Online દેહવ્યાપાર, WhatsAppમાં તસવીરો, અને રૂમ સુધી એસ્કોર્ટ સર્વિસ

News18 Gujarati
Updated: January 5, 2019, 11:27 AM IST
Online દેહવ્યાપાર, WhatsAppમાં તસવીરો, અને રૂમ સુધી એસ્કોર્ટ સર્વિસ

  • Share this:
નમનદીપ સિંહ, હરિયાણા

શહેરથી લઇને ગામડાં સુધી આજે ઇન્ટરનેટની સુવિધા પહોંચી ગઇ છે, દેહવ્યાપારનું ધંધો કરતાં લોકોએ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું શીખી લીધું છે. પંજાબના હરિયાણામાં ન્યૂઝ18ના રિપોર્ટરે સ્ટીંગ ઓપરેશન કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં દલાલ, પોલીસ અને કોલગર્લની મીલિભગત સામે આવી. કેવી રીતે પીત્ઝા-બર્ગરની જેમ હોટેલના રૂમ સુધી યુવતીઓ પહોંચાડવામાં આવે છે.

નોર્થ ઇન્ડિયામાં ફેલાયેલા ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ પર ન્યૂઝ18ના પત્રકાર નમનદીપ સિંહે સ્ટીંગ ઓપરેશન કર્યું હતું. જેમાં કેટલાક રોચક ખુલાસા થયા હતા.

કેવી રીતે સમગ્ર રેકેટ ચાલે છે, કેવી રીતે પીત્ઝા-બર્ગરની જેમ ગ્રાહકને હોટેલના રૂમ સુધી યુવતીઓ પહોંચાડવામાં આવે છે, કેવી રીતે પૈસાની લેતી દેતી થાય છે અને કેવી રીતે દલાલ અને પોલીસ જોડાયેલા છે. આવો જાણીએ સમગ્ર કહાની.

કોલગર્લે સમગ્ર રેકેટ વિશે વિસ્તારથી વાત કરી


સૌપ્રથમ ગૂગલ પર ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ સર્ચ કર્યા બાદ અનેક વેબસાઇટ ખુલે છે, જેમાં વ્હોટ્સએપ નંબર આપવામાં આવે છે, આ વ્હોટ્સએપ નંબર કોઇ દલાલના હોય છે, જેનો કોન્ટેક્ટ કર્યા બાદ તેઓ વ્હોટ્સએપ પર યુવતીઓની તસવીરો મોકલે છે. જેમાં એક-બે નહીં પરંતુ 20થી 30 યુવતીઓની તસવીરો મોકલે છે, જેમાંથી ગ્રાહકે એક તસવીર પસંદ કરવાની રહે છે,

તસવીર પસંદ કર્યા બાદ કોલગર્લની કિંમત નક્કી થાય છે, આ કિંમત કલાકથી લઇને આખી રાત સુધીના સમય પ્રમાણે હોય છે.

ડિલ નક્કી કર્યા બાદ પહેલા એડવાન્સ આપવાના રહે છે અને ત્યારબાદ બાકીની રકમ સર્વિસ બાદ આપવાની રહે છે.


કિંમત નક્કી કર્યા બાદ જે તે દલાલ તમારી મનપસંદ જગ્યાએ કોલગર્લને લઇને પહોંચી જાય છે, જો તમારી પાસે જગ્યા ન હોય તો હોટેલ રૂમની વ્યવસ્થા પણ દલાલ કરી આપે છે. જેમાં ઘણીવાર હોટેલ સાથે પણ દલાલની સાઠગાઠ હોય છે. બધુ નક્કી કર્યા બાદ કોલગર્લ તમારા રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. ડિલ નક્કી કર્યા બાદ પહેલા એડવાન્સ આપવાના રહે છે અને ત્યારબાદ બાકીની રકમ સર્વિસ બાદ આપવાની રહે છે.



પોલીસનું કોઇ ટેન્શન નહીં

રૂમમાં યુવતી પહોંચાડ્યા બાદ સ્ટીંગ ઓપરેશનમાં કોલગર્સ સાથે વાતચિતમાં અનેક રોચક ખુલાસાઓ થયા. જેમાં યુવતીએ જણાવ્યું કે દલાલ અમારી મદદથી કમાઇ છે, અને અમે દલાલની મદદથી કમાણી કરીએ છીએ. તો અમારા પત્રકારે પુછ્યું કે પોલીસ હેરાન નથી કરતી ? તો જવાબમાં કોલગર્લે કહ્યું કે પોલીસનું કોઇ ટેન્શન નથી, કેટલાક પોલીસ ઓફિસર ખુલ આ સર્વિસનો લાભ ઉઠાવે છે, કેટલાક પોલીસવાળા લાંચ લે છે.

દલાલે કહ્યું કે પોલીસનું કોઇ ટેન્શન નથી, અનેક પોલીસકર્મી પણ આ સર્વિસનો લાભ લે છે.
First published: January 4, 2019, 10:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading