રાષ્ટ્રિય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે ભાજપને ટકોર કરતા કહ્યું કે, દલિતાના ઘરે જઇ જમવાના નાટકો બંધ કરો. ડેક્કન ક્રોનીકલે તેના અહેવાલમાં આ વાત નોંધી છે. તેના અહેવાલમાં વધુમાં જણાવ્યું છે કે, મોહન ભાગવતે દિલ્હીમાં આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદના લોકોને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી. તેમણે કહ્યું કે, દલિતોના ઘરે જઇ જમવાના નાટકો કરવાને બદલે સમાજના નબળાં વર્ગના લોકોને નિયમીત રીતે મળે અને જ્ઞાતિ વ્યવસ્થાથી ઉપર ઉઠીને કામ કરો.
મોહન ભાગવતની આ સલાહ એવા સમયે આવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ દલિતોને પોતાના પક્ષે લેવા માટે એ કાર્યક્રમ હાથ ધર્યો છે. જેમાં અલગ અલગ રાજ્યોમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓ દલિતોના ઘરે જાય છે અને તેમના ઘરે જમવાનો કાર્યક્રમ રાખે છે.
ભાજપના પ્રમુખ અમિત શાહે દલિતો અને આદિવાસીઓના ઘરોની મુલાકાત લીધી છે. ભાજપના મુખ્યમંત્રીના ઉમેદવાર બી.એસ. યદુરપ્પાએ પણ ચૂંટણી પ્રચાર દરમિયાન દલિતોના ઘરે જઇ જમ્યા છે. માધ્યમોના અહેવાલ પ્રમાણે મોહન ભાગવતે કહ્યુ કે, દલિતોના ઘરે જઇ પ્રસિદ્ધિ મેળવવા કરતા દલિતોને મળો અને તેમના પ્રશ્નો જાણો.
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સુરેશ રાણાએ વિવાદ સર્જ્યો હતો. તેઓ દલિતના ઘરે જમવા તો ગયા પણ જમવાનું હોટેલમાંથી મંગાવ્યું હતુ. જો કે, તેમણે આ આરોપો નકારી કાઢ્યા હતા.
છેલ્લા પાંચ વર્ષમાં સંઘ પરિવારે એક અભિયાન હાથ ધર્યુ છે કે, સામાજિક એક્તા માટે ગામડાઓમાં એક મંદિર, એક સ્મસાન અને એક પાણીનો કૂવો (ભેગો કૂવો) હોવો જોઇએ તે વાતને આગળ વધારી છે.
કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ગયા બુધવારે દાવો કર્યો હતો કે, તે પોતાની જાતને રામ સમજતા નથી કે જેથી દલિતોના ઘરે જાય અને દલિતો પવિત્ર થઇ જાય પણ હું એવુ ઇચ્છુ કે દલિતો મારા ઘરે આવે હું તેમને જમાડું અને આપણે પવિત્ર થઇએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર