મુંબઈના આઝાદ મેદાનમાં પોતાની માંગો લઈને ભેગા થયેલા ખેડૂતોને આજે બપોરે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, આ મુલાકામાં સમાધાનના રસ્તાઓ નિકળી ગયા છે. મહારાષ્ટ્ર સરકાર ખેડૂતોને લેખિતમાં આશ્વાસન આપવા માટે પણ તૈયાર છે કે તેમની બધી જ માંગો પર આવનાર બે મહિનામાં વિચાર કરવામાં આવશે. મુંબઈના આઝાદ મેદાનમાં ભેગા થયેલા ખેડૂતો પોતાના બધા જ કરજોની માફી, બાકી વિજળી બિલમાં રાહત અને સ્વામીનાથન આયોગની ભલામણો તાત્કાલિક લાગૂં કરવાની માંગ કરી રહ્યાં છે.
દેવામાફી અને પાકના ઉચિત મૂલ્ય સહિત પોતાની વિભિન્ન માંગોને લઈને ખેડૂતો આજે મહારાષ્ટ્ર વિધાનસભાને ઘેરવાની તૈયારીમાં હતી. જોકે, એવા સમાચાર મળી રહ્યાં છે કે, ખેડૂતો ટૂંક સમયમાં જ પોતાનો વિરોધ પ્રદર્શન ખત્મ કરી દેશે.
જણાવી દઈએ કે, લેફ્ટ સાથે જોડાયેલ ઓલ ઈન્ડિયા કિશાન સભા (એઆઈકેએસ)ની આગેવાની હેઠળ લગભગ 30 હજાર ખેડૂતોનો જથ્થો નાસિકથી 6 દિવસ સુધી પગપાળા ચાલીને રવિવારે 180 કિલોમીટર દૂર મુંબઈ પહોંચ્યું હતું. પ્રદર્શન કરી રહેલ ખેડૂંતોને કોંગ્રેસ, શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું સમર્થન મળ્યું છે. આરએસએસે પણ રાજ્ય સરકારને આ બાબતે સમાધાનની માંગ કરી છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર