પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પના વકીલ પર કર્યો માનહાનિનો કેસ

News18 Gujarati
Updated: March 27, 2018, 9:18 AM IST
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ટ્રમ્પના વકીલ પર કર્યો માનહાનિનો કેસ

  • Share this:
પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ માઇકલ કોહેન પર માનહાનિનો કેસ કર્યો છે. વ્હાઇટ હાઉસ આ પ્રકરણ પર પડદો પાડવા માટે મરણીયા પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આ નવા પ્રકરણ બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પોર્ન સ્ટાર વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાઈ વધારે તેજ થઈ શકે છે.

સ્ટોર્મીનું સાચુ નામ સ્ટેફની ક્લિફર્ડ છે. સ્ટોર્મીએ ગત રવિવારે સીબીએસ ચેનલને આપેલ એક ઇન્ટરવ્યૂમાં આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ સાથે 2006માં ચાલેલા તેના અફેર અંગે મોઢું બંધ રાખવા માટે તેને સતત ધમકી આપવામાં આવી રહી છે. આ આરોપના એક દિવસ બાદ તેણે ટ્રમ્પના વકીલ પર માનહાનિનો કેસ કર્યો છે.

ટ્રમ્પના વકીલે સ્ટોર્મીએ ટીવી ઇન્ટરવ્યૂમાં કરેલા દાવાઓને ખોટા ગણાવ્યા હતા. બાદમાં સ્ટોર્મીએ લોસ એન્જલસ સ્થિત યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કોહેન વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

તો બીજી તરફ વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ પ્રેસ સંબોધન વખતે આ વાત પર પડદો પાડી દેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. તેમણે એ વાતનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ક્યારેય કોઈ પોર્ન સ્ટાર્સ સાથે સંબંધ રહ્યા હતા.

રાષ્ટ્રપ્રમુખના પ્રવક્તા રાજ શાહે જણાવ્યું હતું કે, 'સ્ટોર્મી ડેનિયલ્સે ટીવી ઇન્ટરવ્યૂમાં જે દાવા કર્યા છે તેને રાષ્ટ્રપ્રમુખ સાથે કોઈ સંબંધ નથી.' જ્યારે પૂછવામાં આવ્યું કે શું ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંબંધ અંગે મોઢું બંધ રાખવા માટે સ્ટોર્મીને કોઈ ધમકી આપવામાં આવી હતી તો તેમણે કહ્યું હતું કે, 'આવું બિલકુલ નથી. તેની પાસે તેના દાવાની પુષ્ટિ કરવા માટે પણ કોઈ પુરાવા નથી.'

આ પણ વાંચોઃ
First published: March 27, 2018, 9:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading