Home /News /national-international /Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં પત્થરમારો, પોલીસકર્મી સહિત ઘણા ઇજાગ્રસ્ત

Jahangirpuri Violence: દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રામાં પત્થરમારો, પોલીસકર્મી સહિત ઘણા ઇજાગ્રસ્ત

પોલીસનું કહેવું છે કે વિસ્તારમાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે

Jahangirpuri Violence : મામલાની ગંભીરતા જોતા વિસ્તારમાં વધારાના પોલીસ દળોની તૈનાતી કરવામાં આવી છે

    નવી દિલ્હી : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં બે જૂથો (stone pelting in jahangirpuri)વચ્ચે શનિવારે સાંજે ઘણી બબાલ થઇ હતી. હનુમાન જન્મોત્સવ (hanuman jayanti)દરમિયાન કાઢવામાં આવેલી શોભાયાત્રા પર પત્થરમારો (stone pelting) થયો હતો. જેમાં પોલીસકર્મી સહતિ ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે વિસ્તારમાં સ્થિતિ હાલ નિયંત્રણમાં છે.

    દિલ્હી પોલીસમાં જનસંપર્ક અધિકારીનું કામ જોઈ રહેલા ડીસીપી અનવેયસ રાયે કહ્યું હતું કે જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન હંગામો થયો છે. હનુમાન જયંતી શોભાયાત્રામાં રહેલા લોકો ઉપર પત્થરમારો અને છુટપુટ આગજનીની વાત સામે આવી છે. અમારા બધા આલા અધિકારી સ્થળ પર છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને મામલાની ગંભીરતા જોતા વિસ્તારમાં વધારાના પોલીસ દળોની તૈનાતી કરવામાં આવી છે.

    તેમણે જણાવ્યું કે પત્થરમારા દરમિયાન જે પોલીસકર્મીઓને ઇજા પહોંચી છે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. આગજનીની ઘટના જોતા દિલ્હી ફાયર સર્વિસની પણ 2 ગાડીઓ સ્થળ પર પહોંચી હતી.

    આ પણ વાંચો - કોંગ્રેસ જોઇન કરશે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર? દિલ્હીમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે બેઠક

    જહાંગીરપુરીમાં સ્થિતિ નિયંત્રણમાં

    ઘટનાસ્થળ પર ઉપસ્થિત સ્પેશ્યલ સીપી લો એન્ડ ઓર્ડર દીપેન્દ્ર પાઠકે કહ્યું કે અમારી પ્રથમ પ્રાથમિકતા સ્થિતિને નિયંત્રણ કરવી અને તે અમે કરી રહ્યા છીએ. પોલીસ બળ છે અને બધું નિયંત્રણમાં છે. ઉપદ્વવીઓની શોધ કરવા માટે 10 ટીમો લગાવવામાં આવી છે.

    ગૃહ મંત્રી અમિત શાહે પોલીસ કમિશનર સાથે કરી વાત

    જહાંગીરપુરી મામલા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરીને તેમને આરોપીઓ સામે સખત તાત્કાલિક સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને જરૂરી ફોર્સ મોકલવાનો આદેશ પણ જાહેર કરી દીધો છે. ગૃહ મંત્રાલય સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે ઘટનાને લઇને દિલ્હી પોલીસ કમિશનર સાથે ફોન પર વાત કરી છે. આ સિવાય તેમણે ઘટનાસ્થળ પર રહેલા સીપી લો એન્ડ ઓર્ડર દીપેન્દ્ર પાઠક સાથે ફોન પર વાત કરી છે. કેન્દ્રીય મંત્રીએ કાનૂન વ્યવસ્થા અને માહોલને શાંતિપૂર્ણ બનાવી રાખવાનો નિર્દેશ પણ આપ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Delhi News, Delhi violence

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन