Home /News /national-international /ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાનનો હાથ, ભારત-કેનેડા માટે ખતરોઃ રિપોર્ટ

ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાનનો હાથ, ભારત-કેનેડા માટે ખતરોઃ રિપોર્ટ

‘ધ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન’માં જણાવવામાં આવ્યું છે કે ખાલિસ્તાન મૂવમેન્ટ ભારત-કેનેડા માટે ખતરો બની ગયો છે

‘ધ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન’માં જણાવવામાં આવ્યું છે કે ખાલિસ્તાન મૂવમેન્ટ ભારત-કેનેડા માટે ખતરો બની ગયો છે

  નવી દિલ્હીઃ પંજાબ (Punjab)માં અનેક વર્ષો સુધી ખાલિસ્તાની આતંકવાદીઓએ (Khalistani Terrorists) પોતાનો પગપેસારો કર્યો અને રાજ્યની શાંતિને ખતમ કરવા માટે ભરપૂર પ્રયાસ કર્યા. તેના કારણે પંજાબ ઉપરાંત અન્ય દેશોમાં પણ ખતરો ઊભો થઈ ગયો. હવે કેનેડા (Canada)થી એક રિપોર્ટ સામે આવ્યો છે કે પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદીઓને ઊભા કરવામાં પાકિસ્તાન (Pakistan)નો મોટો હાથ રહ્યો. પાકિસ્તાને ખાલિસ્તાનને પ્રોત્સાહન આપ્યું, જેની અસર ભારત (India)ની સાથોસાથ કેનેડા (Canada)માં પણ પડી.

  મેકડોનાલ્ડ-લૉયર ઇન્સ્ટીટ્યૂટ (Macdonald-Laurier Institute)ના રિપોર્ટ ખાલિસ્તાન- ધ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન (Khalistan: The Project of Pakistan)માં જણાવવામાં આવ્યું છે કે ખાલિસ્તાન મૂવમેન્ટ ભારત-કેનેડા માટે ખતરો બની ગયો છે. દશકોથી કેનેડામાં ખાલિસ્તાન સમર્થક સમૂહો પર નજર રાખનારા દિગ્ગજ પત્રકાર ટેરી મિલ્વાઇસ્કી (Terry Milewski)ના રિપોર્ટ મુજબ, પાકિસ્તાનના સમર્થનવાળા ખાલિસ્તાન સમૂહ કેનેડામાં ચરમપંથીઓનું સમર્થન કરે છે, જેમાં આતંકવાદીઓ પણ સામેલ છે.

  જોકે, કેનેડા સરકાર પહેલા જ કહી ચૂકી છે કે તેઓ ખાલિસ્તાન પર નવેમ્બરમાં યોજાનારા તથાકથિત જનમત સંગ્રહને શીખ ફૉર જસ્ટિસ જેવા સમૂહો દ્વારા માન્યતા નહીં આપે, જેને 2019માં ભારત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રિપોર્ટમાં ચેતવણી આપતાં કહેવામાં આવ્યું છે કે આ પગલું ‘ઓક્સીજન’ પ્રદાન કરે છે જે ચરમપંથી વિચારધારાઓને પ્રોત્સાહન આપે છે.

  આ પણ વાંચો, India-China Standoff: પેન્ગોગની અગત્યની ચોટીઓ પર ભારતે મજબૂત કરી પકડ, મોટી સંખ્યામાં સૈનિક તૈનાત

  રિપોર્ટને લઈ કેનેડાના પૂર્વ કેબિનેટ મંત્રી ઉજ્જવલ દોસાંઝ અને થિન્ક ટેન્કના પ્રોગ્રામ ડાયરેક્ટર શુવાલૉય મજૂમદારે કહ્યું કે, મિલવસ્કીનો આ રિપોર્ટ ખાલિસ્તાન આંદોલનમાં પાકિસ્તાનના સમર્થનને સમજવા માટે ઘણો અગત્યનો છે. આ ઉપરાંત, દુનિયાના બે સૌથી અગત્યના લોકતંત્રમાં ચરમપંથ અને આતંકવાદના કેમ્પનેને સમજવા માટે પણ સારો રિપોર્ટ છે.

  નોંધનીય છે કે, જસ્ટિન ટ્રૂડો સરકારે 2015-19 દરમિયાન પોતાના કાર્યકાળમાં ખાલિસ્તાન સમર્થક સમૂહો પ્રત્યે કથિત નરમ વલણ દર્શાવ્યું હતું, જેના કારણે ભારત-કેનેડાના સંબંધોમાં ખટાશ આવી હતી. કેનેડામાં લિબરલ પાર્ટીની સરકારે ખાલિસ્તાન સમર્થક સમૂહોની ગતિવિધિઓને મંજૂરી આપવા પાછળનું એક મોટું કારણ અભિવ્યક્તિની આઝાદી ગણાવ્યું હતું.

  આ પણ વાંચો, સર્વધર્મ પૂજાથી લઈને વૉટર સેલ્યૂટ સુધી, IAFમાં આવી રીતે સામેલ થયા રાફેલ

  પોતાના રિપોર્ટમાં મિલવસ્કીએ ખાલિસ્તાની આંદોલનને પુનર્જીવિત કરવાના પાકિસ્તાનના પ્રયાસો વિશે વિસ્તારપૂર્વક જણાવ્યું છે. તેઓ લખે છે કે, કોઈ ફરક નથી પડતો કે ખાલિસ્તાન આંદોલન ભારતમાં કેટલું ઓછું છે, કારણ કે તે હજુ પણ પાકિસ્તાનમાં સક્રિય છે, જ્યાં તેઓ ભારતની વિરુદ્ધ શીખ અલગતાવાદીઓ સાથે કામ કરી રહ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Canada, Khalistan, આતંકવાદ, પાકિસ્તાન, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन