક વસ્તુ ખતમ કરી દેશે.

  જોકે, ભારતીય સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં રહેણાંક વિસ્તારોમાં કોઈ ગોળીબાર નથી કર્યો. PoKના અનેક રહેવાસીઓને ભારતીય સેનાની કાર્યવાહીના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. કેટલાક સ્થાનિક લોકોએ દાવો કર્યો કે સેનાની કાર્યવાહીમાં આતંકવાદી લૉન્ચ પેડ્સને સારું એવું નુકસાન થયું છે.

  6-10 પાક. સૈનિકોને ઢાળી દીધા

  નોંધનીય છે કે, સેના પ્રુમખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)એ પણ રવિવારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરની બીજી તરફ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 6થી 10 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા અને ત્રણ આતંકવાદી શિબિર નષ્ટ કરવામાં આવ્યા.

  સેના પ્રમુખે કહ્યુ કે, ભારતીય સૈનિકોની કાર્યવાહીમાં એક અન્ય આતંકવાદી શિબિર (કેમ્પ)ને ગંભીર નુકસાન થયું છે. સાથોસાથ, નિયંત્રણ રેખાની બીજી તરફ આતંકવાદીઓના પાયાના માળખાને જવાબી કાર્યવાહીમાં ખાસ નુકસાન પહોંચ્યું છે.

  જનરલ રાવતે કહ્યુ કે, રક્ષા મંત્રીને જાણકારી આપવામાં આવી

  જનરલ રાવતે કહ્યુ કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh)ને જવાબી કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી છે. સેના પ્રમુખે કહ્યુ કે, તેમને (સિંહને) નિયમિત રીતે જાણ કરવામાં આવી છે. તેઓએ કહ્યુ કે, રક્ષા મંત્રી આ મુદ્દા પર સતત માર સંપર્કમાં છે.

  તેઓએ કહ્યુ કે, વિશેષ દરજ્જા (જમ્મુ-કાશ્મીરના)ને રદ કર્યા બાદથી અમે સીમા પારથી આતંકવાદીઓની ઘૂસણઓરી વિશે વારંવાર જાણકારી મળી રહી હતી. સેના પ્રમુખે કહ્યુ કે, અત્યાર સુધી, અમારી પાસે ઉપલબ્ધ સૂચના મુજબ, 6થી 10 પાકિસ્તાની સૈનિક માર્યા ગયા છે અને લગભગ એટલા જ આતંકવાદી ઠાર મરાયા છે. તેઓએ કહ્યુ કે, કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓ વિશે જાણકારી એકત્ર કરવામાં આવી રહી છે. જનરલ રાવતે કહ્યુ કે, સેનાને મળેલી ચોક્કસ માહિતી બાદ સીમા પર આતંકી શિબિરોને નિશાન બનાવવામાં આવ્યા.

  આ પણ વાંચો,

  તંગધારમાં ઘૂસણખોરી કરાવી રહી હતી પાક સેના, અમે નષ્ટ કર્યા 3 ટેરર કેમ્પ: સેના પ્રમુખ
  PoKમાં ટેરર કેમ્પ નષ્ટ થતા રઘવાયું બન્યું પાકિસ્તાન, ભારતીય રાજદૂતને સમન્‍સ પાઠવ્યા
  Published by:Mrunal Bhojak
  First published: