Home /News /national-international /લાડકોડથી દીકરાને ઉછેરી મોટો કર્યો; જવાન થયો તો તેના જ પ્રેમમાં પાગલ થઈ માતા, કરી લીધા લગ્ન

લાડકોડથી દીકરાને ઉછેરી મોટો કર્યો; જવાન થયો તો તેના જ પ્રેમમાં પાગલ થઈ માતા, કરી લીધા લગ્ન

માતા પોતાના દીકરાના પ્રેમમાં પાગલ થઈ ગઈ, લગ્ન કરી લીધા

જી હાં મા દીકરાનો સંબંધ કલંકિત કરનારી આ કહાની મરીના મલમાશેવા અને તેના સાવકા પુત્ર વ્લાદિમીર શવરીરીની છે. મરીના વ્લાદિમીરની દેખરેખ ત્યારથી રાખી રહી છે, જ્યારે તે 7 વર્ષનો હતો.

માતા અને દીકરાનો સંબંધ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. એક માતા પોતાનો સમય, શક્તિ બાળકોની દેખરેખ પાછળ ખર્ચી નાખે છે. આ સંબંધમાં ફ્કતને ફક્ત પ્રેમ હોય છે. પણ આ દિવસોમાં એવું થઈ રહ્યું છે કે, ક્યા સંબંધોમાં ક્યારે શું થાય તે કહી શકાય નહીં. આજે અમે આપને મા-દીકરાની એક એવી કહાની બતાવવા જઈ રહ્યા છીએ, જેની સાંભળીને આપને પણ વિશ્વાસ નહીં આવે. આમ જોવા જઈએ તો, આ મા દીકરાનો સંબંધ સાવકો સંબંધ છે, પણ મહિલાએ માત્ર 7 વર્ષની ઉંમરથી તેનું પાલનપોષણ કર્યું છે. જ્યારે તે જવાન થઈ ગયો તો, તેના જ પ્રેમમાં પાગલ થઈ ગઈ.

જી હાં મા દીકરાનો સંબંધ કલંકિત કરનારી આ કહાની મરીના મલમાશેવા અને તેના સાવકા પુત્ર વ્લાદિમીર શવરીરીની છે. મરીના વ્લાદિમીરની દેખરેખ ત્યારથી રાખી રહી છે, જ્યારે તે 7 વર્ષનો હતો. પણ હવે મરીના વ્લાદિમીરની પત્ની બની ચુકી છે અને હાલમાં જ તે પ્રેગ્નેટ થઈ. આ સંબંધને વ્લાદિમીરના પિતા અને મરીનાના પહેલા પતિએ ફગાવી દેતા બંનેને પાપના ભાગીદાર થયા હોવાનું ગણાવી રહ્યા છે.


સાવકો દીકરાનો ફસાવાનો આરોપ


મરીનાનો પહેલો પતિ કહે છેકે, તેના દીકરાને પોતાની જાળમાં ફસાવ્યો છે. મરીના ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે પોતાના વેટ લોસ કર્યો હતો. 38 વર્ષની મરીના ત્યાર બાદ લોકપ્રિય થઈ ગઈ. પણ ત્યાર બાદ પોતાના સાવકા દીકરાને લઈને ચર્ચામાં રહેવા લાગી. હવે 23 વર્ષના વ્લાદિમીરને મરીનાએ 7 વર્ષની ઉંમરથી ઉછેર્યો. મરીનાના લગ્ન વ્લાદિમીરના પિતા 47 વર્ષના એલેક્સી શવયરીન સાથે થયા હતા. પણ જેવુ વ્લાદિમીર જવાન થયો કે, મરીનાએ પ્રથમ પતિને છોડી મુક્યો.

આ પણ વાંચો: માતાજીના આ મંદિરમાં આવેલું છે જામફળનું અનોખું ઝાડ, 40 વર્ષથી નથી આવતા ફળ કે ફુલ

બીજા બાળકને આપ્યો જન્મ


હાલમાં જ મરીનાએ સોશિયલ મીડિયા પર પોતાના બીજા બાળકના વેલકમની સ્ટોરી શેર કરી હતી. આ અગાઉ વ્લાદિમીર અને મરીનાને એક વર્ષની દીકરી છે. હવે મરીનાને દીકરો થયો છે. મરીના અને વ્લાદિમીરના પિતા એક સાથે પાંચ બાળકોને દત્તક લીધા હતા. પણ હવે મરીનાએ તેની સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે કહ્યું કે, બધા બાળકો સારા છે, પણ તેમની સાથે કોઈ સંબંધ નથી. તે વ્લાદિમીર સાથે ખૂબ ખુશ છે.
First published:

Tags: Ajab Gajab, Viral news