CAA અંગે પીએમ મોદીના નિવેદનથી રામકૃષ્ણ મિશને અંતર સાધ્યું, ટિપ્પણી કરવાનો ઇન્કાર

News18 Gujarati
Updated: January 13, 2020, 10:12 AM IST
CAA અંગે પીએમ મોદીના નિવેદનથી રામકૃષ્ણ મિશને અંતર સાધ્યું, ટિપ્પણી કરવાનો ઇન્કાર
હાવરાના બેલૂર મઠ ખાતે સંતો સાથે વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Twitter)

મિશનના મહાસચિવે જણાવ્યું કે, સંગઠન PMના નિવેદન પર કોઈ ટિપ્પણી નહીં કરે કારણ કે અમે બિન-રાજકીય સંગઠન છીએ

  • Share this:
કોલકાતા : પશ્ચિમ બંગાળના બેલૂર સ્થિત રામકૃષ્‍ણ મઠ અને મિશન (Ramakrishna Math and Mission)એ નાગરિકતા સંશોધન (Citizen Amendment Act) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નિવેદનથી અંતર સાધી દીધું છે. મિશને કહ્યું છે કે તેઓ બિન-રાજકીય સંગઠન છે. તેથી આવા મામલાઓ પર તેઓ કોઈ ટિપ્પણી નહીં કરશે. પીએમે અહીં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, નવા કાયદામાં કોઈની નાગરિકતા છીનવી લેવાની વાત નથી અને સમાજનો એક વર્ગ આ મુદ્દે યુવાઓને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

અમે બિન-રાજકીય સંગઠન

મિશનના મહાસચિવ સ્વામી સુવીરાનંદે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંગઠન પીએમના નિવેદન પર કોઈ ટિપ્પણી નહીં કરે કારણ કે અમે બિન-રાજકીય સંગઠન છીએ. અમે અમારા ઘર છોડીને અહીં ચિરકાલિક વિષયો પર વિચાર કરવા માટે આવ્યા છીએ. અમે એવા ક્ષણભંગુર મુદ્દાઓ પર વાત નથી કરતા. તેઓએ કહ્યું કે મોદી અમારા મહેમાન હતા. આ તેમની મરજી છે કે તેઓ શું બોલે છે.

પીએમે કહ્યું, કેટલાક યુવા ભ્રમનો શિકાર

પીએમે મિશનમાં કહ્યું હતું કે, આટલી સ્પષ્ટતા છતાંય, કેટલાક લોકો નાગરિકતા કાયદાને લઈ ભ્રમ ફેલાવી રહ્યા છે. જે વાત અહીં બેઠેલા બાળકોને સમજમાં આવી ગઈ તે અનેક રાજકીય પાર્ટીઓના લોકોને સમજમાં નથી આવી. મૂળે, તેઓ સમજવા જ નથી માંગતા. મોદીએ કહ્યું કે, CAAને લઈને દેશમાં ભારે ચર્ચા થઈ રહી છે. આ કાયદાને લઈ કેટલાક યુવા ભ્રમનો શિકાર છે. તેઓએ કહ્યું કે પશ્ચિમ બંગાળની ધરતીથી એક વાર ફરીથી તે લોકોને આશ્વસ્ત કરવા માંગે છે કે કાયદો નાગરિકતા આપવા માટે બનાવ્યો છે. છીનવી લેવા માટે નહીં.

'રાજનીતિનો ખેલ રમનારા લોકો નથી સમજવા માંગતા'પીએમ મોદીએ કહ્યું કે, તમે તેને ખૂબ સ્પષ્ટ રીતે સમજ્યો. પરંતુ રાજકીય રમત રમનારા જાણી જોઈને સમજવાથી ઇન્કાર કરે છે. CAA પર લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેલૂર મઠમાં ઉપસ્થિત લોકોને પૂછ્યું કે, શું ભારત આવેલા શરણાર્થીઓને મરવા માટે છોડી દેવા જોઈએ, શું તેમને લઈને આપણી જવાબદારી નથી. પીએમે કહ્યું કે આટલી સ્પષ્ટતા છતાંય કેટલાક લોકો નાગરિકતા સંશોધન કાયદાને લઈ ભ્રમ ફેલાવી રહ્યા છે. મને ખુશી છે કે આજના યુવા જ આવા લોકોનો ભ્રમ દૂર કરી રહ્યા છે.

આ પણ વાંચો, CAAના વિરોધ પર PM મોદીનો મમતા બેનર્જીને જવાબ! કહ્યું, કેટલાક નેતા જાણી જોઈને સમજવા નથી માંગતા
First published: January 13, 2020, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading