Home /News /national-international /OMG: કારના બૉનેટમાં ફસાઈને 60 કિમી દૂર નીકળી ગયું કુતરું, 5 વર્ષની બાળકીની જીદે ફરી ગલુડીયા સાથે મિલન કરાવ્યું

OMG: કારના બૉનેટમાં ફસાઈને 60 કિમી દૂર નીકળી ગયું કુતરું, 5 વર્ષની બાળકીની જીદે ફરી ગલુડીયા સાથે મિલન કરાવ્યું

કારના બોનેટમાં ફસાઈ કુતરુ 60 કિમી દૂર જતું રહ્યું

આ કિસ્સો કર્ણાટકનો છે. ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર સંતોષ રાય સુલિયા નજીકમાં આવેલા પાંજા રેન્જમાં તૈનાત છે. તેમની દીકરી સાનવી રસ્તા પર રહેલા કુત્તરાને દરરોજ ખાવાનું ખવડાવતી હતી. તેના ગલુડીયા થયા અને તે 3 ફેબ્રુઆરીએ અચાનક ગુમ થઈ ગઈ.

  • Local18
  • Last Updated :
Soumya Kalasa: ઘણા ડૉગ લવર હોય છે, જેમને પોતાના પાલતૂ જાનવરો સાથે ખૂબ પ્રેમ હોય છે. કેટલીય સ્ટ્રીટ ડૉગ્સને ખાવાનું ખવડાવે છે, તેની દેખરેખ રાખે છે અને તેમને ઠંડીથી બચાવે છે. કર્ણાટકની એક બાળકી અને તેના પિતાએ જે કર્યું તે વખાણવાલાયક છે. તેણે ગલુડીયાને પોતાની માતાની વિખૂટા પડ્યા હતા, તેમને ફરી એક કર્યા હતા. જેના માટે તેમને કેટલાય દિવસની મહેનત લાગી હતી. તેમને બસ એક નાનો એવો અણસાર મળ્યો અને 60 કિમીની મુસાફરી કરીને આ કુત્તરીને શોધી લાવ્યા. આ કિસ્સામાં સૌથી રોચક વાત એ છે કે, આ કુત્તરી કારના બોનટમાં ફસાઈને 60 કિમી દૂર જતી રહી હતી, જો કે સારી બાબત એ છે કે, તે જીવતી હતી અને પોતાના ગલુડીયા સાથે ફરી મળી ગઈ હતી.



આ કિસ્સો કર્ણાટકનો છે. ડેપ્યુટી ફોરેસ્ટ ઓફિસર સંતોષ રાય સુલિયા નજીકમાં આવેલા પાંજા રેન્જમાં તૈનાત છે. તેમની દીકરી સાનવી રસ્તા પર રહેલા કુત્તરાને દરરોજ ખાવાનું ખવડાવતી હતી. તેના ગલુડીયા થયા અને તે 3 ફેબ્રુઆરીએ અચાનક ગુમ થઈ ગઈ. સાનવી ખૂબ જ પરેશાન કરતી હતી. તેણે તેને શોધવા માટે ખૂબ મહેનત કરી, પણ તે ક્યાંય મળી નહીં. સાનવીને આ ગલુડીયાની ચિંતા થવા લાગી. જે પોતાની માતા માટે તડપી રહ્યા હતા.


કુત્તરીને જોતા જ દીકરી સાનવી ઓળખી ગઈ


સંતોષે જણાવ્યું કે, તે એક ન્યૂઝ પોર્ટલ પર સમાચાર વાંચી રહ્યા હતા. કુતરાનો અવાજ સાંભળીને તેમની દીકરી પણ આ સમાચાર જોવા લાગી. બલપામાં એક કારે કુતરાને ટક્કર મારી હતી અને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી કુતરાને શોધવાની કોશિશ કરી, પણ તે મળ્યો નહીં. ડ્રાઈવર કાર લઈને લગભગ 50 કિમી આગળ નીકળી ગયો અને કાર સર્વિસ કરાવવા માટે પુત્તૂર માટે 10 કિમી ફરી આગળ નીકળ્યો. તે ગેરેજ પહોંચ્યો તો, કુતરી બોનેટની અંદર ફસાયેલી હતી. તેને જેવું બહાર કાઢી કે તુરંત તે ભાગવા લાગી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.


વીડિયોની નીચે પોસ્ટ નાખી


સાનવીએ આ કુતરીને જોઈ તુરંત ઓળખી ગઈ, બાદ સંતોષ રાયે ન્યૂઝ પોર્ટલની વેબસાઈટ પર એક મેસેજ નાખ્યો અને દર્શકોને આ કુત્તરી જ્યાં પણ મળે તેના વિશે જાણ કરવા મદદ માગી. એક શખ્સે તેમને એવું કહીને બોલાવ્યા કે, પુત્તૂરમાં કાપડની દુકાન પાસે આ કુતરાને જોયો છે, જ્યાં તે કામ કરે છે.

કુતરાને જોતા જ ઓળખી ગઈ


અમુક મિત્રો સાથે સંતોષ રાય 4 ફેબ્રુઆરીએ પુત્તૂરમાં 60 કિમીની મુસાફરી કરી પહોંચ્યા. તેમણે કહ્યું કે, પહેલા તો અમને કુતરુ મળ્યું નહીં, બાદમાં અમને દુકાનથી લગભગ 200 મીટર દૂર પર તે દેખાઈ. તેણે તુરંત અમને ઓળખી લીધા. મેં તેને વ્હાલ કર્યું અને બાજૂમાં બોલાવી. એક વાર તો તેને વિશ્વાસ ન થયો. પણ એક વાર જ્યારે તેને વિશ્વાસ થઈ ગયો તે, તે ભાગે નહીં એટલા માટે તેને બાંધી દીધો અને કારમાં ઘરે લઈ આવ્યા. તેણે કહ્યું કે, મારી દીકરી આ જોઈને ખૂબ ખુશ થઈ ગઈ છે.
First published:

Tags: Dog, Karnataka news