ઉન્નાવઃ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ઉન્નાવ જનપદમાં સંબંધોને તારતાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં ગુરુ અને શિષ્યના (teacher-students) સંબંધોને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. ઘટનામાં સગીર વિદ્યાર્થિની સાથે છેલ્લા એક વર્ષથી ડરાવી ધમકાવીને શાળાનો શિક્ષક તેની સાથે દુષ્કર્મ (teacher raped on students) આચરી રહ્યો હોવાની ફરિયાદ થઈ છે. સગીર વિદ્યાર્થિને મેડકિલ તપાસ માટે હોસ્પિટલ (hospital) મોકલાવમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઉન્નાવ જનપદ આસીવન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા રમપુરવા ગામમાં રહેતી 15 વર્ષીય કિશોરી એક વિદ્યાલયમાં 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. અહીં ઘર ઉપર ભણાવવા માટે પ્રદીપ કુમાર નામનો શિક્ષક આવતો હતો. વિદ્યાર્થિનીને ડરાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. અને કોઈને જણાવી તો અંમાજ ભોગવવા તૈયાર રહેવાની ધમકી પણ આપતો હતો.
શિક્ષક વિદ્યાર્થિને ભણાવવા માટે તેના ઘરે જતો હતો. પાંચ માર્ચે શિક્ષકને ખરાબ હરકત કરતા પરિવારજનો જોઈ ગયા હતા. પિતાએ કડકાઈથી પૂછપરછ કરી તો વિદ્યાર્થિનીએ આખી કહાની જણાવી હતી. પિતા પોલીસ પાસે ગયો પરંતુ કોઈ કાર્યવાહી ન થઈ.
ત્યારબાદ એસપીનો દરવાજો ખટખટાવ્યો હતો. ઉચ્ચઅધિકારીના નિર્દેશ ઉપર આસીવન પોલીસે મોડી રાત્રે શિક્ષક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધીને વિદ્યાર્થિનીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલી આપી હતી.
બાંગરમરુ સીઓ અંજની કુમાર રાયના જણાવ્યા પ્રમાણે આસીવન જનપદ ઉન્નામાં રહેનારા એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ આપી છે કે તેની પુત્રી જે 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેની સાથે બે વર્ષથી ઘરે ભણાવવા માટે શિક્ષક આવતો હતો.
આ શિક્ષકે છેલ્લા એક વર્ષથી પરીક્ષમાં નપાસ કરવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ અંગેની જાણ સગીરાએ તેના પિતાને કરી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર