મોટા ભાઈએ PUBG રમતા રોક્યો તો, નાના ભાઈએ કરી દીધી હત્યા

મોટા ભાઈએ PUBG રમતા રોક્યો તો, નાના ભાઈએ કરી દીધી હત્યા

ગત મહિને અમદાવાદની એક 19 વર્ષીય વિવાહીત મહિલાએ પોતાના પતિ સાથે તલાકની માંગ કરી હતી, કેમ કે, તેનો પતિ તેને પબજી રમવા દેતો ન હતો.

 • Share this:
  મહારાષ્ટ્રના ઠાણે જીલ્લાના ભિવંડીમાં 15 વર્ષીય એક છોકરાએ કથિત રીતે પબજી રમતા નાના ભાઈને રોક્યો તો તેણે મોટા ભાઈની હત્યા કરી દીધી. સીનિયર પોલિસ ઈન્સપેક્ટર મમતા ડિસૂઝાએ જણાવ્યું કે, 19 વર્ષીય પીડિત મોહમ્મદ શેખે શિનવારે સવારે નાના ભાઈને મોબાઈલ પર ગેમ રમવાનું બંધ કરવાનું કહ્યું. અધિકારીએ જણાવ્યું કે, ત્યારબાદ તેના નાના ભાઈએ મોટાભાઈનું માથુ દિવાલ સાથે ભટકાવ્યું અને કાતરથી તેના પર હુમલો કરી દીધો.

  શેખને એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. મમતા ડિસૂઝાએ જણાવ્યું કે, આ મામલામાં આઈપીસીની કલમ 302 (હત્યા) હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

  પબજી પર પહેલા પણ ઉઠ્યા છે પ્રશ્ન
  ઉલ્લેખનીય છે કે, પબજીને લઈ આ પહેલા પણ પ્રશ્ન ઉઠ્યા છે. ગત મહિને અમદાવાદની એક 19 વર્ષીય વિવાહીત મહિલાએ પોતાના પતિ સાથે તલાકની માંગ કરી હતી, કેમ કે, તેનો પતિ તેને પબજી રમવા દેતો ન હતો. ઓક્ટોબર 2018માં દિલ્હીના એક 19 વર્ષીય છોકરાએ પોતાના માતા-પિતા અને બહેનની હત્યા કરી દીધી હતી, કેમ કે, તે લોકો તેને પબજી રમવા દેતા ન હતા.
  Published by:kiran mehta
  First published: