હિન્દુ પક્ષકાર ગોપાલ દાસને મળ્યા શ્રી શ્રી; હાલ આ વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે- રવિશંકર

Margi | News18 Gujarati
Updated: November 16, 2017, 4:03 PM IST
હિન્દુ પક્ષકાર ગોપાલ દાસને મળ્યા શ્રી શ્રી; હાલ આ વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે- રવિશંકર
રામ મંદિર વિવાદને કોર્ટ બહાર ઉકેલવા માટે શ્રી શ્રી રવિશંકર આજે વિવિધ પક્ષકારો સાથે વાતચીત કરવામ માટે અયોધ્યા જશે. અહીં તેઓ હિંદુ અને મુસ્લિમ પક્ષકારો સાથે વાત કરશે. બુધવારે શ્રી શ્રી રવિશંકર વિવાદ

રામ મંદિર વિવાદને કોર્ટ બહાર ઉકેલવા માટે શ્રી શ્રી રવિશંકર આજે વિવિધ પક્ષકારો સાથે વાતચીત કરવામ માટે અયોધ્યા જશે. અહીં તેઓ હિંદુ અને મુસ્લિમ પક્ષકારો સાથે વાત કરશે. બુધવારે શ્રી શ્રી રવિશંકર વિવાદ

  • Share this:
નવી દિલ્હીઃ  શ્રી શ્રી રવિશંકર અયોધ્યા ખાતે પહોંચી ગયા છે તેમણે હિન્દુ પક્ષકાર ગોપાલ દાસ સાથે મુલાકાત કરી છે. તેમની વાત સાંભળી છે અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. હજુ તેઓ મુસ્લીમ પક્ષકારને પણ મળશે.

સુપ્રીમ કોર્ટે બંને પક્ષકારો પર અયોધ્યા મામલો ઉકેલવાનો નિર્ણય છોડ્યો છે. કોર્ટ ઇચ્છે છે કે કોર્ટ બહાર જ આ મામલાનો ઉકેલ આવી જાય. તેથી જ શ્રી શ્રી રવિશંકર મહારાજ બંને પક્ષકાર વચ્ચે મધ્યસ્થી કરાવવાં પહોંચી ગયા છે.

Sri Sri Ravi Shankar visited Deenbandhu Eye Hospital in Uttar Pradesh's Ayodhya. pic.twitter.com/PjU2uTqTE2

— ANI UP (@ANINewsUP) November 16, 2017શ્રી શ્રી રવિશંકર મહારાજનું નિવેદનહિન્દુ પક્ષકાર ગોપાલ દાસને મળ્યા બાદ શ્રી શ્રી રવિશંકર મહારાજે મીડિયા સામે કહ્યું કે,  અહીંનો માહોલ સકારાત્મક છે. તમામ લોકો ઇચ્છે છે કે આ મામલાનો ઉકેલ આવે. હું જાણું છું કે તે સરળ નથી. પણ પહેલાં બધા સાથે એક વખત વાત થવી જરૂરી છે. આ મુદ્દે હાલમાં કંઇ જ કહેવું ઉતાવ્યું છે. 

શિવશેનાનાં નેતા સંજય રાઉતનું નિવેદન

અયોધ્યા મામલે વાત કરતાં શિવશેનાનાં નેતા સંજય રાઉતનું કહેવું છે કે,
જેન અયોધ્યા મામલે મધ્યસ્થી કરાવવી હોય તે ભલે કરાવે પણ જ્યારે આ આંદોલન થયુ હતું ત્યારે અમે કોઇને પુછીને આંદોલન નહોતું કર્યું, ઘણાં લોકોનું લોહી વહ્યું છે ઘણાં માર્યા ગયા ઘણાં શહિદ થયા. ત્યાંની પરિસ્થિતિ અમે જોઇ છે.

જેડીયુ નેતાનું નિવેદન

આ મુદ્દે જેડીયુ નેતાનું કહેવું છે કે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં વિચારણા થઇ રહી છે. વાતચીત દ્વારા આ મુદ્દો ઉકેલવાનો પહેલા પણ પ્રયાસ થયો હતો પણ તેનો ઉકેલ આવ્યો નથી. તેથી આ નિર્ણય કોર્ટ પર જ છોડવો જોઇએ.

આ પહેલાં શ્રીશ્રીએ CM યોગી સાથે કરી હતી મુલાકાત

બુધવારે શ્રી શ્રી રવિશંકર વિવાદ માટે સુલેહને લઈને યુપીના સીએમ યોગી આદિત્યનાથને મળ્યા હતા. બંને વચ્ચે 30 મિનિટથી વધારે ચાલેલી આ બેઠકમાં અયોધ્યા વિવાદને કેવી રીતે ઉકેલી શકાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અયોધ્યા પહોંચીને શ્રી શ્રી રવિશંકર રામલલાના દર્શન કરશે અને બાદમાં મસ્જિદ પક્ષકાર ઈકબાલ અંસારી અને હાજી મહેબૂબ સાથે મુલાકાત કરશે. આ તમામ સાથે મુલાકાત કર્યા બાદ રામજન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ નૃત્યગોપાલ દાસ સાથે પણ મુલાકાત કરશે.

નોંધનીય છે કે બાબરી મસ્જિદ વિવાદ ઉકેલવા માટે શ્રી શ્રી રવિશંકર મધ્યસ્થતા કરી રહ્યા છે. જોકે, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સહિત અનેક લોકોએ તેમની મધ્યસ્થતાને લઈને અનેલ સવાલ ઉઠાવ્યા છે. શ્રીશ્રી ગોપાલ દાસ ઉપરાંત રામ વિલાસ દાસ વેદાંતી અને દિગંબર અખાડાના મહંત સુરેશ દાસ અને મહંત જ્ઞાનદાસ સાથે પણ મુલાકાત કરશે.

અયોધ્યા વિવાદમાં કેટલા પક્ષકાર છે?

- નિર્મોહી અખાડા
- રામલલા બિરાજમાન
- સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ

ત્રણેય પક્ષકારનો શું દાવો છે?

નિર્મોહી અખાડોઃ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલાની પૂજા અને તેની વ્યવસ્થા નિર્મોહી અખાડો શરૂઆતથી કરતો આવ્યો છે. આ જગ્યા તેમને સોંપવામાં આવે.

રામલલા બિરાજમાનઃ રામલલા બિરાજમાનનો દાવો છે કે તેઓ રામલલાના નજીકના મિત્ર છે. ભગવાન રામ અત્યારે બાળ સ્વરૂપમાં છે, આથી તેમની સેવા માટે તે સ્થળ રામલલા વિરાજમાન પક્ષને આપવામાં આવે. જ્યાં રામલલા બિરાજમાન છે.

સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડઃ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડનો દાવો છે કે ત્યાં બાબરી મસ્જિદ હતી. મુસ્લિમો ત્યાં નમાઝ પઢતા હતા. આથી એ જગ્યા તેમને સોંપવામાં આવે.
First published: November 16, 2017, 10:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading