Home /News /national-international /80 વર્ષથી 100 વર્ષની વયના વૃદ્ધ મતદાતા પોતાના ઘરે જ મતદાન કરી શકશે, દિવ્યાંગો માટે ખાસ એપ બનાવવામાં આવી

80 વર્ષથી 100 વર્ષની વયના વૃદ્ધ મતદાતા પોતાના ઘરે જ મતદાન કરી શકશે, દિવ્યાંગો માટે ખાસ એપ બનાવવામાં આવી

ગુજરાત ચૂંટણી 2022

મતદાર 80 વર્ષથી 100 વર્ષની વયના હશે તો તેમને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવશે અને પરત મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આ ઉપરાંત તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી થશે. આ ઉપરાંત મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે, જેથી કોઈ વિરોધ ન કરી શકે.

વધુ જુઓ ...
    ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચૂંટણીપંચે રાજ્યના મતદારોની ફાઇનલ યાદી જાહેર કરી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.

    મતદાર 80 વર્ષથી 100 વર્ષની વયના હશે તો તેમને મતદાન કેન્દ્ર સુધી લાવવામાં આવશે અને પરત મૂકવામાં આવશે. આ ઉપરાંત કોઈ ઉંમરલાયક મતદાર મત આપવા ન આવતા હોય તો ચૂંટણીના અધિકારીઓ તેમના ઘરે જશે અને તેમની પાસે મતદાન કરાવશે. આ ઉપરાંત તેમને એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મની સમગ્ર પ્રકિયાની વીડિયોગ્રાફી થશે. આ ઉપરાંત મતદાન ગણતરી વખતે તેમના મતની ગણતરી થશે. તેઓ મતદાન કરશે ત્યારે તેમના વિસ્તારના ઉમેદવાર હાજર રહેશે અને સમગ્ર મતદાન પ્રકિયા ઘરે થશે, જેથી કોઈ વિરોધ ન કરી શકે.

    આ પણ વાંચોઃ મોદીએ એમ્બ્યુલન્સ માટે કાફલો રોક્યો, કાંગડામાં રેલી કરીને પરત ફરતી વખતે આ ઘટના બની હતી

    રાજકીય પક્ષોએ તેમનાં સૂચનો ચૂંટણીપંચને આપ્યાં હતાં


    રાજકીય પક્ષો સાથે બેઠક કરાઈ હતી અને તેમને કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા. બહુજન સમાજ પાર્ટી, કોંગ્રેસ, ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષો તેમનાં સૂચનો ચૂંટણીપંચને આપ્યાં હતાં. સી વિઝલન કરીને એક એપ્લિકેશન જાહેર કરી છે. ચૂંટણી દરમિયાન થતાં કોઈ ખોટાં કામો તેનો વીડિયો બનાવીને તેની ફરિયાદ કરે તો 100 મિનિટના ગાળામાં એ ફરિયાદના આધારિત પગલાં ભરવામાં આવશે. ફરિયાદી પોતાનું નામ ગુપ્ત રાખવા માગે તો તે નામ પણ ગુપ્ત રહેશે, જેમાં દારૂ હેરાફેરી, રૂપિયાની લેતીદેતી કે હેરાફેરીનો કોઈ પ્રયાસ કરે તો તેઓ આ એપ્લિકેશન પર સીધી ફરિયાદ કરશે.

    વિકલાંગ અને દિવ્યાંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 7 મતદાન કેન્દ્ર એવાં હશે, જેમાં માત્ર મહિલા મતદાન કરશે. એમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બૂથ હશે, જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકાશે. કલેક્ટરને સૂચના અપાઈ કે 100 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે, કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે.

    દિવ્યાંગો માટે ખાસ એપ બનાવવામાં આવી


    કુલ મતદારોમાં 4 લાખથી વધુ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Gujarat Elections, Voters

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन