COVID : RTPCR ટેસ્ટ કીટ ને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશો

COVID : RTPCR ટેસ્ટ કીટ ને લઈને મોટો ખુલાસો, વીડિયો જોઈ તમે પણ ચોકી ઉઠશો
જુઓ કેવી રીતે પેક થઈ રહી છે સ્વેબ સ્ટીક

EXCLUSIVE : આરટીપીસીઆરના સ્વેબ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી આ સ્ટિક કેટલી અસુરક્ષિત છે તેની કલ્પના પણ નહીં કરી શકો

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : સામાન્ય રીતે જો તમે કોરોના સંક્રમિત હોવ તો તમારે તેની માહિતી મેળવવા માટે આરટીપીસીઆર (RTPCR) ટેસ્ટ કરાવવો પડે છે. એન્ટીજેન ટેસ્ટ તમને તાત્કાલિક પરિણામ આપી શકે છે પરંતુ વિગતવારે માહિતી મેળવવા માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવા પડે છે. આ આરટીપીસીઆર ટેસ્ટનો સૌથી અગત્યનો ભાગ સ્વેબ ટેસ્ટ (Swab Test) હોય છે જેમાં એક લાકડી વડે તમારા નાક અન ગળાના સેમ્બલ લેવામાં આવે છે. જોકે, અહીંયા એક એક્સક્લુઝિવ અહેવાલમાં અમારી પાસે જે દૃશ્યો આવ્યા છે તે જોઈને આપના હોશ ઉડી જશે. આવા ગંભીર ટેસ્ટ માટે વપરાટી સ્વેબ સ્ટીક કોઈ લેબોરેટરી કે ફાર્મા કંપનીઓમાં નહીં પરંતુ મુંબઈના ઉલ્હાસ નગરની ચાલીઓમાં પેક થઈ રહી હતી.

    ઉલ્હાસનગરની ચાલીઓમાં ગૃહ ઉદ્યોગ કરતી બહેનો આ સ્ટીકને પેક કરી રહી હતી. બહેનો આ કામ કરે તેમાં કોઈ સમસ્યા નથી પરંતુ આ કામ પ્રોટોકોલ મુજબ થતું હોય છે જ્યારે આ સ્ટીક તો જમીન પર મેલા ઘેલા વાટકાઓ અને કપડાઓમાં ખુલ્લેઆમ પડી હતી.



    એટલું જ નહીં નાનાના બાળકો પણ કોઈ પણ પ્રકારના ગ્લવ્ઝ કે સેનિટાઇઝરનો ઉપયોગ કર્યા વગર તેને પેક કરી રહ્યા હતા. આ કામ કરી રહેલી મહિલાઓએ જણાવ્યું કે અમારો શું વાંક અમારે તો રોજીરોટી માટે કામ કરવું પડે અમને ખબર નથી કે અમારે આવી રીતે આને પેક કરવું જોઈએ કે નહીં તમે એ લોકોને પૂછો જે અમને આપી જાય છે. સ્વાભાવિક છે આ મહિલાઓની પણ મજબૂરી છે.



    આ સ્થિતિમાં મુંબઈના સ્વાસ્થ્ય વિભાગની ગુણવત્તા પર પણ સવાલો ઉભા થાય છે. આ સ્ટિક સીધી સ્વેબ ટેસ્ટ માટે વપરાતી હશે ત્યારે તેના પરિણામોની સત્યતા પર શું વિશ્વાસ કરવો એ પણ ગંભીર સવાલ છે. આ પ્રકારે અન હાઇજેનિક વાતાવરણમાં ચાલીઓમાં પેક થતી સ્ટીક હજારો લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ છે.

    અમારી પાસે આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો છે પરંતુ અમે વીડિયોમાં મહિલાઓ અને બાળકોને દર્શાવવા માંગતા નથી. જોકે, તેમ છતાં આ પ્રકારની પ્રવૃતિનું સમર્થન પણ કોઈ પણ ભોગે ન જ થઈ શકે ત્યારે હવે સરકારો આ મુદ્દે જાગૃત નહીં બને તો અનેક નાગરિકોના સ્વાસ્થ્યને કપરાં પરિણામો ભોગવવાનો વારો આવશે.
    Published by:Jay Mishra
    First published:May 05, 2021, 19:28 pm

    ટૉપ ન્યૂઝ