મોદી સરકારમાં કેન્દ્રની નોકરીઓમાં OBCની ભાગીદારીમાં વધારો

2012માં કેન્દ્ર સરકરાની નોકરીમાં OBCની ભાગીદારી 16.55% હતી જે જાન્યુઆરી 2016માં વધીને 21.57 % થઈ ગઈ છે.

News18 Gujarati
Updated: June 7, 2019, 6:53 PM IST
મોદી સરકારમાં કેન્દ્રની નોકરીઓમાં OBCની ભાગીદારીમાં વધારો
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: June 7, 2019, 6:53 PM IST
ઓમ પ્રકાશ : કેન્દ્ર સરકારની નોકરીઓમાં OBCની ભાગીદારીનું પ્રમાણ વધ્યું છે. 2012માં કેન્દ્ર સરકરાની નોકરીમાં OBCની ભાગીદારી 16.55% હતી જે જાન્યુઆરી 2016માં વધીને 21.57 % થઈ ગઈ છે. જોકે, હજુ પણ સરકાર માટે નક્કી કરાયેલ 27 ટકા સુધી પહોંચવું મોટો પડકાર છે. દેશમાં પછાત જાતિની વસતિ આશરે 52 ટકા છે. પરંતુ કેન્દ્ર સરકારમાં તેમની સંખ્યા વસિતની ટકાવારીના અડધા ટકા પણ નથી. જાણકારોને આશા છે કે વર્ષ 2018ના આંકડા આવશે તો સ્થિતીમાં સુધારો થશે.

આ આંકડા સંઘ લોકસેવા, ચૂંટણી પંચ, 78 મંત્રાલયના વિભાગો અને તેમને લગતા કાર્યાલયમાં કામ કરનારા ઓબીસી કર્મચારીઓના છે. કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2014માં રિઝર્વ બેઠકો પર બેકલૉગની ઓળખાણ કરી અને ખાલી જગ્યાઓ ભરવાના નિર્દેશો આપ્યા હતા.

આ પણ વાંચો : UP : માસૂમની હત્યા પર પ્રિયંકાએ કહ્યું- આપણે કેવો સમાજ બનાવી રહ્યા છીએ?

કેન્દ્ર સરકારમાં 27 ટકા ક્વોટા
કેન્દ્ર સરકારના કાર્મીક વિભાગના આંકડા મુજબ વર્ષ 2011 સુધી કેન્દ્ર સરકારની સેવામાં OBC માટે નોકરીની ટકાવારી 27 % જેટલી છે. આ અનામતનો પ્રારંભ વર્ષ 1993માં થયો હતો. જોકે, દોઢ દાયકા પહેલાં કેન્દ્ર સરકારમાં ઓબીસીની ભાદીગારી ફક્ત 4.53 % હતી.

કેન્દ્ર સરકારની નોકરીમાં ઓબીસીની ભાગીદારી

Loading...

વસતિના આધારે અનામતની માંગણી
કાર્મીક વિભાગના આંકડાઓ મુજબ સરકારી નોકરીમાં જનરલ કેટેગરીની ભાગીદારી 57.79 ટકા છે. જ્યારે મોટા પદ પર આ આંકાડો 74.48 ટકાએ પહોંચી શકે છે. જેથી ઓબીસી નેતાઓ સતત માંગ કરે છે કે તેમની વસતિના આધારે સરકારી નોકરીમાં અનામત આપવામાં આવે.

આ પણ વાંચો :  પશ્ચિમ બંગાળમાં BJPનું વિજય સરઘસ નહીં નીકળે : મમતા

કેટેગરી પ્રમાણે OBCની કેન્દ્ર સરકારની નોકરીમાં ભાગીદારી


પછાતમાં અતિ પછાત પર દાવ
મોદી સરકારે ઓબીસીમાં પણ અતિ પછાત જાતિઓને અનામત આપવાનો પ્લાન તૈયાર કર્યો છે. ઓબીસીના સબ કેટેગરાઇઝેશન માટે વર્ષ 2017માં બીજી ઑક્ટોબરના રોજ એક આયોગની રચના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ દિલ્હી હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જી. રોહિણી કરી રહ્યાં છે. આ પંચ દ્વારા તપાસ કરવામાં આવશે કે ઓબીસીની અનાતમાં પણ સૌથી ઓછો લાભ કઈ જાતિઓને મળી રહ્યો છે અને તેના આધારે સરકારી નોકરીની અનામતમાં તેમને કઈ રીતે લાભ આપી શકાય તેવા પ્રયાસો કરાશે.
First published: June 7, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...