Home /News /national-international /નવા અભ્યાસે સ્ટીફન હોકિંગની થિયરીને ખરી ઠેરવી, સમય જતાં બ્લેક હોલનું કદ ઓછું નથી થતું
નવા અભ્યાસે સ્ટીફન હોકિંગની થિયરીને ખરી ઠેરવી, સમય જતાં બ્લેક હોલનું કદ ઓછું નથી થતું
સ્ટીફન હોકિંગની થિયરી સાચી ઠરી.
ઇતિહાસમાં સૌથી ખ્યાતનામ ભૌતિકશાસ્ત્રીઓ પૈકીના એક સ્ટીફન હોકિંગે (Stephen Hawking) અવકાશમાં વિવિધ વિષયે સંશોધન કર્યા હતા. ખાસ કરીને બ્લેક હોલને સમજવા માટે તેમણે ઘણી શોધ કરી હતી.
નવી દિલ્હી: અંતરિક્ષ (Universe)માં અનેક રહસ્યો છે. આ રહસ્યોનો તાગ મેળવવા સંશોધકો સતત પ્રયાસ કરતા રહે છે. તેઓ આ તપાસમાં ઘણા આગળ નીકળી ગયા છે, પરંતુ આજે પણ એવા અનેક રહસ્યો છે, જેના પરથી પડદો ઊંચકાયો નથી. અવકાશમાં બ્લેક હોલ (Black holes) એક એવો વિષય છે, જે વિજ્ઞાનિકો અને અવકાશ અંગે જાણવાની ઈચ્છા ધરાવતા લોકોને આકર્ષતો આવ્યો છે. બ્લેક હોલમાંથી પ્રકાશ પણ નીકળી શકતો નથી. તેમાં ગુરુત્વાકર્ષણ બળ હોય છે. જે આસપાસ આવનારી કોઈ પણ વસ્તુને ખેંચી શકે છે. આપણી ગેલેક્સી (Galaxy)માં પણ બ્લેક હોલ હોવાનું કહેવાય છે. જેથી બ્લેક હોલ અંગેની શોધ વધુ મહત્ત્વની બને છે.
ઇતિહાસમાં સૌથી ખ્યાતનામ ભૌતિકશાસ્ત્રીઓ પૈકીના એક સ્ટીફન હોકિંગે (Stephen Hawking) અવકાશમાં વિવિધ વિષયે સંશોધન કર્યા હતા. ખાસ કરીને બ્લેક હોલને સમજવા માટે તેમણે ઘણી શોધ કરી હતી. 1971માં બ્લેક હોલ થિયોરમમાં હોકિંગે બ્લેક હોલ (Stephen Hawking black hole theory)નું કદ સમય સાથે ઓછું થાય તે બાબત અસંભવ હોવાનું કહ્યું હતું. આ થિયોરમ ગુરુત્વાકર્ષણ તરંગો અને બ્લેક હોલને વ્યાખ્યાયિત કરતા આલ્બર્ટ આઈન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત પરથી ઉતરી આવ્યો છે. તેણે વિશ્વભરના ઘણા ભૌતિકશાસ્ત્રીઓને આકર્ષિત કર્યા છે અને અનેક સંશોધનનો આધાર બન્યો છે.
આ દરમિયાન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકો દ્વારા તાજેતરમાં સુચવાયેલા સિદ્ધાંતે હોકિંગના આ થિયોરમને માન્યતા આપી છે. લાઈવ સાયન્સના મત મુજબ એસ્ટ્રોફિઝિસ્ટ મેક્સિમિલિઆનોની આગેવાનીમાં સંશોધકોની ટીમે તારણ કાઢવા માટે બે નાના બ્લેક હોલના એકબીજામાં વિલય થતી વખતે સામે આવેલા ગુરુત્વાકર્ષણ તરંગોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ગુરુત્વાકર્ષણ તરંગોનું એડવાન્સ્ડ લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ-વેવ ઓબ્ઝર્વેટરી (LIGO)નો ઉપયોગ કરીને અવલોકન કરવામાં આવ્યું હતું. આ અવલોકન મર્જર પહેલાં અને પછી એમ બે વિભાગોમાં વહેંચવામાં આવેલું હતું.
ત્યારબાદ ટીમે દરેક સેગમેન્ટમાં બ્લેક હોલની સપાટીના ક્ષેત્રની ગણતરી કરવા માટે માપ લેતા પહેલાં અને પછી તેનો ઉપયોગ કર્યો હતો. તેમાં સામે આવ્યું હતું કે, મર્જ કરેલા ક્ષેત્રની સમગ્ર સપાટીનું ક્ષેત્ર બે બ્લેક હોલની કુલ સપાટી કરતા વધારે હતું. આ અભ્યાસના તારણો અંગે વાત કરતા સંશોધકોએ ઉમેર્યું હતું કે, તેમના તારણો હોકિંગના થિયોરેમની 95 ટકા આત્મવિશ્વાસ સાથે પુષ્ટિ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર