મોટર વ્હીકલ એક્ટના દંડમાં હવે રાજ્યો ફેરફાર નહીં કરી શકે, રાષ્ટ્રપતિની લેવી પડશે મંજૂરી

News18 Gujarati
Updated: January 7, 2020, 7:45 AM IST
મોટર વ્હીકલ એક્ટના દંડમાં હવે રાજ્યો ફેરફાર નહીં કરી શકે, રાષ્ટ્રપતિની લેવી પડશે મંજૂરી
ગુજરાતની રૂપાણી સરકારે ટ્રાફિક દંડની રકમમાં છૂટછાટ આપતાં ઘટાડો કર્યો હતો, હવે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે

ગુજરાતની રૂપાણી સરકારે ટ્રાફિક દંડની રકમમાં છૂટછાટ આપતાં ઘટાડો કર્યો હતો, હવે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે કોઈ પણ રાજ્ય નવા મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicles Act)માં નક્કી કરવામાં આવેલી દંડની નિયત સીમા ઓછી નહીં કરી શકે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રાજ્યોને મોકલેલા પરામર્શમાં કહેવામાં આવ્યું છે કે મોટર વાહન (સંશોધન) અધિનિયમ 2019 સંસદમાં પાસ થયેલો કાયદો છે. રાજ્ય સરકાર અધિનિયમમાં નિયત દંડની સીમાને ઘટાડાને લઈ કોઈ કાયદો પાસ ન કરી શકે અને ન તો કાર્યકારી આદેશ જાહેર કરી શકે. દંડને નિયમ સીમાથી ઓછો કરવા માટે તેમણે પોતાના સંબંધિત રાજ્યના કાયદા પર રાષ્ટ્રપતિ (President of India)ની મંજૂરી લેવી પડશે.

પરિવહન મંત્રાલય (Ministry of Transportation)એ આ મુદ્દે કાયદા મંત્રાલય (Ministry of Law) પાસે કાયદાકિય સલાહ માંગી હતી કારણ કે અનેક રાજ્યોએ કેટલાક મામલાઓમાં દંડની રકમને ઓછી કરી દીધી હતી. નવો મોટર વ્હીકલ એક્ટ 1 સપ્ટેમ્બર 2019થી લાગુ છે. તેમાં ટ્રાફિક નિયમો (Traffic Rules)નું ઉલ્લંઘન પર જોગવાઈઓ કડક કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી

મંત્રાલયે પરામર્શમાં કહ્યું કે, કાયદા મંત્રાલયે ભારતના એટોર્ની જનરલ સાથે તેમનો મત લીધા બાદ સલાહ આપી છે. એટોર્ની જનરલનું માનવું છે કે મોટર વ્હીકલ એક્ટ, 1988ને મોટર વ્હીકલ (સંશોધન) એક્ટ 2019ના દ્વારા સંશોધિત કરવામાં આવ્યો છે. આ એક સંસદીય કાયદો છે અને રાજ્ય સરકારો તેમાં નિયમ દંડની સીમાને ઓછી કરવા માટે ત્યાં સધી કાયદો પસાર કે કાર્યકારી આદેશ જાહેર ન કરી શકે જ્યાં સુધી તેઓ સંબંધિત કાયદા પર રાષ્ટ્રપતિની સહમતી ન મેળવી લે.

સરકારે આ પહેલા કહ્યું હતું કે, ગુજરાત (Gujarat), કર્ણાટક (Karnataka), મણિપુર (Manipur) અને ઉત્તરાખંડ (Uttarakhand)એ કેટલાક અપરાધોમાં દંડની રકમને ઓછી કરી દીધી હતી. રાજ્યોના મુખ્ય સચિવોને મોકલવામાં આવેલા આ પરામર્શમાં આ કાયદાકીય મતને પણ રજૂ કરવામાં આવ્યો છે કે રાજ્યો આ કાયદાના અમલીકરણમાં અસફળ રહેવાની સ્થિતિમાં બંધારણની કલમ 256 હેઠળ કેન્દ્ર સરકારને સંબંધિત કાર્ય માટે રાજ્યોને જરૂરી નિર્દેશ આપવાનો અધિકાર છે.

આ પણ વાંચો, Job Alert: ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરીની તક, 2 ફેબ્રુઆરી પહેલા કરો અરજી
First published: January 7, 2020, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading