Home /News /national-international /J&Kથી ન્યૂઝ રિપોર્ટ મોકલવા માટે આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પત્રકાર

J&Kથી ન્યૂઝ રિપોર્ટ મોકલવા માટે આ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પત્રકાર

મીડિયા સુવિધા કેન્દ્રમાં પત્રકારોની ભીડ

સરકારે મીડિયા સુવિધા કેન્દ્ર ઊભું તો કર્યુ છે પરંતુ એક મેઇલ મોકલવા માટે કલાકો રાહ જોવી પડે છે

જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરની એક હોટલનો કોન્ફરન્સ હોલ પત્રકારોથી ભરાયેલો છે. અહીં એક ઈમેલ કરવા માટે ક્યારેક કલાકો રાહ જોવી પડે છે. અહીં એક ખૂણામાં ચાર કોમ્પ્યુટર છે, જ્યાં પત્રકારોની આવ-જા ચાલતી રહે છે. હંમેશા આ કોમ્પુટરોની ફ્લેશ ડ્રાઇવ તૈયાર રહે છે. તેમાંથી બે કોમ્પ્યુટર મોટાભાગે સરકાર માહિતી વિભાગના અધિકારીઓના કબજામાં રહે છે. આ ચારેય કોમ્પ્યુટર કાશ્મીરમાં પત્રકારો માટે સમગ્ર દુનિયામાં રિપોર્ટ્સ અને સ્ટોરી મોકલવાનું એકમાત્ર સાધન છે.

કેન્દ્ર સરકાર દ્વારા આર્ટિકલ 370 ખતમ કરવાના થોડા દિવસ પહેલા 5 ઓગસ્ટે જ કાશ્મીર ઘાટીમાં નાકાબંધી ચાલુ છે. આર્ટિકલ 370ના કારણે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો મળતો હતો, જે ખતમ કરીને કેન્દ્ર સરકારે રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખના કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધા. અહીં ઇન્ટરનેટ અને લેન્ડલાઇન સમગ્રપણે પ્રતિબંધિત હતા અને મોબાઇલ ફોન સેવાઓ પણ બંધ હતી. આ નાકાબંધીના કારણે સૌથી પહેલા પ્રભાવિત અહીં માહિતી આદાન-પ્રદાનની સુવિધાઓ થઈ. આ નિર્ણય સ્થાનિક પત્રકારો માટે ચોંકાવનારો હતો, કારણ કે સંચારના તમામ સાધન બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ઇન્ટરનેટ પણ સામેલ હતું, જેને સરકારે માત્ર વ્યવસાયિક ઉપયોગમાં માટે મંજૂરી આપી હતી.

પહેલો રિપોર્ટ પણ આંતરરાષ્ટ્રીય મીડિયા પત્રકારે કર્યો

એક કે બે દિવસ માટે શ્રીનગરમાં આઉટડોર પ્રસારણ (ઓબી) વેન રાખનારી ટીવી ચેનલોને બાદ કરતાં એક પણ સમાચાર રિપોર્ટ કાશ્મીર ઘાટીની બહાર નહોતો ગયો. રિર્પોટરોનો પોતાના કાર્યાલયો સાથે કોઈ સંવાદ સ્થાપિત નહોતો થઈ શકતો. પત્રકારો હતાશ હતા. ત્યાં સુધી કે પહેલો રિપોર્ટ પણ આંતરરાષ્ટ્રીય મીડિયાની સાથે કામ કરનારા કેટલાક પત્રકારો દ્વારા દુનિયાની સામે રાખવામાં આવ્યો. એક સપ્તાહ સુધી, મોટાભાગના પત્રકારોએ તેને જ ફોલો કર્યો. ડિજિટલ સંવાદદાતાઓએ ન્યૂઝ સ્ટોરીઝનું વીડિયો રેકોર્ડિંગ કર્યુ અને તેને પોતાની સિસ્ટર ટીવી ચેનલોની ઓબી વેનથી મોકલ્યા, આ સ્ટોરીઝને માત્ર ફરી ટાઇપ કરીને પ્રકાશિત કરવાની હતી.


'મીડિયા સુવિધા કેન્દ્ર'


સ્થિતિ એવી થઈ ગઈ કે કેટલાક મીડિયા સંગઠનોએ કાશ્મીર સ્થિત પોતાના પત્રકારોની તલાશમાં પત્રકારોને ઘાટીમાં મોકલ્યા. જેથી તેમની મદદથી ત્યાંની સ્થિતિનું રિપોર્ટિંગ કરી શકાય. સરકારને મીડિયા સુવિધા કેન્દ્ર ઊભું કરવામાં એક સપ્તાહનો સમય લાગ્યો, જ્યાંથી પત્રકાર ઇન્ટરનેટનો ઉપયોગ અને ફોન કોલ કરી શકે છે. દરરોજ લગભગ 100 પત્રકાર આ કોમ્પ્યુટરોની મદદથી પોતાના રિપોર્ટ મોકલે છે.

કાશ્મીરી પત્રકારોનું વિરોધ પ્રદર્શન (ફાઇલ તસવીર)


સિનિયર પત્રકાર નસીર ગનાઈ કહે છે કે, આ ખૂબ જ દમનકારી છે. વધુમાં તેઓએ કહ્યું કે, સુવિધા કેન્દ્ર પર ઈમેલથી રિપોર્ટ મોકલવાને બદલે ફ્લાઇટથી દિલ્હી જઈને જાતે રિર્પોટ આપવો સરળ છે. અહીં પહેલી સમસ્યા તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરનારા પત્રકારોની મોટી સંખ્યા છે અને બીજું ઇન્ટરનેટની ખૂબ ધીમી સ્પીડ. નસીર ગનાઈ કાશ્મીરથી આઉટલુક મૅગઝીન માટે રિપોર્ટિંગ કરે છે.

આ પણ વાંચો, ઈમરાન ખાનની આશાઓ પર ડોનાલ્ડ ટ્રમ્પે ફેરવી દીધું પાણી, આપી આ સલાહ

મીડિયા સેન્ટર વિશે જેવી મીડિયાકર્મીઓને જાણ થઈ તો વધુમાં વધુ પત્રકાર ઈમલે કરવા માટે મીડિયા સેન્ટર પહોંચી ગયા.

ન્યૂઝ18ના કાશ્મીરના પત્રકાર મુફ્તી ઇસ્લાહ

સીએનએન-ન્યૂઝ18ના કાશ્મીર બ્યૂરોના પ્રમુખ મુફ્તી ઇસ્લાહ કહે છે કે, સાત મિનિટ બાદ પણ મારું મેઇલ લોડ ન થયું, ત્યાં ઇન્ટરનેટની આવી જ સ્પીડ છે. તેનાથી પરેશાન થઈને તેઓએ મીડિયા સેન્ટરના દૈનિક રજિસ્ટરમાં 'આ કામ નથી કરી રહ્યું' લખીને એક નોટ પણ મૂકી. ઇસ્લાહે જણાવ્યું કે, મેં આવી સ્થિતિ ક્યારેય નથી જોઈ, છેલ્લા બે દશક દરમિયાન ગંભીરથી ગંભીર સ્થિતિમાં પણ કાશ્મીરથી રિપોર્ટિગ થતું જ રહ્યું છે, પરંતુ આ સૌથી ખરાબ સમય છે.

આ પણ વાંચો, કાશ્મીર ઘાટીમાં ફરી રણકી ફોનની ઘંટડીઓ, જમ્મુમાં 2G ઇન્ટરનેટ પણ શરૂ

કાશ્મીરમાં રિપોર્ટિંગની મુશ્કેલ સ્થિતિને એ વાતથી સમજી શકાય છે કે ટીવી માટે રિપોર્ટ કરનારા ઇસ્લાહ જેવા પત્રકાર પણ હતાશ છે, જેમની પાસે ફીડ મોકલવા માટે વેન છે. તેઓ કહે છે કે, હું એક ડેમ પાસે છું, જો મને સવારે 10 વાગ્યે લાઇવ જવાનું છે, તો હું ઓફિસ સાથે 7 કે 8 વાગ્યે જ જોડાઈ શકું છું. શું કરવાનું છે એ જણાવવા માટે કોઈ સંચાર લાઇન નથી. તેથી, અમારે આખો દિવસ ઓબી વેનના માધ્યમથી જોડાયેલા રહેવું પડશે.

ઘાટીના પત્રકાર તારિક મીર

આવા જ એક સિનિયર પત્રકાર તારીક મીર સાથે અમે વાત કરી. હાલ ધ વીક મૅગઝીન સાથે જોડાયેલા મીર કાશ્મીરથી છેલ્લા બે દશકથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આ બે તરફી કાપ છે. આ કોમ્યુનિકેશન ગેગ બાદ મીર એક સપ્તાહ સુધી કોઈ પણ સ્ટોરી ફાઇલ નથી કરી શક્યા. તેમની તલાશ માટે તેમની ઓફિસ એક રિપોર્ટર મોકલી ચૂકી છે.

આ પણ વાંચો, પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કર્યુ ફાયરિંગ, જવાન શહીદ
First published:

Tags: J&K, Jammu and kashmir