Home /News /national-international /શ્રીલંકન પ્રતિનિધિમંડળ US જવા રવાના, IMF પાસેથી 4 બિલિયન ડોલરનું માંગશે રાહત પેકેજ

શ્રીલંકન પ્રતિનિધિમંડળ US જવા રવાના, IMF પાસેથી 4 બિલિયન ડોલરનું માંગશે રાહત પેકેજ

IMF પાસે હાથ ફેલાવશે શ્રીલંકા, નવનિયુક્ત નાણાં પ્રધાનની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ US રવાના

Sri Lanka economic crisis: શ્રીલંકામાં ચાલી રહેલી આર્થિક કટોકટીમાંથી બહાર આવવા માટે સરકારનું એક પ્રતિનિધિમંડળ રવિવારે યુએસ રવાના થયું છે જ્યાં તે 4 બિલિયન ડોલરનું રાહત પેકેજ મેળવવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે વાત કરશે. નવનિયુક્ત નાણાપ્રધાન અલી સાબરીના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ 19 થી 24 એપ્રિલ સુધી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાતચીત કરશે.

વધુ જુઓ ...
ગંભીર આર્થિક અને વિદેશી વિનિમય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં (economic and foreign exchange crisis in Sri lanka) એક સરકારી પ્રતિનિધિમંડળ (Sri lanka Government Delegation) રવિવારે US જવા રવાના થયું જ્યાં તે 4 બિલિયન ડોલરનું રાહત પેકેજ મેળવવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF - International Monetary Fund) સાથે વાત કરશે. નવનિયુક્ત નાણાપ્રધાન અલી સાબરી (Ali Sabri) ના નેતૃત્વમાં આ પ્રતિનિધિમંડળ 19 થી 24 એપ્રિલ સુધી ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે વાતચીત કરશે. સાબરીએ કહ્યું કે શ્રીલંકા IMF પાસેથી $4 બિલિયનનું રાહત પેકેજ મેળવવા માંગે છે.

અગાઉ મંગળવારે, શ્રીલંકાના નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યાં સુધી IMF સાથે દેવું પુનર્ગઠન કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે વિદેશી દેવાની ચૂકવણીને સ્થગિત કરી રહ્યું છે. શ્રીલંકાએ આ વર્ષે $7 બિલિયનનું દેવું ચૂકવવું પડશે.

આ પણ વાંચો:  સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને ચીનમાં વિશ્વાસનો અભાવ ભારતને સેમિકન્ડક્ટરનો બનાવી શકે છે સરતાજ

1948 પછી શ્રીલંકાના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે તે દેવું ચૂકવવામાં નિષ્ફળ રહ્યું છે. શ્રીલંકા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને (The Sri Lanka Securities and Exchange Commission) શનિવારે જાહેરાત કરી હતી કે કોલંબો સ્ટોક એક્સચેન્જ, શ્રીલંકાના સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ એક સપ્તાહ માટે બંધ રહેશે.

SEC એ કહ્યું કે રોકાણકારોને બજાર વિશે વધુ સ્પષ્ટતા અને સમજણ બનાવવાની તક આપવા માટે કોલંબો સ્ટોક એક્સચેન્જ (Columbo Stock Exchange) પર સોમવારથી શુક્રવાર સુધી ટ્રેડિંગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:  જહાંગીરપુરી હિંસા : અત્યાર સુધી 20 આરોપી પકડાયા, 3 તમંચા અને 5 તલવાર મળી

આ પહેલા આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ મંગળવારે પોતાને નાદાર જાહેર કરી દીધા છે. શ્રીલંકાએ કહ્યું કે તે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડને કારણે 51 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવી શકશે નહીં.

આ પાનાં વાંચો :  દિલ્હી અને યુપી બાદ ભિવાનીમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો મામલો સામે આવ્યો, ઘટના થઈ વાયરલ

એપ્રિલ 2021માં શ્રીલંકા પર કુલ દેવું 3500 મિલિયન ડોલર હતું, જે માત્ર એક વર્ષમાં વધીને 5100 મિલિયન ડોલર થઈ ગયું છે. શ્રીલંકાના મોટા ભાગના દેવુંમાં આવા ઉધારનો સમાવેશ થાય છે, જે તેને ચૂકવવામાં સક્ષમ ન હોવાથી ભારે કિંમત ચૂકવવી પડે છે.
First published:

Tags: Economic Crisis, Sri lanka

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો