રોહિત શેખર હત્યા : ફોરેન્સિક રિપોર્ટમાં દાવો- નશીલી દવા આપી, ગળું દબાવી દીધું

News18 Gujarati
Updated: April 24, 2019, 1:25 PM IST
રોહિત શેખર હત્યા : ફોરેન્સિક રિપોર્ટમાં દાવો- નશીલી દવા આપી, ગળું દબાવી દીધું
રોહિત શેખર તિવારી (ફાઇલ ફોટો)

રોહિતનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી અને તેને બેભાન કરવા માટે કોઈ દવા પણ આપવામાં આવી હતી

  • Share this:
રોહિત શેખર હત્યા કેસમાં તેમની પત્ની અપૂર્વા શુક્લાની પોલીસે ધરપકડ કરી લીધી છે. સીબીઆઈના ફોરેન્સિક ટીમને આ મામલામાં અનેક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા જેના આધારે આ કેસ ઉકેલાતો જઈ રહ્યો છે. ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે કે રોહિતનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને તેને બેભાન કરવા માટે કોઈ દવા પણ આપવામાં આવી હતી. રોહિતની ગરદન પર આંગળીઓના નિશાન પણ મળી આવ્યા છે.

તપાસમાં સામે આવ્યું છે કે રોહિતનું મોત ઓક્સિજનના અભાવે થયું છે અને તેમના હાથ-પગ પણ બ્લૂ થઈ ગયા હતા. પોલીસને શક પણ છે કે રોહિતની હત્યા ગુસ્સામાં કરવામાં આવી કારણ કે તેમના શરીર પર નાના-નાના ઘા મળ્યા છે. રોહિતના પેટમાંથી આલ્કોહોલ અને પચ્યા વગરનું ખાવાનું પણ મળ્યું છે, જેનાથી ખબર પડે છે કે તેઓએ થોડા સમય પહેલા જ ભોજન લીધું હતું. તેમના શરીરમાંથી એક દવાના અંશ પણ મળ્યા છે જેની તપાસ ચાલુ છે.

રોહિતની પત્ની અપૂર્વા ઉપરાંત ઘરમાં ઉપસ્થિત બે નોકરોના નિવેદન પર પોલીસને શક થયો હતો ત્યારબાદ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યો. તપાસમાં સામે આવ્યું કે કેમેરાને આ દરમિયાન બંધ કરી દેવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અડધી રાથ બાદ અપૂર્વા સીસીટીવીમાં ફર્સ્ટ ફ્લોર પર જતી જોવા મળી હતી, જ્યારે નોકરો મુજબ તે રાત્રે 2.30 વાગ્યા સુધી ગ્રાઉન્ડ ફ્લોર પર ક્રાઇમ સિરિયલ જોઈ રહી હતી.

આ પણ વાંચો, રોહિત શેખરની હત્યાના આરોપમાં પત્ની અપૂર્વ શુક્લાની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, દિવંગત એનડી તિવારીની પત્ની અને રોહિત શેખરની માતા ઉજ્જવલાએ શુક્રવારે કહ્યું હતું કે તેમના દીકરા અને પુત્રવધૂ અપૂર્વાની વચ્ચે સંબંધો સારા નહોતા. તેઓએ કહ્યું હતું કે આ મારા માટે આંચકારૂપ છે. હું વિશ્વાસ નથી કરી શકતી કે મારા દીકરાની હત્યા કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે એવું શું હતું કે રોહિત બપોરના 4 વાગ્યા સુધી ઊંઘતો હતો. શેખર અને તેની પત્નીની વચ્ચે લગ્નના પહેલા દિવસથી જ વિવાદ હતો.
First published: April 24, 2019, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading