Home /News /national-international /IT નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સની વિરુદ્ધ નહીં થાય ‘કઠોર કાર્યવાહી’- કેરળ હાઈકોર્ટ

IT નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સની વિરુદ્ધ નહીં થાય ‘કઠોર કાર્યવાહી’- કેરળ હાઈકોર્ટ

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પી.બી. સુરેશ કુમારે આઇટી નિયમો હેઠળ NBAની વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો

કેરળ હાઈકોર્ટના જસ્ટિસ પી.બી. સુરેશ કુમારે આઇટી નિયમો હેઠળ NBAની વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો

તિરુવનંતપુરમ. કેરળ હાઈકોર્ટ (Kerala High Court)એ કહ્યું છે કે નવા આઇટી નિયમો (New IT Rules)નું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (News Broadcasting Association- NBA) ની વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી નહીં થાય. જસ્ટિસ પી.બી. સુરેશ કુમારે આઇટી નિયમો હેઠળ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનની વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં કરવાનો આદેશ આપ્યો. NBAએ ગુરૂવારે જણાવ્યું હતું કે કેરળ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નવા IT નિયમોને એ આધાર પર પડકાર આપ્યો છે કે તે સરકારી અધિકારીઓને મીડિયાની અભિવ્યક્તિની સ્વતંત્રતાને ‘અયોગ્ય રીતે પ્રતિબંધિત’ કરવા માટે ‘અતિશય વધારે અધિકાર’ પ્રદાન કરે છે.

NBAએ એક નિવેદન બહાર પાડી આ જાણકારી આપી હતી. તેમનું કહેવું છે કે આઇટી નિયમોના ભાગ III (ડિજિટલ મીડિયાના સંબંધમાં આચારસંહિતા, પ્રક્રિયા અને સુરક્ષા ઉપાય)ને પડકારવામાં આવી છે, કારણ કે તે ડિજિટલ સમાચાર મીડિયાની સામગ્રીને વિનિયમિત કરવા માટે કાર્યપાલિકાને નિરંકુશ અને અતિશય વધારે અધિકાર આપનારું નિયંત્રણ તંત્ર તૈયાર કરવાની શક્તિ પ્રદાન કરે છે.

આ પણ વાંચો, કોરોનાની ત્રીજી લહેર, 100% વેક્સીનેશન...સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને આ પડકારો પાર કરવા પડશે


આ પણ વાંચો, Cairn Energy: ફ્રાન્સમાં જપ્ત થશે ભારતની 20 સંપત્તિ, સરકારે કહ્યું- કોઈ નોટિસ નથી મળી

અનેક ડિજિટલ સમાચાર મીડિયા પ્લેટફોર્મ પહેલા જ દેશની વિવિધ હાઈકોર્ટોમાં 2021ના આઇટી નિયોમોને પડકારી ચૂક્યા છે અને કેન્દ્રએ પણ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવીને તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો અનુરોધ કર્યો છે.
First published:

Tags: Kerala High Court, NBA, New IT Rules, Social Media Guidelines, મોદી સરકાર