Home /News /national-international /MAKAR MELA: તહેવારના દિવસે ગોઝારી દુર્ઘટના: મકર મેળામાં નાસભાગ થતાં એકનું મોત, 20 ઘાયલ અને 4ની હાલત ગંભીર
MAKAR MELA: તહેવારના દિવસે ગોઝારી દુર્ઘટના: મકર મેળામાં નાસભાગ થતાં એકનું મોત, 20 ઘાયલ અને 4ની હાલત ગંભીર
odisha makar mela
Stampede in Makar mela Odisha: મકર સક્રાંતિનો દિવસ એમ તો શુભ અને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પણ ઓડિશાના મકર મેળામાં ગયેલા લોકો માટે આ તહેવાર ગોઝારો નિવડ્યો હતો કારણ કે અહીં નાસભાગનાં કારણે એક વ્યક્તિનું મોત થયું હતું અને 20 ઘાયલ થયા હતા.
ઓડિશાના કટક જિલ્લામાં શનિવારે થયેલી નાસભાગમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને 20 અન્ય લોકો ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર છે. આ ઘટનાની માહિતી આપતાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મકર મેળા નિમિત્તે બડંબા-ગોપીનાથપુર ટી-બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થવાને કારણે ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે. સીએમ પટનાયકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઘાયલોને મફત સારવાર મળશે અને હું તેમને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.'
#WATCH | Odisha: One dead, nine injured after a stampede occurred during Makar Mela rush at Singhanath Temple in Baramba, Cuttack.
One dead while nine were injured in incident, three were referred to another hospital in Cuttack: Dr Ranjan Kumar Barik, Baramba hospital pic.twitter.com/t5FM7nkPKw
ઉલ્લેખનીય છે કે અહીં પ્ર્થા અનુસાર કારણે મકર મેળા નિમિત્તે બડંબા-ગોપીનાથપુર ટી-બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થવાને કારણે ત્યાં નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.
બદમ્બા-નરસિંહપુરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી દેબી પ્રસાદ મિશ્રાએ પુષ્ટિ કરી કે મૃતકની ઓળખ 45 વર્ષીય અંજના સ્વેન તરીકે થઈ છે, જ્યારે ગંભીર રીતે ઘાયલોને કટક શહેરની SCB મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મિશ્રાએ જણાવ્યું હતું કે અન્ય ઘાયલોને બડમ્બાના કમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC)માં દાખલ કરવામાં આવ્યા છે.
અથાગઢના ડેપ્યુટી કલેક્ટર હેમંત કુમાર સ્વૈને જણાવ્યું હતું કે આ પ્રસંગે આયોજિત મેળામાં બપોરે ભગવાન સિંહનાથના દર્શન કરવા માટે મહિલાઓ અને બાળકો સહિત ભક્તોની સંખ્યામાં અચાનક વધારો થવાને કારણે આ ઘટના બની હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર