લૉકડાઉન 4.0 માં મળી શકે છે આ છૂટ, 11 રાજ્ય કરી રહ્યા છે આવું પ્લાનિંગ

લૉકડાઉન 4.0 માં મળી શકે છે આ છૂટ, 11 રાજ્ય કરી રહ્યા છે આવું પ્લાનિંગ
લૉકડાઉન 4.0 માં મળી શકે છે આ છૂટ, 11 રાજ્ય કરી રહ્યા છે આવું પ્લાનિંગ

એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર તરફથી 18 મે થી લૉકડાઉનનું ચોથું ચરણ થોડી ઢીલ સાથે લાગુ કરવામાં આવી શકે છે

 • Share this:
  નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણ રોકવા માટે 17 મે સુધી લૉકડાઉન (Lockdown)લગાવવામાં આવ્યું છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્ર સરકાર તરફથી 18 મે થી લૉકડાઉનનું ચોથા ચરણ થોડી ઢીલ સાથે લાગુ કરવામાં આવી શકે છે. પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi)પણ આને લઈને ઇશારો કરી ચૂક્યા છે. એવામાં 11 રાજ્ય 18 મે થી લૉકડાઉનને લઈને ખાસ પ્લાન બનાવી રહ્યા છે. જેમાં વ્યાવસાયિક ગતિવિધિઓમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી શકે છે.

  હરિયાણા - કેટલાક પ્રતિબંધ સાથે લૉકડાઉન યથાવત્ રહી શકે છે. રાજ્યના જિલ્લામાં રાજ્ય પરિવહન ચલાવવાની યોજના છે. રાજ્યની સરહદો પર શરતો સાથે છૂટ આપવામાં આવી શકે છે. રાજ્ય સરકાર 18 મે થી દિલ્હી રેલવે સ્ટેશન માટે બસ સેવા શરુ કરવા પર વિચાર કરી રહી છે.  પંજાબ - મુખ્યમંત્રીના કાર્યાલયના સૂત્રોના મતે રાજ્યમાં લૉકડાઉન યથાવત્ રહી શકે છે. સૂત્રોના મતે રાજ્ય સરકાર પ્રદેશમાં રેડ ઝોનમાં પણ નિયમ અને શરતો સાથે કેટલાક લધુ, મધ્યમ ઉદ્યોગ ખોલવા પર વિચાર કરી રહી છે.

  હિમાચલ પ્રદેશ - મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોના મતે રાજ્યમાં વ્યાવસાયિક ગતિવિધિઓ વધારીને લૉકડાઉન ચાલું રાખવા પર વિચાર ચાલી રહ્યો છે. રાજ્યની સરહદો બંધ રહેશે. ઓદ્યોગિક અને વ્યાવસાયિક ગતિવિધિઓ ધીરે-ધીરે ચાલુ કરવામાં આવશે. રાજ્યની અંદર અવર-જવર પર વિચાર ચાલી રહ્યો છે.

  આ પણ વાંચો - ખેડૂતોને પાકની વધારે કિંમત આપવા માટે કાનૂન બનશે : નાણા મંત્રી

  ગુજરાત - સૂત્રોના મતે ગુજરાતમાં પણ કેટલીક ઢીલ સાથે લૉકડાઉન યથાવત્ રહી શકે છે. રાજ્યમાં કંટેનમેન્ટ ઝોનને છોડીને રેડ ઝોનમાં કેટલાક કલાક માટે 30 ટકા સ્ટાફ સાથે ઓફિસ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

  ઓરિસ્સા - સૂત્રોએ જણાવ્યું છે કે કોવિડ 19ના કંટેનમેન્ટ ઝોનમાં જ કડકાઈ રહેશે. અન્ય ઝોનમાં ઢીલ આપવામાં આવશે. આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

  ઉત્તર પ્રદેશ - ઉત્તર પ્રદેશમાં રેડ ઝોનમાં પ્રતિબંધ યથાવત્ રહી શકે છે. રેડ ઝોનના સીલ હોટસ્પોટની બહાર એક તૃતિયાંશ દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે. ખાનગી ઓફિસને 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવી ચૂકી છે. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેટલાક પ્રતિબંધ સાથે સામાન્ય જીવન શરુ થઈ શકે છે.

  બિહાર - સુત્રોના મતે બિહારમાં કેટલીક વ્યાયસાયિક છૂટ સાથે લૉકડાઉન યથાવત્ રહી શકે છે.

  મધ્ય પ્રદેશ - મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોના મતે સરકાર ગ્રીન ઝોનમાં આર્થિક ગતિવિધિઓ શરુ કરવાની મંજૂરી આપી શકે છે. રાજ્યમાં ગ્રીન ઝોનમાં ઓડ-ઇવન ફોર્મ્યુલા પ્રમાણે દુકાન ખોલવામાં આવી શકે છે.

  રાજસ્થાન - કોવિડ-19 સંક્રમણથી પ્રભાવિત વિસ્તારને છોડીને રાજ્ય સરકાર લૉકડાઉન વધારવાના પક્ષમાં નથી. સરકાર ઇચ્છે છે કે ગ્રીન ઝોનમાં વ્યાવસાયિક ગતિવિધિઓ શરુ કરવામાં આવે.

  અસમ - રાજ્ય સરકારના સૂત્રોના મતે રાજ્ય સરકાર લૉકડાઉનને બે સપ્તાહ સુધી વધારવા માંગે છે. કંટેનમેન્ટ ઝોનમાં જ સખત નિયમ લાગુ પડશે. અન્ય ક્ષેત્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઢીલ આપવામાં આવી શકે છે.

  મહારાષ્ટ્ર - મહારાષ્ટ્ર સરકાર ગુરુવારે ઇચ્છા વ્યક્ત કરી ચૂકી છે કે લૉકડાઉનને મુંબઈના મહાનગરીય ક્ષેત્ર, સોલાપુર, પૂણે, ઓરંગાબાદ અને માલેગાંવમાં 31 મે સુધી વધારવામાં આવે. આ બધા હોટસ્પોટ છે.
  Published by:News18 Gujarati
  First published:May 15, 2020, 22:24 pm

  ટૉપ ન્યૂઝ