જમ્મુના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીના કાફલા પર પથ્થરમારો, માંડ-માંડ બચ્યાં
જમ્મુના અનંતનાગમાં મહેબૂબા મુફ્તીના કાફલા પર પથ્થરમારો, માંડ-માંડ બચ્યાં
તમને જણાવી દઈએ કે, અનંતનાગ મુફ્તી પરિવારનો ગઢ રહ્યો છે. મુફ્તી મોહમ્મદ સઈદ પણ આ સીટ પરથી જ ધારાસભ્ય રહ્યા છે. તેમના નિધન બાદ મહેબૂબા મુફ્તી આ સીટથી સાંસદ બન્યા
તમને જણાવી દઈએ કે, અનંતનાગ મુફ્તી પરિવારનો ગઢ રહ્યો છે. મુફ્તી મોહમ્મદ સઈદ પણ આ સીટ પરથી જ ધારાસભ્ય રહ્યા છે. તેમના નિધન બાદ મહેબૂબા મુફ્તી આ સીટથી સાંસદ બન્યા
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના ચીફ મહેબૂબા મુફ્તીના કાફલા પર હુમલાની ઘટના સામે આવી રહી છે. જાણકારી અનુસાર, અનંતનાગમાં મહેબૂબી મુફ્તીના કાફલા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો છે. આ હુમલામાં પૂર્વ સીએમ માંડ માંડ બચ્યા છે.
તમને જણાવી દઈએ કે, અનંતનાગ મુફ્તી પરિવારનો ગઢ રહ્યો છે. મુફ્તી મોહમ્મદ સઈદ પણ આ સીટ પરથી જ ધારાસભ્ય રહ્યા છે. તેમના નિધન બાદ મહેબૂબા મુફ્તી આ સીટથી સાંસદ બન્યા, ત્યારબાદ તે સીએમ બન્યા. જમ્મુની આ સીટ ખુબ જ સંવંદનશિલ માનવામાં આવે છે. માત્ર અનંતનાગ સીટ પર ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહેબૂબા મુફ્તી પર હુમલો એવા સમયે થયો જ્યારે તે ખુરમ દરગાહથી પાછા ફરી રહ્યા હતા. મળતી જાણકારી અનુસાર, કાપલા પર હુમલા સમયે તેમને કોઈ પહોંચી નથી. તે સુરક્ષિત નીકળી શક્યા.
જોકે, તેમના કાફલાની એક ગાડીને નુકશાન પહોંચ્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી જે લોકોએ તેમના કાફલા પર હુમલો કર્યો તેમની ઓળખ નથી થઈ શકી.
2014ની લોકસભા ચૂંટણીમાં અનંતનાગ સીટ પરથી જ મહેબૂબા મફ્તીએ જીત નોંધાવી હતી. તેમને કુલ 2,00,429 વોટ મળ્યા હતા, જે કુલ વોટના 53.41 ટકા હતા. મહેબૂબા મુફ્તી જ્યારે પોતાના પિતા મુફ્તી મોહમ્મદ સઈદના નિધન બાદ સીએમ બન્યા તો તેમણે સાંસદના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈ આ સીટ પર પેટા ચૂંટણી નથી યોજાઈ. લોકસભા ચૂંટણી 2019માં આ સીટ પર ત્રણ તબક્કામાં ચૂંટણી થશે.
અનંતનાગ લોકસભા વિસ્તારમાં 16 વિધાનસભા વિસ્તાર છે, જે તમામ દક્ષિણ કાશ્મીરમાં આવે છે. આ તમામ વિધાનસભા વિસ્તાર પાંચ વર્ષથી હિંસાની ચપેટમાં છે. બીજી તરફ રાજ્યમાં યોજાનાર ચૂંટણી પણ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર