Home /News /national-international /Pakistan Politics: અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન શરૂ, ઈમરાન ખાન પૂર્વ પીએમ બની જશે

Pakistan Politics: અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન શરૂ, ઈમરાન ખાન પૂર્વ પીએમ બની જશે

ઈમરાન ખાન અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન

પાકિસ્તાન (Pakistan) નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા ઈમરાન ખાને (PM Imran Khan) વિપક્ષની સામે 3 શરતો રાખી. તેમણે કહ્યું કે તેઓ વિશ્વાસ મતને ત્યારે જ મંજૂરી આપશે જ્યારે તેમની માંગણીઓ પૂરી થશે

ઈસ્લામાબાદ: ઈમરાન ખાન (PM Imran Khan) ના સાંસદોએ સંસદની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો, ઈમરાન વિરુદ્ધ વિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન શરૂ થયું હતુ. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે (Asad Kaiser, Speaker of the National Assembly of Pakistan) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, હું ઈમરાન ખાન સાથે છેતરપિંડી ન કરી શકું. હું 26 વર્ષની ઉંમરે પાર્ટીમાં જોડાયો હતો. તેમણે અત્યંત ભાવુક ભાષણ સાથે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાન (Pakistan) માં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પીએમ ઈમરાન ખાન આત્મસમર્પણની મુદ્રામાં આવી ગયા છે. નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા ઈમરાન ખાને વિપક્ષની સામે 3 શરતો રાખી. તેમણે કહ્યું કે તેઓ વિશ્વાસ મતને ત્યારે જ મંજૂરી આપશે જ્યારે તેમની માંગણીઓ પૂરી થશે.

ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ ત્રણ માંગણીઓમાં તેમની ધરપકડથી રક્ષણ, નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા શાહબાઝ શરીફ (shahbaz sharif) ને વડાપ્રધાન ન બનાવવા અને પાકિસ્તાનના વિવાદાસ્પદ વટહુકમ નેશનલ રિકોન્સિલેશન ઓર્ડિનન્સ (NRO) હેઠળ મુક્તિનો સમાવેશ થાય છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ઈમરાન ખાન ઈસ્લામાબાદના બાની ગાલામાં હતા અને કેબિનેટ મંત્રીઓ તેમના સંપર્કમાં હતા.



પાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, મતદાન શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષી નેતાઓ સ્પીકર સાથે સંમત થયા હતા કે ઇફ્તાર પછી મતદાન થશે, પરંતુ મંત્રીઓ સ્પીકરને ઇફ્તાર પછી મતદાન સ્થગિત કરવા દબાણ કરી રહ્યા હતા, જોકે આ સમાચાર લખાય છે ત્યારે મતદાન શરૂ થઈ ગયું છે.

વિપક્ષના કેટલાક નેતાઓ સાથે વાતચીત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને કેટલાક મંત્રીઓ આ દરમિયાન વાતચીત કરશે. નેતાઓને ખાતરીની જરૂર છે કે જો અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થાય છે અને આવતીકાલે નવી સરકાર રચાય છે, તો નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) PM ઈમરાન ખાન વિરુદ્ધ કેસ નોંધશે નહીં અને અન્ય કેબિનેટ મંત્રીઓની ધરપકડ કરશે નહીં.

ઈમરાન ખાન વિપક્ષ પાસેથી એનઆરઓની માંગ કરી રહ્યા છે પરંતુ વિપક્ષી નેતાઓ સાથે વાત કર્યા બાદ તેમણે કહ્યું કે અમે આ માટે તૈયાર નથી અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ.

આ પણ વાંચોઅમેરિકા પર ગંભીર આરોપોથી લઇને ભારતના વખાણ સુધી, ઇમરાન ખાનના સંબોધનની મહત્વની વાતો

પાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, ઈમરાન ખાન દ્વારા બીજી એક માંગ કરવામાં આવી છે કે, શાહબાઝ શરીફને બદલે કોઈ નાની પાર્ટીના નેતાને વડાપ્રધાન બનાવવામાં આવે. સરકાર અને વિપક્ષના નેતાઓ વચ્ચે આ વાતચીત ચાલી રહી છે.
First published:

Tags: Imran Khan, Pakistan news, Pakistan PM, Pakistan PM imran khan, Politics News, પાકિસ્તાન, પાકિસ્તાન સમાચાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો