બ્રહ્માંડના અનેક રહસ્યો પરથી પડદો ઊંચકનારા સ્ટીફન હોકિંગનું નિધન

 • Share this:
  વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોમાં સ્થાન ધરાવનાર સ્ટીફન હોકિંગનું 76 વર્ષની વયે નિધન થયું છે. સ્ટીફન હોકિંગના પરિવાર દ્વારા બુધવારે સવારે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પુષ્ટિ કરવામાં આવી છે કે કેમ્પ્રિઝ ખાતે તેમનું નિધન થયું છે.

  હોકિંગના બાળકો લુસી, રોબર્ટ અને ટીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમારા પિતાશ્રીના નિધનથી અમે ખૂબ જ ઊંડા દુઃખની લાગણી અનુભવી રહ્યા છીએ. તેઓ મહાન વૈજ્ઞાનિક અને ખાસ વ્યક્તિ હતા, લોકો તેમના મહાન કાર્યોને વર્ષો સુધી યાદ રાખશે. તેમની હિંમત અને સાતત્ય અને દિમાગની કુશળતાને કારણે તેમણે વિશ્વના લાખો લોકોને પ્રેરણા આપી છે.'

  સ્ટીફન હોકિંગનો જન્મ 8મી જાન્યુઆરી 1942ના રોજ ફ્રેંક અને ઇસાબેલ હોકિંગના ઘરે થયો હતો. તેઓ બ્રહ્માંડના બ્લેક હોલ્સ પર કામ કરી રહ્યા હતા. બ્લેક હોલ્સને અત્યારે બ્રહ્માંડનું સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે બ્રહ્માંડના અનેક રહસ્યો પર સંશોધન કર્યું છે. 'એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઇમ' બ્રહ્માંડ પર લખાયેલું તેમનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક છે.

  સ્ટીફન હોકિંગ વિશે જાણ્યું અજાણ્યું

  - તેમની ગણના વિસમી સદીના મહાના વૈજ્ઞાનિકોમાં થાય છે.
  - ડો. સ્ટીફન હોકિંગે પોતાની વ્હીલચેરમાં બેઠાં બેઠાં અનેક શોધ કરી
  - 21 વર્ષની ઉંમર તેમને એમિટ્રોફિક લેટરલ સ્કલરોસિસ  નામની ભયંકર બીમારી થઈ
  - મોતને નજીકથી જોઈને ગભરાયા, બાદમાં દ્રઢમનોબળથી જિંદગી જીવ્યા
  - વ્હીલચેર પર જ બ્રહ્માંડના અનેક રહસ્યોનો અભ્યાસ અને સંશોધનો કર્યા
  - બ્લેક હોલ વિશે સંશોધન અને અભ્યાસ કર્યો
  - કોસ્મોલોજી બ્રહ્માંડનું વિજ્ઞાન તેમનો મનપસંદ વિષય હતો

  સ્ટીફન હોકિંગે ખુરશી પર બેઠાં બેઠાં જ અનેક શોધ કરી હતી


  'હું મોતથી ડરતો નથી'

  બ્રહ્માંડના અનેક રહસ્યો પરથી પડદો ઊંચકનારા ડો. સ્ટીફન હોકિંગે એકવાર કહ્યું હતું કે, 'છેલ્લા 49 વર્ષથી હું મોતનું અનુમાન લગાવી રહ્યો છું. હું મોતથી ડરતો નથી. મને મરવાની કોઈ ઉતાવળ પણ નથી. મોત પહેલા મારે અનેક કામ
  કરવાના છે.'

  બીમારીએ આપી હિંમત

  પોતાના સફળતાનું રહસ્ય શેર કરતા તેમણે કહ્યું હતું કે, તેમની ગંભીર બીમારીએ તેમને વૈજ્ઞાનિક બનવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. બીમારી પહેલા તેઓ અભ્યાસ પર ધ્યાન આપતા ન હતા. પરંતુ બીમારી દરમિયાન તેમને લાગ્યું કે
  તેઓ લાંબો સમય સુધી જીવિત નહીં રહે આથી તેમણે તેમનું તમામ ધ્યાન રિસર્ચ પર કેન્દ્રીત કર્યું હતું. તેમણે બ્લેક હોલ્સ અને બ્રહ્માંડ વિશે અનેક અભ્યાસ અને સંશોધન કર્યા છે.  એમિટ્રોફિક લેટરલ સ્કલરોસિસથી હતા પીડિત

  ડો. સ્ટીફન હોકિંક 21 વર્ષની ઉંમરથી જ એમિટ્રોફિક લેટરલ સ્કલરોસિસથી (ALS) પીડિત હતા. આ એક ન્યૂરોલોજિકલ બીમારી છે, જેના કારણે મગજનું શરીરની માંસપેશિઓ પરથી નિયંત્રણ હટી જાય છે.

  બ્રહ્માંડના મેપિંગની હતી યોજના

  2016માં એવા સમાચાર આવ્યા હતા કે, સ્ટીફન હોકિંગ સમગ્ર બ્રહ્માંડનું મેપિંગ કરવા માટેની કોઈ યોજના બનાવી રહ્યા છે. નોંધનીય છે કે હોકિંગે કેબ્રિજ યુનિવર્સિટી ખાતે એક સુપર કોમ્પ્યૂટિંગ સેન્ટર બનાવ્યું છે. ધ સંડે ટાઇમ્સમાં એહવાલ છપાયો હતો કે હોકિંગનું કોસ્મોસ કોમ્પ્યૂટર અબજો આકાશગંગા, બ્લેકહોલ્સ, સુપરનોવા અને બ્રહ્માંડની સ્થિતિ અને તેમની ચાલનો અભ્યાસ કરી એક માનચિત્ર તૈયાર કરશે.
  Published by:Vinod Zankhaliya
  First published: