Home /News /national-international /Sri Lanka Crisis: શ્રીલંકામાં કટોકટી વચ્ચે સમગ્ર કેબિનેટે અડધી રાત્રે રાજીનામું આપ્યું
Sri Lanka Crisis: શ્રીલંકામાં કટોકટી વચ્ચે સમગ્ર કેબિનેટે અડધી રાત્રે રાજીનામું આપ્યું
સરકારના તમામ 36 પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે, પરંતુ વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે વડા પ્રધાન તરીકે કાર્યરત છે.
Sri Lanka Economic Crisis: શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય સપ્તાહોથી દેશના લોકો ઇંધણ અને રાંધણ ગેસ માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની સાથે આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટબાયો રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી છે.
શ્રીલંકા (Sri Lanka) અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં ઈમરજન્સી લાગુ છે. દરમિયાન, રવિવારે મોડી રાત્રે શ્રીલંકા સરકારના સમગ્ર કેબિનેટે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. દેશના શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્દનેએ કહ્યું કે કેબિનેટે આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને પીએમ મહિન્દા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ શ્રીલંકાના વડાપ્રધાનને તેમના રાજીનામા સોંપી દીધા છે. જોકે, તેમણે કેબિનેટના આ સામૂહિક રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને આ સમસ્યામાંથી બહાર કાઢવા માટે સર્વપક્ષીય રખેવાળ સરકારની રચનાની માંગ જોર પકડવા લાગી છે.
શ્રીલંકા તેના ઈતિહાસના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. છેલ્લા કેટલાય સપ્તાહોથી દેશના લોકો ઇંધણ અને રાંધણ ગેસ માટે લાંબી કતારોમાં ઉભા રહેવાની સાથે આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટબાયો રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે એક વિશેષ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જેમાં 1 એપ્રિલથી તાત્કાલિક અસરથી શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી હતી. સરકારે શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુની જાહેરાત કરી છે.
પીએમના પુત્ર નમલ રાજપક્ષે સૌથી પહેલા રાજીનામું આપ્યું હતું
કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા દેશના રમતગમત મંત્રી અને પીએમ રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેએ પોતાના તમામ વિભાગોમાંથી રાજીનામું આપી દીધું હતું. લગભગ એક કલાક પછી, અન્ય મંત્રીઓએ તેમના રાજીનામા આપ્યા. કેબિનેટના રાજીનામાનો પત્ર હવે પીએમ પાસે છે, જે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેને સોંપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.
આ પહેલા રવિવારે રાજધાની કોલંબોમાં સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા બદલ 650થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો આર્થિક સંકટના વિરોધમાં કર્ફ્યુ તોડીને સરકાર વિરુદ્ધ મોરચો કાઢી રહ્યા હતા.
તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો
શ્રીલંકામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પછી, રવિવારે દેશમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સેવામાંથી બહાર થઈ ગયા. ઈન્ટરનેટ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન નેટબ્લોકસે આ જાણકારી આપી છે. બીજી તરફ રાજધાની કોલંબોમાં દરેક ખૂણે સેના અને પોલીસના જવાનો સુરક્ષા કરી રહ્યા છે, જેથી વાતાવરણ બગડે નહીં.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને ભારત મદદ કરી રહ્યું છે. ભારતે ઈંધણ સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની મદદ માટે એક ઓઈલ ટેન્કર મોકલ્યું હતું, જે શનિવારે શ્રીલંકા પહોંચ્યું હતું. હવે ભારત શ્રીલંકાને 40 હજાર ટન ચોખા મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ભારત 2022માં શ્રીલંકાને ઓછામાં ઓછા 300,000 ટન ચોખા મોકલશે. આનાથી શ્રીલંકામાં પુરવઠો વધશે, જે દેશમાં કિંમતો નીચે લાવી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર