Home /News /national-international /

અયોધ્યાના વિકાસનો ‘ભવ્ય પ્લાન’- શ્રીરામ એરપોર્ટ પર ઉતરશે વિમાન, સરયૂ નદીમાં ચાલશે ક્રૂઝ

અયોધ્યાના વિકાસનો ‘ભવ્ય પ્લાન’- શ્રીરામ એરપોર્ટ પર ઉતરશે વિમાન, સરયૂ નદીમાં ચાલશે ક્રૂઝ

વડાપ્રધાન મોદીની સમક્ષ અયોધ્યાના વિકાસને લઈ એક ભવ્ય યોજના રજૂ કરવામાં આવી હતી.

Ayodhya Development Plan: AMRUT અને SMART શહેરની આધુનિક બાબતો અને ઐતિહાસિક મિશ્રણ સાથે અયોધ્યાની મહિમા ફરીથી સ્થાપિત કરવાની કલ્પના કરવામાં આવી છે

અમન શર્મા, અયોધ્યા. બે સપ્તાહ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સામે અયોધ્યા (Ayodhya)ના વિકાસ અંગે એક ભવ્ય યોજના રજૂ કરવામાં આવી હતી. ન્યૂઝ 18ને મળેલા દસ્તાવેજ પરથી જાણવા મળ્યું છે કે તેમાં AMRUT અને સ્માર્ટ શહેરની આધુનિક બાબતો અને ઐતિહાસિક મિશ્રણ સાથે અયોધ્યાની મહિમા ફરીથી સ્થાપિત કરવાની કલ્પના કરવામાં આવી છે. એક એવું શહેર જે ટકાઉ, આધુનિક અને પ્રકૃતિના નિયમોનું પાલન કરશે. આ દરમિયાન શહેરના અનેક ઘાટ, ઝરણા સહિત અનેક સ્થળોનો વિકાસ કરવામાં આવશે.

વડાપ્રધાન મોદી સામે રજૂ કરવામાં આવેલ યોજનામાં પીપીપી મોડમાં ‘રામાયણ આધ્યાત્મિક વન’ શામેલ છે. જેની મદદથી ભગવાન રામના 14 વર્ષના વનવાસની કહાનીઓ બતાવવામાં આવશે. અયોધ્યાની આસપાસ 65 કિલોમીટર લાંબા રિંગ રોડ અને દિલ્હીની ચાણક્યપુરી લાઈન પર 1200 એકરમાં રાજ્ય અને વિદેશી ભવનોની સાથે એક વૈદિક ટાઉનશીપ જેવી મોટી યોજનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉત્તરપ્રદેશ સરકારે રજૂ કરેલ પ્રેઝન્ટેશન અનુસાર, ‘અયોધ્યાને સનાતન પરંપરાઓ અનુસાર વિશ્વ મંચ પર પ્રમુખ આધ્યાત્મિક, ધાર્મિક અને પર્યટક શહેર બનાવવાનું સપનું છે. એક આત્મનિર્ભર આધુનિક પર્યટન સ્થળ જે પ્રદૂષણમુક્ત હોય, જ્યાં ગંદકી ન હોય અને સ્વસ્થ માટી, પાણી અને હવા તથા જળથી ભરપૂર હોય.’

આ પણ વાંચો, પૂર્વોત્તરના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં PM મોદીએ કહ્યુ- કોરોનાની ત્રીજી લહેરની રોકવી આપણી જવાબદારી

સરકાર તરફથી રજૂ કરવામાં આવેલ પ્રેઝન્ટેશનની થીમ ‘ભૂતકાળની ભવ્યતા, વર્તમાનની આવશ્યકતા અને ભવિષ્ય માટેની તૈયારી’ હતી. જેમાં અયોધ્યાની પ્રાકૃતિક સમૃદ્ધિને સપ્તપુરીઓના પ્રમુખ રૂપે સ્થાપિત કરવા માટે ‘દુનિયાના પહેલા સ્માર્ટ વૈદિક શહેર’ની વાત પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો.

ડ્રીમ પ્રોજેક્ટ્સ

મોટા પ્રોજેક્ટ્સમાં ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ અને વિશ્વ સ્તરીય રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવાનો છે. જેથી અયોધ્યા આવનાર તીર્થયાત્રીઓની સુવિધાઓને સુનિશ્ચિત કરી શકાય. પ્રેઝન્ટેશનમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા પહોંચતા નવા રસ્તાઓને 4 અને 6 લેનમાં બદલવામાં આવશે. અયોધ્યામાં પ્રવેશ કરતા 6 મોટા રસ્તાઓ પર રામ મંદિરથી પ્રેરિત મોટા દરવાજાઓથી યાત્રીઓનું સ્વાગત કરવામાં આવશે. NHAI પણ 65 લાંબા રિંગ રોડની ટૂંક સમયમાં શરૂઆત કરશે.

આ પણ વાંચો, જો તમારી પાસે પણ 1 રૂપિયાની નોટ છે તો તમે પણ કમાઈ શકો છો 7 લાખ રૂપિયા, જાણો કેવી રીતે

પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી જમથારામાં સરયૂ નદી પાસે ‘રામાયણ આધ્યાત્મિક વન’નું નિર્માણ કરવામાં આવશે. ભવિષ્યમાં ‘રામ સ્મૃતિ વન’થી પ્રચલિત થનાર આ સ્થળ સંપૂર્ણ રીતે પગપાળાથી યાત્રા કરનાર ક્ષેત્ર બનશે. અહીં ભગવાન રામ, સીતા અને લક્ષ્મણના 14 વર્ષના વનવાસની કહાનીઓ બતાવવામાં આવશે. અયોધ્યામાં 1200 એકરની એક વૈદિક ટાઉનશીપ હશે, જેમાં અલગ અલગ પ્રદેશ અને સમગ્ર વિશ્વમાંથી આવતા યાત્રીઓ માટે આશ્રમ, ફાઈવ સ્ટાર હોટેલ, રાજ્ય અને વિદેશી ભવનની સુવિધા ઊભી કરવામાં આવશે. આ ટાઉનશીપમાં સૌર ઊર્જા, વીજળીથી ચાલતા વાહન પણ હશે. તેમાં એક રામ મંદિરના ગુંબજથી પ્રેરિત એક બ્રહ્મ સ્થાન હશે.

પ્રેઝન્ટેશનમાં અયોધ્યાની ચારેય તરફ 208 આધ્યાત્મિક સ્થળની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના પંચકોષીય માર્ગની પણ વાત કહેવામાં આવી હતી. તેમાં ઘાટ, તળાવ, મનોરંજન અને વિરાસત સ્થળ પણ શામેલ હશે. આ દિવાળીથી સરયૂ નદીમાં ક્રૂઝની શરૂઆત કરવામાં આવશે. અયોધ્યામાં 13 કિલોમીટરના રસ્તાઓને પહોળા કરવામાં આવશે અને રામાયણ યુગના વૃક્ષોને રસ્તાઓની બંને તરફ લગાવવામાં આવશે. અયોધ્યાના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ઓટોમેટીક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હશે અને 6 મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવશે.

આ પણ વાંચો, કંકોત્રી જોઈને સગાવહાલા બોલવા લાગ્યા ‘Love Jihad’, પરિવારને રદ કરવા પડ્યા વ્હાલી દીકરીના લગ્ન

પ્રેઝન્ટેશનમાં રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ્સમાં ધર્મશાળાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં 30 હજાર તીર્થયાત્રીઓ રહી શકે છે. ઉપરાંત સરયૂ નદીના ઘાટનો વિકાસ, કેન્દ્રીય પર્યટન મંત્રાલયની સ્વદેશ યોજના હેઠળ ગુપ્તર ઘાટથી લઈને જાનકી ઘાટનું સૌંદર્યીકરણ, શહેરના 108 તળાવ અને ઝરણાંઓનો પુનરુદ્ધાર કરવામાં આવશે. નવા ઘાટ પર મોટા તીર્થયાત્રી સ્થળ અને રામ કથા સંગ્રહાલયને વિશ્વ સ્તરિય ડિજિટલ મ્યુઝીયમમાં પરિવર્તિત કરવામાં આવશે.

સરકાર તરફથી આપવામાં આવેલ પ્રેઝન્ટેશન અંગે કહેવામાં આવ્યું છે કે તમામ પ્રોજેક્ટ્સ ખૂબ જ મહત્વાકાંક્ષી છે. જે પ્રકારે ભગવાન રામનું નામ લઈને રામસેતુ તૈયાર કરવામાં આવ્યો છે, તે રીતે ભગવાન રામના આશીર્વાદથી અયોધ્યાનું વિકાસ કાર્ય પૂર્ણ થશે. આ અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યં હતું કે આવનારી પેઢીને પોતાના જીવનકાળ દરમિયાન એકવાર અયોધ્યા આવવાની ઈચ્છા જરૂર થશે.
First published:

Tags: Cruise, Diwali, Sarayu River, Sri Ram Airport, Yogi adityanath, અયોધ્યા, ઉત્તરપ્રદેશ, નરેન્દ્ર મોદી

આગામી સમાચાર