નવી દિલ્હીઃ દિહીની સરહદો પર કૃષિ કાયદા (Agriculture Laws)ની વિરુદ્ધ આંદોલન (Farmer Protest) કરી રહેલા ખેડૂતોનો આજે 11મો દિવસ છે. તેમની માંગ છે કે ત્રણય કૃષિ કાયદા પરત લેવામાં અવે. જોકે આ દરમિયાન સરકાર સાથે પણ તેમની અનેક ચરણની મંત્રણા પરિણામ વગરની રહી છે. હવે કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરી (Kailash Choudhary)નું આ મામલામાં મોટું નિવેદન આવ્યું છે. તેઓએ વિપક્ષ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવતા કહ્યું કે, MSP આગળ પણ ચાલુ રહેશે, ખેડૂતોને કોઈની વાતમાં આવી જવાની જરૂર નથી. પીએમ મોદી જે કહે છે તેવું થાય છે. MSP વિશે લેખિત પણ આપી શકીએ છીએ.
કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યું કે, સ્વામીનાથન આયોગમાં પણ આ ભલામણો કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોનું હિત છે. આ કાયદો ખેડૂતોના હિતમાં છે. સરકારે કહ્યું છે કે સંશોધનની આવશ્યક્તા હશે તો કરીશું. સંશોધનની શક્યતા હશે તો વિચાર કરાશે.
I have faith in PM Modi's leadership & farmers. I'm sure farmers will never make a decision that will cause unrest anywhere in the country. These laws have provided freedom to them. I don't think the real farmers, working in their farms, are bothered about it: MoS Agriculture https://t.co/pQnpzy8Uh9
તેઓએ કહ્યું કે, વિપક્ષ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કરી રહ્યું છે. કેટલાક રાજકીય લોકો આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે. આ બિલના માધ્યમથી ખેડૂતોને આઝાદી મળી છે. તેઓએ કહ્યું કે, મને નથી લાગતું કે ખેતરોમાં કામ કરતાં અસલી ખેડૂતોને તેનાથી (કૃષિ કાયદાથી) આપત્તિ છે. ખેડૂતોને આ મામલામાં રાજકારણ પર વિચાર કરવો જોઈએ.
કૃષિ રાજ્યમંત્રીએ કહ્યું કે આટલા વર્ષથી ખેડૂત સંઘ યોગ્ય મૂલ્ય માટે આંદોલન કરતા આવ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં ખેડૂતોના હિતનો નિર્ણય લેવાયો છે, દર 4 મહિનામાં 2000 રુપિયા જમા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોની સીધી સન્માન નિધિની રકમ આપવામાં આવે છે. તેની સાથે જ તેઓએ કહ્યું કે, ભારત બંધથી દેશનું આર્થિક નુકસાન થશે અને મને વિશ્વાસ છે કે ખેડૂત દેશમાં અશાંતિ ફેલાવનારું કોઈ પગલું નહીં ભરે.
તેઓએ કહ્યું કે, પીએમ મોદીનું લક્ષ્ય છે ખેડૂતની આવક ડબલ કરવી, તેના માટે એવા સુધાર લાવવાની જરુર હતી. ભારત સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે. દેશના ખેડૂત નરેન્દ્ર મોદીજીની સાથે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર