Home /News /national-international /એમ્મા તોફાન: UKમાં ઈલેક્ટ્રીક-ગેસ સેવા ઠપ્પ, જનજીવન અસ્ત-વ્યસ્ત

એમ્મા તોફાન: UKમાં ઈલેક્ટ્રીક-ગેસ સેવા ઠપ્પ, જનજીવન અસ્ત-વ્યસ્ત

એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે...

એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે...

રશિયાના સાઈબેરિયાથી પહોંચેલ બર્ફિલા તોફાન અને હિમપાતના કારણે ગુરૂવારથી બ્રિટન અને આયરલેંડમાં જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. 1991 બાદ પછીનું આ સૌથી ખરાબ હવામાન છે. કરાબ હવામાનના કારણે, બ્રિટનમાં રોડ-પરિવહન, રેલ વ્યવહાર, હવાઈ સેવા ઠપ થઈ ગઈ છે. હજારો સ્કૂલોને બંધ કરવાની ફરજ પડી છે.

મહત્વની વાત એ છે કે, આ તોફાનને લઈ બ્રિટનની સૌથી પાવરફૂલ માનવામાં આવતું યુદ્ધ જહાજ રોયલ ફ્લિટ ઓક્ઝિલરી ટાઇડસ્પ્રિંગ પણ તોફાનમાં ફસાયું છે. કહેવાય છે કે, ગમે તેવા કરાબ હવામાનમાં ટી રહેનાર આ જહાજ પણ બર્ફના તોફાનમાં ફસાયું છે.

બીજી મહત્વની વાત એ છે કે, બ્રિટનમાં ઇલેક્ટ્રિસિટી, ગેસ યુટિલિટી કંપની નેશનલ ગ્રીડે આજે પણ રાજ્યોમાં ગેસની અછત સર્જાવાની આગાહી કરી છે. ગેસની અછતના કારણે દેશમાં પરિસ્થિતિ વધુ વણસી જશે.

  • સ્કોર્ટલેન્ડ, બ્રિટન અને આયરલેન્ડમાં 90 સેટીમિટર સુધીની બર્ફબારી થઈ છે.

  • તાપમાન શૂન્ય થી માઈનસ 10.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

  • ખરાબ હવામાનને લઈ ઉચ્ચ કક્ષાની ખાસ ચેતવણી આપવામાં આવી છે, લોકોને ગરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. એન્વાયરમેન્ટ એજન્સીએ પૂરના 6 વોર્નિંગ એલર્ટ જાહેર કર્યા છે

  • ગ્લાસગો અને એડિનબર્ગ વચ્ચે રસ્તા પર લોકો પોતાની કારમાં ફંસાઈ ગયા હતા.

  • આજે સ્ટોર્મ એમ્મા ગઇકાલ કરતા વધારે તારાજી સર્જી શકે છે. છેલ્લાં 24 કલાકમાં 10 લોકોનાં મોત થયા છે.

કેવું અપાયું છે એલર્ટ
હમ્બર ઇસ્ટ્યુઅરી, વ્હીટલી બે અને ધ ટાઇન ઇસ્ટ્યુઅરી સહિત કોર્નવૉલના 3 લોકેશન પર પૂરની પુરે પુરી શક્યતા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ ચેતવણી જાહેર કરવામાં આવી છે. એમ્મા તોપાનના કારણે લગભગ 112 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. એટલું જ નહીં ડાર્ટમૂર, એક્સમૂર અને સાઉથ ઇસ્ટ વેલ્સ વિસ્તારમાં મોટી માત્રામાં બરફ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. લગભગ 19 ઈંચ બરફનો વરસાદ થઈ શકે છે. તંત્ર દ્વારા જાનહાનીથી લોકોને બચવા માટે રેડએલર્ટ જાહેર કર્યું છે. જેનો અર્થ થાય છે લોકોએ આગામી કલાકોમાં પોતાને સુરક્ષિત રાખવાની તજવીજ હાથ ધરવી જોઇએ.

  • બ્રિટનના સૌથી વ્યસ્ત રેલ્વે સ્ટેશન વાટરલૂ પર અડધા ઉપર ટ્રેન સેવા રદ્દ કરવામાં આવી છે.

  • બ્રિટનના બે સૌથી વ્યસ્ત હવાઈ મતક હીથ્રો અને ગેટવિકથી ઉડાન રદ્દ કરી દેવામાં આવી છે

  • હવામાન વિભાગે કહ્યું છે કે, બરફનું તોફાન દક્ષિણ બ્રિટનમાં પહોંચવાની સંભાવના છે. કારણ કે, તોફાન એમ્મા પોર્ટુગલ અને ફ્રાંસથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

First published:

Tags: Europe, Meets, Travel, UK

विज्ञापन