Home /News /national-international /Canadian Work Permit: કેનેડિયન સરકારની વર્ક પરમિટને લઈને મોટી જાહેરાત, હજારો ભારતીયોને ફાયદો થશે

Canadian Work Permit: કેનેડિયન સરકારની વર્ક પરમિટને લઈને મોટી જાહેરાત, હજારો ભારતીયોને ફાયદો થશે

કેનેડિયન સરકારે વર્ક પરમિટને લઈને મોટી જાહેરાત કરી

Canadian Work Permit: ઓપન વર્ક પરમિટને લઈને કેનેડાની સરકારે શુક્રવારે કહ્યુ હતુ કે, ‘જે લોકો અહીંની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી રહ્યા છે. તેમણે બાળકો અને જીવનસાથીથી દૂર રહેવાનો કઠોર નિર્ણય લેવાની જરૂર નથી.’

    ઇન્ટરનેશનલ ન્યૂઝઃ કેનેડાની સરકારે ઓપન વર્ક પરમિટના નિયમમાં મોટો બદલાવ કર્યો છે. કેનેડાએ 2023થી ઓપન વર્ક પરમિટધારકોને પરિવાર સાથે રાખવાની મંજૂરી આપી દીધી છે. ઓપન વર્ક પરમિટ વિદેશી નાગરિકોને કેનેડામાં કોઈપણ કંપની અને કોઈપણ નોકરીમાં કાયદાકીય રીતે કામ કરવાની મંજૂરી આપે છે. ઓપન વર્ક પરમિટધારકોમાં મોટી સંખ્યામાં ભારતીય સામેલ છે. ત્યારે સરકારના આ નિર્ણયનો સૌથી વધુ લાભ ભારતીયોને થવાનો છે.

    ‘ધ ટ્રિબ્યૂન’ના રિપોર્ટ પ્રમાણે, કેનેડાના આવ્રજન, શરણાર્થી તેમજ નાગરિકતા મંત્રી સેઆન ફ્રાસેરે શુક્રવારે કહ્યુ હતુ કે, ‘આજે અમે એક ઘોષણા કરી રહ્યા છીએ કે જે કંપનીઓ માટે મજૂરોને શોધવા અને પરિવાર સાથે રહેવા માટે સરળ બનાવશે. કારીગરો જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી પરિવારને સાથે રાખી શકશે. આજે હું ઘોષણા કરી રહ્યો છું કે, જુદા-જુદા પ્રકારના અસ્થાયી કાર્યક્રમોના માધ્યમથી આવેલા આવેદકના જીવનસાથી અને તેમના બાળકો માટે ઓપન વર્ક પરમિટમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે.’

    આ પણ વાંચોઃ હવે કેનેડામાં મળી શકે છે એક્સપ્રેસ એન્ટ્રી

    ત્રણ તબક્કામાં આ નીતિ લાગુ થશે


    મંત્રીએ કહ્યુ હતુ કે, આ નીતિ 2 લાખથી વધુ શ્રમિકોના પરિવારને કેનેડામાં રાખવાની મંજૂરી આપશે. આ ઉપરાંત જે લોકો આવવાના છે તેઓ પણ પ્રિયજનને સાથે લાવી શકશે અને કામ કરી શકશે. અહીં આવ્યા પછી તેમના પરિવારજનો પણ કામ કરી શકશે. આ નીતિમાં ફેરબદલી સાથે આપ્રવાસન શરણાર્થી અને નાગરિકતા કેનેડાની આશા છે કે, 1 લાખથી વધુ પતિ-પત્ની સાથે રહી શકશે. ફ્રાસેરના જણાવ્યા પ્રમાણે, આ નીતિ પરિવર્તન ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે જેથી લોકોને આવવા અને પરિવારજનોને સાથે રાખવા માટે મંજૂરી આપી શકાય.

    આ પણ વાંચોઃ નોકરી માટે કેનેડા પહોંચેલા ભારતીયને 2 દિવસમાં નોકરીમાંથી કાઢી મૂક્યો

    પહેલા તબક્કામાં અસ્થાયી વિદેશી કર્મચારીને લાભ મળશે


    મંત્રી ફ્રાસેરના જણાવ્યા પ્રમાણે, પ્રથમ તબક્કામાં એ લોકો સામેલ છે કે જે અસ્થાયી વિદેશી કર્મચારી કાર્યક્રમ, ઇન્ટરનેશનલ મોબિલિટ પ્રોગ્રામ, પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પ્રોગ્રામમાં ઉચ્ચ વેતનધારાના માધ્યમથી આવે છે. નવા વર્ષની શરૂઆતમાં જ તે લોન્ચ કરવામાં આવે તેવી આશા છે. બીજા ચરણમાં ઓછા વેતનધારામાં આવતા લોકો માટે સમાન નિયમો સુધી પહોંચવાનો વિસ્તાર કરીને કોશિશ કરવામાં આવશે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Canada, H1-B visa, Visa

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन