નરાધમ બાપ : સાવકી દીકરી સાથે 9 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ, કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી

નરાધમ બાપ : સાવકી દીકરી સાથે 9 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યુ, કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી
પ્રતિકાત્મક તસવીર

માનવતાને શર્મશાર કરતા કિસ્સામાં સાવકા બાપે સાત વર્ષની સાવકી દીકરીનો બળાત્કાર કર્યો હતો. પત્ની અને દીકરાને ઉંઘની ગોળી આપી દુષ્કર્મ ગુજારતો

 • Share this:
  ઋષભ મણિ ત્રિપાઠી લખનઉ : માનવતાને શર્મસાર કરતો આ કિસ્સો વાંચી કોઈ પણ વ્યક્તિનું લોહી ઉકળી ઉઠશે. હ્રદય દ્વાવક ઘટનામાં એક સાવકા બાપે (Step Father) પોતાની સાવકી દીકરીનો (Step Daughter) જ વર્ષો સુધી બળાત્કાર (Rape) કર્યો હતો. પત્ની (Wife) અને દીકરાને (Son) ઉંઘની ગોળી આપી અને આ નરાધમ સાવકી દીકરીને હવસનો શિકાર બનાવતો હતો. આખરે એક દિવસ પાપનો ભાંડો ફૂટ્યો અને તેનો ન્યાય પણ થયો. કોર્ટે (Court) લખનઉના આ કેસમાં બાપને અંતિમ શ્વાસ (Life impirisonment) સુધી આકરી કેદની સજા ફટકારી છે.

  પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધીશ અરવિંદ મિશ્રાએ દોષિત સાવકા પિતાને આજીવન કેદની સજા અને 60 હજારનો દંડ ફટકાર્યો હતો. અદાલતે પીડિતાને દંડની 90 ટકા રકમ આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આજીવન કેદની સજા સંભળાવતા તેના આદેશમાં જણાવ્યું છે કે શુક્રવારથી દોષી ઠેરવવામાં આવેલો ફરીદ તેના અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેશે.  આ પણ વાંચો : કોરોનાનો કહેર : ડોનાલ્ડ ટ્ર્મ્પે અમેરિકામાં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

  પીડિતાની માતાએ આરોપી ફરીદ સાથે લગ્ન કર્યા હતા

  અદાલતમાં સરકારી વકીલ નવીન ત્રિપાઠી અને અભિષેક ઉપાધ્યાયે દલીલ કરી હતી કે કેસ રિપોર્ટ 26 જૂન 2015 ના રોજ હુસૈનગંજ પોલીસ સ્ટેશનમાં પીડિત 16 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. એફઆઈઆર અનુસાર પીડિતા 3 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. પીડિતા અને તેનો ભાઈ તેની માતા સાથે રહેતા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે થોડા સમય પછી પીડિતાની માતાએ આરોપી ફરીદ સાથે લગ્ન કર્યા, પરંતુ આરોપીને પીડિતા અને તેનો ભાઈને પસંદ ન હતો. આરોપી બાળકોને ઉંઘની ગોળીઓ ખવડાવતો હતો અને માર પણ મારતો હતો.

  આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાથી પાલનપુર આવેલા 4 તાલિમાર્થીને શંકાસ્પદ કોરોના, વડોદરામાં પણ પ્રથમ શંકાસ્પદ કેસ

  માતાએ વિરોધ કર્યો તો તેને પણ ફટકારી

  પીડિતા 7 વર્ષની હતી ત્યારે આરોપીએ પીડિતાની માતા અને ભાઇને ઉંઘની ગોળી પીવડાવી પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું. જ્યારે તેની માતાએ પીડિતાની વ્યથા બાદ માતાએ વિરોધ કર્યો ત્યારે આરોપીઓએ બંનેને માર મારતો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ 9 વર્ષ સુધી તેની છેડતી કરી હતી અને તેણે 26 જૂન 2015 ની રાત્રે પણ દુષ્કર્મ કર્યું હતું.
  Published by:News18 Gujarati
  First published:March 14, 2020, 08:44 am

  ટૉપ ન્યૂઝ