STFએ ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના રાઇટ હેન્ડ અમર દુબેને ઠાર માર્યો

News18 Gujarati
Updated: July 8, 2020, 8:00 AM IST
STFએ ફરાર હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના રાઇટ હેન્ડ અમર દુબેને ઠાર માર્યો
વિકાસ દુબેની સાથે તેની રાઇટ હેન્ડ અમર દુબે (ફાઇલ તસવીર)

કાનપુર શૂટઆઉટના વોન્ટેડ અમર દુબે માથે હતું 25 હજારનું ઈનામ, STF જીવતો ન પકડી શકી

  • Share this:
હમીરપુરઃ ચૌબેપુર (Chaubeypur)માં આઠ પોલીસકર્મીઓની હત્યા (Kanpur Shootout)ના મામલામાં ફરાર થયેલા વિકાસ દુબે (Vikas Dubey)ના નિકટતમ સહયોગી અમર દુબે (Amar Dubey)ને ઉત્તર પ્રદેશ એસટીએફ (UP STF)એ બુધવાર સવારે એન્કાઉન્ટરમાં ઢાળી દીધો છે. હમીરપુરના મૌદહામાં થયેલા આ એન્કાઉન્ટરમાં અમર દુબે ઠાર મરાયો છે. અમર દુબે પણ કાનપુર કાંડમાં વોન્ટેડ હતો. UP STFના જણાવ્યા મુજબ, અમર દુબેને તેમણે ઘેર્યો તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં અમર દુબેનું મોત થયું.

ચૌબેપૂર શૂટઆઉટમાં સામેલ હતો

એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા અમર દુબે ગેંગસ્ટર વિકાસ દુબેનો રાઇટ હેન્ડ હોવાનું કહેવાય છે. તે ચૌબેપુરના વિકરૂ ગામમાં થયેલા શૂટઆઉટમાં સામેલ હતો અને પોલીસે તેના માથે 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો, મરતાં પહેલા સિપાહીએ હાથ પર લખ્યો કારનો નંબર, હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોલીસ તેને મારવા નહોતી માંગતી પરંતુ જીવતો પકડવા માંગતી હતી. પરંતુ જ્યારે STFએ તેને સરેન્ડર કરવાનું કહ્યું તો તેણે ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ જવાબી ફાયરિંગમાં તે ઠાર મરાયો. UP STF આ એન્કાઉન્ટરને મોટી સફળતા માની રહી છે.

આ પણ વાંચો, આગ્રામાં મોટી દુર્ઘટનાઃ રસ્તા કિનારે સૂતા લોકો બેકાબૂ ટ્રક નીચે કચડાયા, 5નાં મોત, 2 ગંભીરવિકાસ દુબેને પણ પોતાના એન્કાઉન્ટરનો ડર

બીજી તરફ, મુખ્ય આરોપી વિકાસ દુબે ફરાર છે. તેને પણ પોતાનું એન્કાઉન્ટર થઈ જશે એવો ડર છે. મળતી માહિતી મુજબ, તે પોતાના વકીલોના માધ્યમથી કોર્ટમાં સરેન્ડર કરવાના પ્રયાસમાં છે. તેનું છેલ્લું લોકેશન ફરીદાબાદમાં મળ્યું હતું, જ્યારે તે એક હોટલમાં રોકાવા માટે રૂમ લેવા પહોંચ્યો. પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે તે ત્યાંથી જતો રહ્યો હતો. હવે ફરીદાબાદથી તેના બે નજીકના સાગરીતોની કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસને આશંકા છે કે તે હરિયાણા કે દિલ્હીની કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસમાં છે.

(ઇનપુટઃ ઋષભમણિ ત્રિપાઠી)
Published by: Mrunal Bhojak
First published: July 8, 2020, 8:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading