શ્રીનગર. જમ્મુ-કાશ્મીરના (Jaamu-Kashmir) પાટનગર શ્રીનગરમાં (Srinagar) બે શિક્ષકોની થયેલી હત્યા (Teachers Killed) પર રાજકીય પાર્ટીઓએ નારાજગી વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકારને પાકિસ્તાન (Pakistan) પર એર સ્ટ્રાઇક (Air Strike) કરવાની માંગ પણ ઉઠી રહી છે. ગુરૂવારે બનેલી ઘટના પર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ તરફથી આ કામ પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના ઈશારે કરવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સેના તરફથી ચલાવવામાં આવી રહેલા ઓપરેશનથી આતંકીઓ ઉશ્કેરાઈ ગયા છે.
ઘટના પર પ્રતિક્રિયા આપી રહેલા જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, સામાન્ય નાગરિકોને નિશાન બનાવનારી આ ઘટના નિંદનીય છ. આ આતંક ફેલાવવા અને કાશ્મીરી સમુદાયમાં ભાગલા પાડવાનો પ્રયાસ છે. અમે આ ઘટનાઓની તપાસ કરી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ આ આતંકવાદીઓનો પર્દાફાશ થશે. આ ટૂંક સમયમાં થશે. આ બધું સરહદ પાર બેઠેલા પાકિસ્તાની હેન્ડલર્સના ઈશારે કરવામાં આવી રહ્યું છે.
શિવસેનાના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રમુખ મનીષ સાહનીએ જણાવ્યું કે, કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર કાશ્મીરમાં પંડિતોને વસાવવાનું કામ કરી રહી છે તેથી આવા હુમલા થઈ રહ્યા છે. સાહનીએ કહ્યું કે ભારતીય સેનાએ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ હાથ ધર્યું છે, જેના કારણે આતંકવાદીઓ ગુસ્સે ભરાયા છે અને આ જ કારણ છે કે લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને અમારી અપીલ છે કે પાકિસ્તાન આ હુમલાઓ પાછળ છે અને તેના પર સતત એર સ્ટ્રાઇક કરવી જોઈએ.
Two teachers killed in a terrorist attack at a government school in the Iddgah Sangam area of Srinagar: Jammu and Kashmir Police
ભારતીય જનતા પાર્ટીના જમ્મુ અને કાશ્મીરના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કાયર પાકિસ્તાની આતંકવાદીઓએ કાશ્મીર ઘાટીને લોહીલુહાણ કરી દીધી છે. આ જઘન્ય અપરાધની કાયર પાકિસ્તાનીઓને ભારે કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ, કોંગ્રેસના પૂર્વ મંત્રી રમણ ભલ્લાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
રમણ ભલ્લાએ કહ્યું કે કાશ્મીરમાં બે દિવસમાં જે સતત હત્યાઓ થઈ છે તેમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. કારણ કે કાશ્મીરમાં પહેલા એક મંદિર તોડી પાડવામાં આવ્યું હતું અને તે પછી કાશ્મીરી પંડિતો પર સતત હુમલાઓ બાદ સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને આજે પણ બે શિક્ષકો માર્યા ગયા છે, જે નિંદનીય કાર્ય છે. તેમણે ફરીથી કહ્યું કે સરકાર લોકોને સુરક્ષા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર