Unlockd 1.0 : હવે હોટલમાં એન્ટ્રી લેતા પહેલાં ભરવું પડશે ફોર્મ, જાણો Entryથી Exit સુધીની ગાઇડલાઇન

Unlockd 1.0 : હવે હોટલમાં એન્ટ્રી લેતા પહેલાં ભરવું પડશે ફોર્મ, જાણો Entryથી Exit સુધીની ગાઇડલાઇન
પ્રતિકાત્મક તસવીર

ભારત સરકારે હોટલ રેસ્ટોરાં અને અન્ય સ્થળોને ખોલવાની ગાઇડલાઇન જાહેર કરી દીધી છે.

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરૂવારે દેશમાં શૉપિંગ મૉલ, ઑફિસ અને હૉટલ્સ તેમજ રેસ્ટોરાં ખોલવાની ગાઇડલાઇન બહાર પાડી દીધી છે. હવે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજનર મુજબ આ સ્થળોને ખોલી શકાશે. આ સેવાઓ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ખોલી શકાશે નહીં. આ તમામ સ્થળો પર 65 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ, ગર્ભવતી મહિલૈઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરે લઈ જવાની સલાહ છે. ખાસ કરીને સ્વાદના રસિયાઓ માટે હોટલ્સ અને રેસ્ટોરાં ખૂલશે પરંતુ તેના માટે ખાસ નિયમો પાળવા પડશે.

  સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન  1 બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર જાળવવા સાથે ફેસ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે. હેન્ડ વોશિંગ અને હેન્ડ સેનિટાઇઝરની પણ વ્યવસ્થા કરવી ફરજિયાત રહેશે. છીંક આવે કે ઉધરસ આવે ત્યારે કોઈએ ધ્યાન આપવું પડશે. . ગમે ત્યાં થૂંકવું સખત પ્રતિબંધિત છે. દરેકને આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

  2 હૉટલ અને રેસ્ટોરાંના એન્ટ્રી ગેટ પર થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવી પડશે અને પ્રવેશ લેતા પહેલાં ગ્રાહકોનું ટેમ્પરેચર ચેક કરવું પડશે. માસ્ક ન પહેરનારને પ્રવેશ નહીં મળે. જે ગ્રાહકોમાં લક્ષણો જણાય તેમને પ્રવેશ નહીં મળે. સ્ટાફે ગ્લૉવ્ઝ ફરજિયાત પહેરવા પડશે.

  3 શક્ય હોય તો હોટલમાં ચીજો અને સ્ટાફ માટે તેમજ ગ્રાહકો માટે અલગ એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા કરવી પડશે. એલિવેટરમાં લોકોની સંક્યા ઘટશે. રિસેપ્શન પર ટ્રાવેલ ડિટેલ આપવી પડશે અને એક ફોર્મ ભરવું પડશે.

  4 હોટલ્સ અને રેસ્ટોરાંએ ડિજિટલ પેમેન્ટને પ્રાધાન્ય આપવું પડશે. રૂમમાં સામાન પહોંચાડતા પહેલાં તેને ડિસઇન્ફેક્ટ કરવો પડશે. રેસ્ટોરાંમાં કપડાના નેપકિ અન રૂમાલના બદલે ડિસ્પોઝિબલ નેપકિનની સુવિધા રાખવી પડશે.

  આ પણ વાંચો :   Chandra grahan 2020 : Corona કાળમાં આજે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ, ભૂલથી પણ ન કરતા આ કામ!

  5 ભોજન માટે રૂમ સર્વિસ અથવા ટેકઅવેને પ્રાધાન્ય આપવું પડશે. ડિલિવરી સ્ટાફ રૂમની બહાર જ ભોજન આપશે. રૂમ સર્વિસ અને ગેસ્ટ વચ્ચે ઇન્ટરકોમ આવશ્યક છે. હોટલના રૂમ અને અન્ય સ્થળોએ 24 ડિગ્રીથી નીચે એસી રાખી શકાશે. નહીં. હ્યુમિડિટીનું લેવલ 40થી 70 ટકા હોવું અનિવાર્ય છે.

  6 તમામ સ્થળો પર સતત સફાઈ કરવી પડશે. દરવાજાની સ્ટોપર, એલીવેટર બટન અને ટચ તનારી તમામ જગ્યાઓને વારંવાર ક્લિન કરવી પડસશે. એક ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટ હોય તેવી ચીજો સાથે આ સફાઈ થશે. માસ્ક અથવા સુરક્ષામાં વપરાતી અન્ય ચીજોને ડિસ્પોઝ કરવા માટે પ્રોપર વ્યવસ્થા ઘડવી પડશે.

  આ પણ વાંચો :   આવું હશે અનલોક-1 : મોલમાં 24થી ઓછું નહીં હોય AC, મંદિરમાં પ્રસાદ નહીં, 50 ટકા સીટો સાથે શરૂ થશે હોટલો

  7 હોટલમાં જો કોઈ વ્યક્તિ આવે અને તેનામાં કોરોનાના લક્ષણો હોય તો તેને આઇસોલેટેડ રૂમમાં રાખવો અનિવાર્ય છે. ત્યારબાદ હોટલ દ્વારા નજીકની મેડિકલ ફેસિલિટીને જાણ કરવાની રહેશે. જો એ વ્યક્તિ કોરોના પોઝિટિવ મળે તો આખી હોટલ ડિસઇન્ફેક્ટ કરવાની રહેશે.
  Published by:News18 Gujarati
  First published:June 05, 2020, 08:54 am