Home /News /national-international /

કાશ્મીરમાં સ્કૂલ બસ પર પથ્થરમારો, બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

કાશ્મીરમાં સ્કૂલ બસ પર પથ્થરમારો, બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

    બુધાવારે એક ખાનગી સ્કૂલની બસ પર પત્થરમારો થતા બે વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં બની હતી. કેટલાક અસામાજિક તત્વોએ રેઇનબો હાઇસ્કૂલની સ્કૂલ બર પર પત્થરમારો કર્યો હતો. આ પત્થરમારામાં બે

    વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. જેમાંથી એક વિદ્યાર્થીને માથાના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કીમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ સોશિયલ મિડીયા ટ્વીટર પર લખ્યુ કે, આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે અને તેમને ગુસ્સો પણ આવ્યો છે. આ ઘટનામાં સામેલ તત્વોને પકડી પાડીશું.

    જમ્મુ-કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ સ્કૂલ બસ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમણે કહ્યુ કે, સ્કૂલ બસ કે પ્રવાસીઓના વાહનો પર પત્થરમારો કરી આ પત્થરબાજો શું હાંસલ કરવા માંગે છે ? આ પ્રકારના કૃત્યને ચારેબાજુથી વખોડી નાંખવુ જોઇએ.

    જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદે ફરી માથુ ઉંચક્યુ છે અને આવી ઘટનાઓ વધી રહી છે. મહત્વની વાત એ છે કે કાશ્મિરના જે વિસ્તારોમાંથી યુવાનો આંતકવાદમાં જોડાતા નહોતા તેવા વિસ્તારોમાંથી પણ યુવાનો આંતકવાદના રસ્તે વળી રહ્યાના અહેવાલો મળી રહ્યાં છે. દેશ માટે આ ચિંતાનો વિષય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: કાશ્મીર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन