શ્રીલંકા : ઈસ્ટર બ્લાસ્ટ બાદ સંદિગ્ધોના ઠેકાણા પર દરોડા,અથડામણમાં 6 બાળકો સહિત 15ના મોત

News18 Gujarati
Updated: April 27, 2019, 10:45 AM IST
શ્રીલંકા : ઈસ્ટર બ્લાસ્ટ બાદ સંદિગ્ધોના ઠેકાણા પર દરોડા,અથડામણમાં 6 બાળકો સહિત 15ના મોત
પ્રતિકાત્મક તસવીર

સેનાના પ્રવક્તા સુમિત અટાપટ્ટુએ એજન્સીને જાણકારી આપી. તેમણે કહ્યું કે સુરક્ષાદળોએ જ્યાલ કલમુનઈ શહેરમાં બંદૂકધારીઓના ઠેકાણા પર ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી દીધી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલાની જવાબી કાર્યવાહીમાં દેશના સુરક્ષાદળો દ્વારા વિવિધ ઠેકાણા પર દરોડા કરવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન શનિવારે સુરક્ષાદળોએ શહેરના પૂર્વ ભાગમાં આઈએસઆઈએસના ઠેકાણા પર દરોડા કર્યા ત્યારે આતંકવાદી સંદિગ્ધો સાથે તેમી અથડામણ થઈ ગઈ હતી. આ અથડામણમાં 15 લોકો ઠાર મરાયા છે, જેમાં 6 બાળકોનો પણ સમાવેશ થાય છે.

સેનાના પ્રવક્તા સુમિત અટાપટ્ટુએ એજન્સીને જાણકારી આપી. તેમણે કહ્યું કે સુરક્ષાદળોએ જ્યાલ કલમુનઈ શહેરમાં બંદૂકધારીઓના ઠેકાણા પર ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ગોળીઓ ચલાવવાની શરૂઆત કરી દીધી હતી.
પ્રવકત્તાએ કહ્યું કે જવાબી કાર્યવાહીમાં 15 આતંકવાદી ઠાર મરાયા છે.

આ પણ વાંચો : Interview: ઈસ્ટર એટેક વિશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બોલ્યા,'મને ગુપ્ત જાણકારી વિશે જાણ નહોતી કરાઈ'

પોલીસના પ્રવક્તાએ કહ્યં કે કોલંબોથી 325 કિલોમીટર દૂર આવેલા કાંઠા વિસ્તારના શહેર કલમુનઈમાં થયેલા ગોળીબાર દરમિયાનમાં ઓછામાં ઓછા એક આત્મઘાતી હુમલાવરે પોતાની જાતને વિસ્ફોટકોથી ઉડાવી દીધી હતી. આ સાથે સુરક્ષાદળોના ફાયરિંગમાં 15 હથિયારધારી સંદિગ્ધોના મોત નીપજ્યાં હતા.

પ્રવક્તા મુજબ, આતંકવાદીઓના ઠેકાણા પરથી વિસ્ફોટકો ભરેલો પટારો, એક ડ્રોન અને એક આઈએસઆઈએસનું બેનર મળી આવ્યું છે.આ પણ વાંચો : શ્રેણીબદ્ધ વિસ્ફોટ : શ્રીલંકાએ શકમંદ હુમલાખોરોની તસવીરો કરી જાહેર

ઉલ્લેખનીય છે કે 21મી એપ્રિલે ક્રિશ્ચન સમુદાયના જુદા જુદા ઠેકાણે આવેલા ચર્ચને નિશાન બનાવવામાં આવ્યા હતા. દેશના ઇતિહાસના સૌથી મોટા ગમખ્વાર હુમલાિમાં 8 શ્રેણીબધ્ધ વિસ્ફોટ થયા હતા જેમાં આશરે 253 લોકોના જીવ ગયા હતા જ્યારે અનેક લોકો જખ્મી થયા હતા. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે જ્યારે શ્રીલંકામાં હાલમાં મોટી માત્રામાં મૃતકોની અંતિમ ક્રિયા થઈ રહી છે.
First published: April 27, 2019, 10:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading