Home /News /national-international /ધૂળની ડમરીઓનો કહેરઃ જેસલમેરમાં આંધીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો

ધૂળની ડમરીઓનો કહેરઃ જેસલમેરમાં આંધીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો

તો આ તરફ જેસલમેરમાં આંધીએ 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. સતત ત્રીજા દિવસે પણ જિલ્લામાં ધૂળની ડમરીઓનો કહેર જોવા મળ્યો. જેસલમેરના મરુધરા વિસ્તારમાં ઉડતી ધૂળની ડમરીઓથી સમગ્ર જૈસાણ વિસ્તાર પર જાણે રેતીની ચાદર પથરાઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. આ આંધીથી ગ્રામીણ અને શહેરી વિસ્તારના જનજીવનને ભારે અસર પહોંચી છે. રસ્તા પર પથરાયેલ રેતીથી લોકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે. જ્યારે ઘરોમાં રેતીની ચાદર પથરાતા ગૃહિણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનુ છે કે આ આંધી બાદ લોકોને ગરમીમાંથી મહદઅંશે રાહત મળી છે.

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલ વાવાઝોડાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કેટલાક દિવસથી લોકો ગરમીથી હેરાન-પરેશાન તઈ ગયા હતા, પરંતુ બે દિવસથી ચાલી રહેલ વાવાઝોડાના કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. જોકે, તાપમાનમાં હજુ બહું ફરક નથી પડ્યો, પરંતુ પવનના કારણે ગરમી થોડી ઓછી થઈ છે. જીલ્લામાં વાવાઝોડું હજુ ચાલુ જ છે. જેના કારણે જનજીવન પર પણ તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. દુકાનદારોની ઘરાકી પર અસર જોવા મળી રહી છે. ગૃહીણીઓ પોતાના ઘરમાંથી વારંવાર ધૂળ બહાર કાઢતી જોવા મળી રહી છે.

ગરમ પવનના કારણે વાહન ચાલકો પણ પરેશાન જોવા મળી રહ્યા છે. જેસાણામાં ચાલી રહેલ વાવાઝોડાના કારણે વાયુમંડલમાં જમા રેતના કારણે સૂર્યની કિરણ પણ જમીન સુઓધી પહોંચતા રેતમાં ગાયબ થઈ રહી છે. આ કારણોસર લોકોને ગરમીથી રાહત મળી છે, પરંતુ ગરમ પવન લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે.
First published:

Tags: Jaisalmer, Jodhpur, Storm

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन