પોલીસ હત્યાકાંડમાં વિકાસ દુબેની પત્નીની ભૂમિકા નથી, પોલીસે છોડી

News18 Gujarati
Updated: July 10, 2020, 1:10 PM IST
પોલીસ હત્યાકાંડમાં વિકાસ દુબેની પત્નીની ભૂમિકા નથી, પોલીસે છોડી
એસએસપીના જણાવ્યા મુજબ વિકાસ દુબેની પત્ની ઋચાની આ સમગ્ર મામલામાં કોઈ ભૂમિકા નથી

એસએસપીના જણાવ્યા મુજબ વિકાસ દુબેની પત્ની ઋચાની આ સમગ્ર મામલામાં કોઈ ભૂમિકા નથી

  • Share this:
નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઉજ્જૈન (Ujjain)થી કાનપુર લાવવામાં આવી રહેલા શૂટઆઉટના મુખ્ય આરોપી વિકાસ દુબે (Vikas Dubey) એન્કાન્ટરમાં ઠાર મરાયો છે. ભાગવાના પ્રયાસમાં તેને પોલીસની ગોળીઓ વાગી. બીજી તરફ, વિકાસ દુબેની પત્ની અને દીકરાને પૂછપરછ બાદ છોડી દીધા છે. કાનપુરના એસએસપી દિેનેશ કુમાર પી. એ આ વાતની પુષ્ટિ કરી છે. એસએસપીના જણાવ્યા મુજબ વિકાસ દુબેની પત્ની ઋચાની આ સમગ્ર મામલામાં કોઈ ભૂમિકા નથી. તેઓએ જણાવ્યું કે, શૂટઆઉટ સમયે તે ઘટનાસ્થળે નહોતી.

નોંધનીય છે કે, વિકાસ દુબેના એન્કાઉન્ટર (Encounter) પહેલા તે ગાડીનો અકસ્માત પણ થયો હતો, જેમાં વિકાસને લઈ જવામાં આવી રહ્યો હતો. આ વિકે SSP કાનપુર દિનેશ કુમાર પી. એ જણાવ્યું કે કેવી રીતે કેટલીક ગાડીઓથી પીછો છોડાવવા માટે પોલીસ (Police)ને સ્પીડમાં ગાડી દોડાવવી પડી અને આ અકસ્માત સર્જાયો. આ દરમિયાન યૂપી એસટીએફ (UP STF) પણ સાથે હતી.

વરસાદના કારણે સ્પીડમાં આવી રહેલી કાર પલટી મારી ગઈ

SSP દિનેશ કુમાર પી. એ જણાવ્યું કે, વિકાસ દુબેને લઈ જઈ રહેલા કાફલાનો પીછો કેટલીક ગાડીઓ કરી રહી હતી. તેઓ સતત પોલીસના કાફલાને ફૉલો કરી રહ્યા હતા. જેના કારણે ગાડી સ્પીડથી દોડાવવાનો પ્રયાસ થયો. ભારે વરસાદ પડી રહ્યા હતો તેથી ગાડી પલટી ખાઈ ગઈ.


આ પણ વાંચો, માત્ર 10 મિનિટના એન્કાઉન્ટરમાં વિકાસ દુબે ઠાર મરાયો, 10 પોઇન્ટમાં સમજો ઘટનાક્રમSSPના જણાવ્યા મુજબ, આ તકનો લાભ લઈ વિકાસ દુબે ભાગવાના પ્રયાસમાં હતો. અમારા એસટીએફ જવાન આ ગાડીને પાછળથી ફૉલો કરી રહ્યા હતા. તેઓએ કોમ્બિંગ કર્યું. ફાયરિંગ થયું અને સેલ્ફ ડિફેન્સમાં વિકાસ પર ફાયરિંગ કર્યું. જેના કારણે તે ઠાર મરાયો. SSPએ જણાવ્યું કે એન્કાઉન્ટર કોઈ વસ્તુ નથી હોતી. અમે કાયદાકિય પ્રક્રિયાને ફૉલો કરીએ છીએ. વિકાસના જે પણ સાગરીતો છે તે બધાની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો, ઘાયલ સિપાહીની પિસ્તોલ છીનવી ભાગવાનો કર્યો પ્રયાસ કરતાં વિકાસ દુબેનું થયું એન્કાઉન્ટર

એક કિલોમીટર પહેલા મીડિયાને રોકી દેવાઈ હતી : મળતી માહિતી મુજબ, જ્યારે યૂપીની સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમ કાનપુર શૂટઆઉટના મુખ્ય આરોપીને મધ્ય પ્રદેશથી લઈને રવાના થઈ, ત્યારથી મીડિયાની ગાડીઓ તેને ફૉલો કરી રહી હતી. કાનપુર સુધી પણ મીડિયાની ગાડીઓ પાછળ હતી. પરંતુ એક સ્થળે લગભગ એક કિલોમીટર પહેલા મીડિયાની ગાડીઓને રોકી દીધી અને ચેકિંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ થોડા સમયમાં જ કાફલામાં સામેલ ગાડી પલટી ગઈ હોવાના સમાચાર સામે આવ્યા.
Published by: Mrunal Bhojak
First published: July 10, 2020, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading