અસામાજીક લોકો છે કાશ્મીરી ભાઈઓ પર હુમલો કરનારા, કડક કાર્યવાહી કરે તમામ રાજ્યો: PM
આપણા દેશમાં જ, ઘરમાં જ કેટલાક લોકો સેનાના પરાક્રમને નીચુ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનને પસંદ આવે, આતંકીઓને પ્રોત્સાહન મળે, તેવી જ વાતો કહેવામાં આવી રહી છે.
આપણા દેશમાં જ, ઘરમાં જ કેટલાક લોકો સેનાના પરાક્રમને નીચુ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનને પસંદ આવે, આતંકીઓને પ્રોત્સાહન મળે, તેવી જ વાતો કહેવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા કે, કાશ્મીરીઓ પર હુમલો કરનારા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલા ભરે. કાનપુરમાં એક જનસભા સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં એકતાના માહોલને બનાવી રાખવી ખુબ જરૂરી છે. હાલમાં જ લખનઉના ડાલીગંજ વિસ્તારમાં કેટલાકા લોકોએ કાશ્મીરી વ્યાપારીઓ સાથે મારપીટ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, લખનઉમાં કેટલાક અસામાજીક તત્વોએ આપણા કાશ્મીરી ભાઈઓ સાથે જે વર્તન કર્યું હતું, તેના પર યૂપી સરકારે તુરંત કાર્યવાહી કરી. હું અન્ય રાજ્યોને પણ આગ્રહ કરુ છું કે, જ્યાં પણ આવી કોઈ હરકત કરવામાં આવે, તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.
તો પુલવામા હુમલાના જવાબમાં વાયુસેનાની એર સ્ટ્રાઈક પર વાત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પુલવામાં હુમલા બાદ આપણા વીર જવાનોએ પરાક્રમ બતાવ્યું, જે દેશે જોયુ છે. પરંતુ, બહુ દુખની વાત છે કે, આપણા દેશમાં જ, ઘરમાં જ કેટલાક લોકો સેનાના પરાક્રમને નીચુ દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનને પસંદ આવે, આતંકીઓને પ્રોત્સાહન મળે, તેવી જ વાતો કહેવામાં આવી રહી છે.
પીએમએ કહ્યું કે, સીમાપાર આતંકીઓ વિરુદ્ધ નિર્ણાયક લડાઈ વચ્ચે, આતંકી ખુબ અકળાયા છે. આજ પરિણામ સ્વરૂપે જમ્મુ-કાશ્મીરમાં ફરી હુમલો થયો છે. જે પ્રકારે અમારી સરકાર સખત કાર્યવાહી કરી રહી છે, તે હજુ અકળાશે. આપણે સતર્કતા રાખતા રાષ્ટ્ર પ્રત્યે પોતાની પરજ નિભાવવાની જરૂરત છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે પાકિસ્તાન પર પુરી દુનિયાનું દબાણ છે કે તે આતંકવાદ વિરુદ્ધ કડક પગલા ભરે. એવામાં ભારતના કોઈ પમ વ્યક્તિએ પાકિસ્તાનને સમર્થન મળે તેવા નિવેદન ન આપવા જોઈે. પીએમએ પ્રશ્ન કર્યો કે, શું આવા લોકોને આ શોભે છે? ના ભૂલો, કે તમારા નિવેદનને આધાર બનાવી પાકિસ્તાન દુનિયામાં ભ્રમ ફેલાવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર